(સિટી ટુડે) સુરત, તા.૩૦
બહુચર્ચિત કેસની વિગત એ રીતની છે કે, તા.૨૫/૦૧/૨૦૨૪ રોજ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ઓલપાડ પો.સ્ટે. પાર્ટ -એ ગુ.ર. નંબર : ૧૧૨૧૪૦૪૨૨૪૦૦૬૨/૨૦૨૪ થી ઈ.પી.કોડની કલમ ૩૦૨, ૧૧૪, ૩૪ તથા ધી આર્મ્સ એક્ટ – ૧૯૫૯ ની કલમ – ૨૫(૧-બી)(એ) મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ હતો. તે ગુન્હાની હકીકત તા.૨૫/૦૧/૨૦૨૪ ના કલાક ૦૩:૦૦ થી ૦૩:૧૫ વાગ્યાના સમયગાળા દરમ્યાન મોજે – ઓલપાડ ગામ, પરા મહોલ્લો, ગોરખુદાવાડ, ઈસ્માઈલ અહેમદ શેખના મકાનના બીજા માળે છતના ભાગે આવેલ રૂમમાં તા.ઓપલાડ, જી.સુરત ખાતે અંજરઅલી હૈદરઅલી મલેક નાઓને કોઈક કારણસર શરીરે ઉપરા છાપરી ચપ્પુના ઘા કરી તેને માથામા તથા ચહેરા ઉપર તથા શરીર ઉપર ગંભીર મરણતોલ ઈજા પહોંચાડી તેનું મોત નિપજાવી ખુન કરી નાશી જઈ ગુન્હો કરેલ હોય તે મુજબની ફરીયાદ નોંધવામાં આવેલ હતી.
હાલના ગુન્હાના કામે આરોપી – ઈસ્માઈલ ઉર્ફે ઈસ્માઈલ ઘોડાવાલા અહમદ શેખ નાઓની ધરપકડ તા.૦૯/૦૨/૨૦૨૪ ના રોજ કરવામાં આવેલ હતી અને ત્યારબાદ આરોપીને તા.૧૫/૦૨/૨૦૨૪ ના રોજથી લાજપોર મધ્યસ્થ જેલ, સુરત મુકામે મોકલી આપવામાં આવેલ. હતા. ત્યારબાદ આરોપી ઈસ્માઈલ ઉર્ફે ઈસ્માઈલ ઘોડાવાલા અહમદ શેખ નાઓ તફે રેગ્યુલર જામીન ઉપર મુક્ત થવાને માટે વકીલશ્રી ગૌતમ આઈ. દેસાઈ, રવિ જી. દેસાઈ તથા ઝફર કે. બેલાવાલા નાઓ મરફત જામીન અરજી દાખલ કરવામાં આવેલ અને બંને પક્ષનાઓની વિગતવારની સુનાવણી બાદ નામદાર સેશન્સ કોર્ટ, સુરત નાઓએ આરોપી – ઈસ્માઈલ ઉર્ફે ઈસ્માઈલ ઘોડાવાલા અહમદ શેખ નાઓને કેટલીક શરતોને આધિન રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરતો હુકમ કરેલ છે.
આરોપીની જામીન અરજીની સુનાવણી વખતે બચાવ પક્ષે મુખ્ય રજુઆત એ રીતની હતી કે, “આરોપી – ઈસ્માઈલ ઉર્ફે ઈસ્માઈલ ઘોડાવાલા અહમદ શેખ નાઓને આ ગુન્હાના કામે તદ્દન ખોટી રીતે પાછળથી સંડોવી દીધેલ છે. આ કામે તપાસ પુર્ણ થઈ ગયેલ છે અને ચાર્જશીટના પેપર્સો અને ફરીયાદ પક્ષના કેસને જોવામાં આવે તો આરોપી – ઈસ્માઈલ ઉર્ફે ઈસ્માઈલ ઘોડાવાલા અહમદ શેખ નાઓને પાછળથી કોઈ બદઈરાદે આ ગુન્હામા સંડોવવામાં આવે છે અને ચાર્જશીટના તમામ પેપર્સો જોતા ફક્ત ફક્ત સહઆરોપીના નિવેદન સિવાય અન્ય કોઈ પુરાવાઓ ચાર્જશીટના પેપર્સોમાં જણાય આવતા નથી અને કહેવાતા ગુન્હા પાછળનો કોઈ મોટીવ પણ તપાસના કામે જણાય આવતો નથી અને તેવા સંજોગોમાં આરોપીને તપાસ પુર્ણ થઈ ગયેલ હોય, જામીન ઉપર મુક્ત કરવો જોઈએ” તે મુજબની ભારપુર્વકની રજુઆતો કરવામાં આવેલ હતી.
આરોપી – ઈસ્માઈલ ઉર્ફે ઈસ્માઈલ ઘોડાવાલા અહમદ શેખ નાઓ તર્ફે વકીલ ગૌતમ આઈ. દેસાઈ, રવિ જી. દેસાઈ તથા ઝફર કે. બેલાવાલા નાઓએ જામીન અરજીની સફળ રજુઆત કરેલ હતી.