- અલ્તાફ બાસી ગેંગે ચારતોડા કબ્રસ્તાનમાં ધમકી આપીને ૩૫-૪૦ મકાનો પર કબજાે કરી ગરીબોને બેઘર કર્યા
- અલ્તાફ બાસીની કોલ ડીટેલ કઢાવવામાં આવે તો ખંડણી અને ડ્રગ્સના ધંધાનો ખુલાસો થઈ શકે છે
- ટપોરી બાસીને પીઠબળ પૂરું પાડનાર એ મોટા માથાઓના ગળે કાયદાનો સકંજાે કસાશે કે કેમ?
(સિટી ટુડે) અમદાવાદ, તા.૧૬
અમદાવાદમાં ચારતોડા કબ્રસ્તાનમાં ધમકી આપીને ૩૫- ૪૦ મકાનો પર કબજાે કરી ગરીબોને બેઘર કર્યા છે. એટલું જ નહિ, મુસ્લિમ મહિલાઓ ને માર માર્યો છે. બાસી ના આંતક થી સમગ્ર વિસ્તાર માં લોકો માં રોષ ભભુક્યો છે. ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચે અલ્તાફ બાસીને સુરત થી પકડી પાડ્યો હતો. જાેકે, ચર્ચા એવી છેકે, અલ્તાફ બાસી પર ભાજપ ના એક ધારાસભ્યના ચાર હાથ છે.એટલે જ તે દાદાગીરી કરી રહ્યો છે. અલ્તાફ બાસીને તો હવે ગુજરાતનો “અતીક એહમદ” બનવું છે. અલ્તાફ બાસી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે જે ધમકીઓ આપે છે. ગોમતીપુર,રખિયાલ, બાપુનગર માં બાસી એ ત્રાસ મચાવ્યો છે. સ્થાનિક મુસ્લિમો નું કહેવું છેકે, બાસી પર પાસા ગુંડા ધારા લેન્ડ ગ્રેબીયલ કાયદા મુજબ એટલા ગંભીર ગુનાઓ નોધાયા છે, જેથી કડક પગલાં લેવા જાેઈએ.
ગોમતીપુર વોર્ડના કોર્પોરેટર ફરિયાદી રુખસાનાબાનું હારૂનભાઈ ઘાંચી લેખિત અરજીમાં આક્ષેપ કર્યો છે કે “અલ્તાફખાન જબ્બારખાન પઠાણ ઉર્ફે અલ્તાફ બાસી બુટલેગર છે,તે ખુબજ માથે ભારે તથા ગુંડા તત્વોનો મોટો જૂથ ધરાવતો હોઈ કોઈ પણ વ્યક્તિ ઉપર જાનલેવો હુમલો કરી દે છે. જેના સામે લોકલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેની સામે ગુનો નોધતા પણ ઘબરાય છે.અલ્તાફ બાસીનો સંપર્ક ઉત્તરપ્રદેશના કુખ્યાત ડોન અતીક એહમદ સાથે જાેડાયેલ હતો તે બાબતે અનેક સમાચારપત્રોમાં સમાચાર પ્રસિદ્ધ થયેલા છે તે જ રસ્તે ચાલીબાસી હવે ગુજરાતનો અતીક એહમદ જેવો બનવા જઈ રહ્યો છે.
- અલ્તાફ બાસીને પોલીસ સાથે ઘરોબો, જાે કોલ ડીટેલ કાઢવામાં આવે તો ચોંકાવનારી વિગતોનો પર્દાફાશ થાય
અલ્તાફ બાસી ના અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ સાથે નજીક ના સંબંધ છે. જેથી પોલીસ ખાતાની પુરેપુરી માહિતી અલ્તાફ બાસીને સમયસર મળતી રહે છે. અલ્તાફ બાસીની કોલ ડીટેલ કઢાવવામાં આવે તો અનેક ષડયંત્ર, ગુનાહિત પ્રવુત્તિઓ જેમ ખંડણી, ભૂ માફિયા, ડ્રગ્સ જેવા ધંધાનો ખુલાસો થઈ શકે છે.
- ટપોરી બાસી રાજકીય પીઠબળ, પોલીસના સહારે ગુંડો બન્યો
અલ્તાફ બાસી આમ તો સામાન્ય ટપોરી હતો, પરંતુ સમય જતાં તેને ચોક્કસ પોલીસ અધિકારીઓ, અને રાજકીય નેતાઓનું પડદા પાછળ સમર્થન મળતું ગયું અને ત્યાર બાદ તે બાપુનગર, રખિયાલ ગોમતીપુર તથા આસપાસના વિસ્તારોમાં ધાકધમકી, દાદાગીરી અને ભયનું સામ્રાજ્ય સર્જતો રહ્યો, તેની વિરુદ્ધ ૧૭ ગુનાઓ અત્યાર સુધી દાખલ થઈ ચૂક્યા છે, હત્યાના ગુનામાં હાલ તે જામીન મુક્ત છે.
- કોંગ્રેસના ઉમેદવારને હરાવવા અલ્તાફ બાસી અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણી લડયો
વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ના ઉમેદવારને હરાવવા અલ્તાફ બાસીઅપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણી લડયો હતો. આ રીતે ઉમેદવારી નોંધાવી રાજકીય રીતે પોતાનો વગ બતાવીને દૂર ઉપયોગ કરે છે અને પોલીસ મારું કાંઈ બગાડી શકશે નહીં તેવી ધમકી આપે છે. લોકલ પો.સ્ટેશન અને તેના સ્ટાફને ગાંઠતો જ નથી.”
ચારટોડા કબ્રસ્તાનમાં દબાણ હટાવવાની સોપારી, સુન્ની મુસ્લિમ વક્ફ કમિટીના એક નેતાએ જ ગુનેગાર અલ્તાફ બાસીને કામ સોંપ્યું
(સિટી ટુડે) અમદાવાદ, તા.૧૬
અહેમદાબાદ સુન્ની મુસ્લિમ વક્ફ કમિટીના સર્વેસર્વા એક નેતાએ ગુનેગાર અલ્તાફ બાસીને કબ્રસ્તાન માં દબાણ હટાવવાનું કામ સોંપ્યુ હોવાની ચર્ચા છે. વક્ફ કમિટીએ ચારતોડા કબ્રસ્તાનના દબાણો ખાલી કરાવવા માટે રૂપિયા પણ ખર્ચ્યા હોવાની વાતો સામે આવી રહી છે. એક નહીં અનેક ગુનાઓ આચરી ચૂકેલા અલ્તાફ બાસી વક્ફ કમિટીના સંપર્કમાં કેવી રીતે આવ્યો તે પણ એક સવાલ છે.
ચર્ચા અનુસાર ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન અલ્તાફ બાસી પાસે ચારતોડા કબ્રસ્તાનમાં થયેલા ગેરકાયદે દબાણોને દૂર કરવાની વાત આવી હતી. ગોમતીપુર વિસ્તારમાં ખૌફ જમાવવા અલ્તાફ આગળ આવ્યો હતો. ગત ૧૦ મેના રોજ વક્ફ કમિટીએ ચારતોડા કબ્રસ્તાનમાં જવાનો એક રસ્તો બંધ કરતા સ્થાનિકોએ ઉહાપોહ કર્યો હતો.
કમિટીના સભ્યો સાથે ગાળાગાળી-ધક્કામુક્કી પણ કરી હતી. ત્યારબાદ આ મામલો ગોમતીપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. સાંજે આ ઘટનાની જાણ થતાં ભાઇ બનવાના સપનાં જાેતો અલ્તાફ બાસી તેના ભત્રીજાઓ અને સાગરીતો સાથે હથિયારો લઈને ચારતોડા કબ્રસ્તાન પહોંચી ગયો હતો.