અમદાવાદ, તા.૨૨
અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આંતંકીઓ ઝડપાયા છે. ગુજરાતમાં આતંક મચાવવા આવેલા આંતકી મુદે વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે. વિધાનસભા વિપક્ષ ના નેતા અમિત ચાવડા સરકાર ને વેધક સવાલ કર્યો છેકે, આતંકવાદી હોય કે ડ્રગ્સ બધું જ ગુજરાતમાં ઘૂસી જાય છે. ત્યારે ગુજરાતનું આઈબી અને ગૃહ વિભાગ શું કરે છે ? હવે ગુજરાતની સુરક્ષા સામે પણ સવાલ છે. ચૂંટણી સમયે જ આતંકવાદીઓ કેમ પકડાય છે. જાે કે, આ વખતે આશ્ચર્ય થયું કે ગુજરાતમાં ચૂંટણી બાદ આતંકવાદીઓ પકડાયા છે. કદાચ દિલ્હીથી મેસેજ મોડા મળ્યા હશે એટલે એવું થયું હશે.
ચાવડા એ એવો ટોણો માર્યો કે,ગૃહ વિભાગ વિપક્ષની જાસૂસી કરાવવાને બદલે અસામાજિક પ્રવૃત્તિ પર ધ્યાન આપે તો વધુ સારું. અમિત ચાવડાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પેન્ડિંગ હોવા મામલે આરોપ લગવાતા કહ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાકી હોવાથી વહીવતદારોનું શાસન છે. સરકારમાં અમે રજૂઆત કરી છે કે વહીવટદારોના શાસનનો અંત લાવી ચૂંટણીઓ કરાવવામાં આવે. પણ કોઈ નોંધ લેવાતી નથી. ૬૫૦૦ ગ્રામ પંચાયત, ૨ જિલ્લા પંચાયત, ૧૭ તાલુકા પંચાયત અને ૭૫ નગરપાલિકાઓની ચૂંટણીઓ હાલ પણ બાકી છે. છેલ્લા બે વર્ષથી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ કરાવવામાં આવી નથી.