- અમિત શાહ, રૂપાલા થી માંડી ગેનીબેન ઠાકોર, ચેતર વસાવા નું ભવિષ્યનક્કી થશે
- પાંચ લાખથી બધીય બેઠક જીતવાનો પાટીલ નો લક્ષ્યાંક સિદ્ધ નહિ થાય
- ગુજરાતમાં વિપરીત પરિણામ આવશે, સત્તાબઝાર, એક્ઝીટ પોલ ખોટા પડી શકે છે
- બનાસકાંઠા, આણંદ, ભરૂચ,સુરેન્દ્રનગર કોંગ્રેસ જીતે તો નવાઈ નહિ
- સવારે 11 વાગ્યાથી જ ટ્રેન્ડ સામે આવી જશે, બપોરે બે વાગે ચિત્ર સ્પષ્ટ થઇ જશે
(સિટી ટુડે)અમદાવાદ,તા.૦૩
આવતીકાલે મંગળવારે લોકસભા ની ચૂંટણી પરિણામ જાહેર થશે ત્યારે એક્ઝીટ પોલ અને સટ્ટા બજાર કેટલા સાચા પડૅ એ તો પરિણામ પછી જ ખબર પડૅ. પણ વિપરીત પરિણામ આવે તેમ છે.
આવતીકાલે ગુજરાતીની જનતા પણ ફેંસલો આપશે. હવે જોવાનું એ રહ્યું કે, શું ફરી ભાજપનું રોલર ફરશે કે કોંગ્રેસ પંક્ચર પાડશે?. આવતીકાલે અમિત શાહ, રૂપાલા, માંડવીયા, મોઢવાડીયા, અમિત ચાવડાથી માંડી ગેનીબેન ઠાકોર, ચેતર વસાવા નું ભવિષ્ય નક્કી થશે. ગુજરાતમાં કુલ 266 ઉમેદવારનું ભવિષ્ય કાલે નક્કી થશે.
ચર્ચા છેકે,ગુજરાતમાં વિપરીત પરિણામ આવશે. તેમાંય બનાસકાંઠા, આણંદ, ભરૂચ,સુરેન્દ્રનગર કોંગ્રેસ જીતે તો નવાઈ નહિ. જોકે, ભાજપ 26 બેઠક જીતવાનો દાવો કરી રહી છે.
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓ સંદર્ભે રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર મંગળવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવશે. રાજ્યના 26 મતગણતરી કેન્દ્રો ખાતે તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 30 ચૂંટણી અધિકારી અને 175 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે.
મતગણતરી મથકો પર માત્ર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરિક્ષકો, ફરજ પરના કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો, તેમના ચૂંટણી એજન્ટો તથા કાઉન્ટિંગ એજન્ટ્સ પ્રવેશ કરી શકશે.. આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા જેમને અધિકાર પત્રો આપવામાં આવ્યા છે, માત્ર તેવા જ મીડિયાકર્મીઓ પ્રવેશ કરી શકશે.
રાજ્યના 26 મતગણતરી કેન્દ્રો ખાતે તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.. સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 30 ચૂંટણી અધિકારી અને 175 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે..
મતગણતરી મથકો પર માત્ર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરિક્ષકો, ફરજ પરના કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો, તેમના ચૂંટણી એજન્ટો તથા કાઉન્ટિંગ એજન્ટ્સ પ્રવેશ કરી શકશે. આવતીકાલે સવારે RO કે ARO, ઉમેદવાર કે તેમના અધિકૃત પ્રતિનિધિઓ તથા ECI દ્વારા નિમણૂંક પામેલા Observers ની હાજરીમાં Strong Room ખોલવામાં આવશે. ત્યારબાદ EVM તથા પોસ્ટલ બેલેટ બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં લાવી મતોની ગણતરી શરુ કરાશે. તમામ કાઉન્ટિંગ સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. મતગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસ, મતગણતરી લોકેશન પર SRPF અને મતગણતરી કેન્દ્રના દરવાજા તથા સ્ટ્રોંગરૂમની બહાર CAPF નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ફરજ પરના અધિકારીઓ, ઉમેદવાર, ઉમેદવારના ચૂંટણી એજન્ટ અને કાઉન્ટિંગ એજન્ટ સિવાય અન્ય વ્યક્તિઓને આ સંકુલમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.
એક્ઝિટ પોલમાં ફરી એકવાર મોદી સરકાર કમબેક થવાની વાત કહી છે ત્યારે ચૂંટણી પંચ 8 વાગ્યાથી મત ગણતરી શરૂ કરશે. પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ ઈવીએમના મતોની ગણતરી કરવામાં આવશે. લોકસભા ચૂંટણીની સાથે આંધ્રપ્રદેશ અને ઓડિશા વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ જાહેર કરવામાં આવશે. એક્ઝિટ પોલ પ્રમાણે ફરી એકવાર મોદી સરકાર આવી રહી છે, પરંતુ NDA 400નો આંકડો પાર કરે તેવું લાગતું નથી.