સુરત, તા.૨૩
કિર્ગીસતાનમાં ભણવા ગયેલા વિદેશી વિધાર્થીઓ પર સ્થાનિક વિધાર્થીઓના હુમલા બાદ પરિસ્થિતિ વણસી છે. સુરતના ૧૦૦ કરતા વધુ વિધાર્થીઓ ફસાયા છે. અંદાજીત ૧૦૦ જેટલા વિધાર્થીઓ કિર્ગીસતાન માં ફસાતા સુરત રહેતા પરિવારજનોની ચિંતા વધી છે. પરિવારના સભ્યો વિદેશ મંત્રી જાેડે પણ સતત સંપર્ક કરી રહ્યાં છે. કિર્ગીસ્તાનમાં ફસાયેલી સુરતની રિયા લાઠીયાએ સોશિયલ મીડિયા દ્રારા મદદ માંગી હતી. રિયા લાઠીયા યુનિવર્સીટી ઓફ કસ્મામાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે,કિર્ગિસ્તાનમાં વધી રહેલા વિદેશીઓ હુમલામાં સતત ભારતીય વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવતા હોવાની ઘટના બની છે, સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરતના ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનમાં ફસાયા છે. સુરતના વિદ્યાર્થિઓએ મદદ માટે સોશલ મીડિયા દ્રારા અરજ કરી છે. ભારત સરકાર પાસે મદદ માગતા આ વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર વ્યથા રજૂ કરતા પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો.
કિર્ગીસ્તાનમાં ભણતી દીકરીના માતા પિતાએ દીકરીની સ્થિતિ વર્ણવી હતી. મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, “મારી દીકરી કિર્ગીસંતાનમાં એમબીબીએસનો અભ્યાસ કરે છે, ત્યાં મારી દીકરીને ભોજન શુદ્ધા મળતું નથી, હાલ ત્યાં ત્યાં લાઇટની વ્યવસ્થા પણ નથી. જાે કે ત્યાંની સ્થાનિક પોલીસની ખૂબ જ મદદ મળી રહી છે, રિયાનો ગત રોજ કોલ આવ્યો હતો, તેમણે કહ્યું કે,બારીઓ ઉપર ગોળીબાર કર્યો હતો, ફ્લેટના લોક પણ તોડી નાખવામાં આવ્યા હતા. રિયા જાેડે ત્રણ અન્ય વિધાથીઓ પણ રહે છે. મોદી સરકારને અપીલ છેકે રિયાને પરત સ્વદેશ લાવવામાં સત્વરે મદદ કરે.શિક્ષણમંત્રી ને પણ આ બાબતે રજુવાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં મુખ્ય સચિવ રાજકુમારને કિર્ગિસ્તાનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓની સલામતી માટે યોગ્ય સંકલન કરવા જણાવ્યું હતું. મુખ્ય સચિવ રાજકુમારે ભારત સરકારના વિદેશ મંત્રાલય અને કિર્ગિસ્તાનના રાજદૂતાવાસનો સંપર્ક કરીને આ વિદ્યાર્થીઓને સલામત વતન પરત લાવવાની વ્યવસ્થાઓની વિગતો મેળવી હતી. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, કિર્ગિસ્તાનમાં મેડિકલ અને અન્ય ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત સહિત ભારતના ૧૭ હજાર જેટલા વિદ્યાર્થીઓ વસેલા છે.
કિર્ગિસ્તાનમાં સ્થિત ભારતીય રાજદૂતાવાસ ત્યાંની યુનિવર્સિટી અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને ભારતીય વિદ્યાર્થીઓની સલામતી માટે યોગ્ય વ્યવસ્થાઓ કરવા તેમને જણાવાયું છે. એટલું જ નહીં, કિર્ગિસ્તાનમાં રહેલા ભારતીય વિદ્યાર્થીઓ રાજદૂતાવાસનાં સંપર્કમાં રહીને તેમની વિગતો આપી શકે તે માટે બે હેલ્પલાઈન નંબર ૦૫૫૭૧૦૦૪૧ અને ૦૫૫૦૦૫૫૩૮ પણ ૨૪ટ૭ કાર્યરત કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓના પરિવારોને વિનંતી કરવામાં આવી છે કે, કેટલાક તત્વો દ્વારા હુમલાઓ અંગે ફેલાવવામાં આવતી અફવાઓ પર ધ્યાન ન આપે.