સુરત, તા.૧૧
સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ એસીબીના હાથે ઝડપાવવાનો સિલસિલો હજી પણ યથાવત જાેવા મળી રહ્યો છે. મ્યુનિસિપલ કમિશનરનો કોઈપણ ભાગ અધિકારીઓ ઉપર જાેવા મળી રહ્યો નથી.
કમિશનરની જાણે કોઈ પણ પ્રકારની ઢાક ના હોય તે રીતે બેફામ બનીને ઉઘરાણી અને તોડપાણી કરતા અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે. ત્યારે આજે ઉધના સાઉથ ઝોન-એના આકારણી વિભાગના બે ક્લાર્કને એસીબીએ ૩૫ હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. કર્મચારીઓને ગેરકાયદેસર અને કાયદેસર કામ કરાવવાના પૈસા તો આપવા જ પડે છે. એ પ્રકારની છબી સુરત કોર્પોરેશનની બની રહી છે. રીકવીજેશનની કાર્યવાહી કરવાના અવેજ પેટે ૩૫ હજારની લાંચ માંગવામાં આવી હતી. દરમિયાન એસીબીએ છટકું ગોઠવી બંનેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં ઉધના સાઉથ ઝોન-છમાં આકરણી વિભાગના ક્લાર્ક જીજ્ઞેશકુમાર ચિમનભાઇ પટેલ અને મેહુલકુમાર બાલુભાઇ પટેલને એસીબીએ ૩૫ હજારની લાંચ લેવા મામલે ઝડપી પાડ્યા છે. એસીબીએ છટકું ગોઠવીને ખટોદરા રોકડીયા હનુમાન મંદિરની પાછળથી લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. એક વ્યક્તિ મકાનનો વેરો મકાનનો વેરો સુરત મહાનગરપાલિકામાં ભરતા આવેલ હોય. જે મકાનનો વેરો દર ત્રણ વર્ષે રિકવીઝેશન કરવાનો થતો હોય જે વેરો રીકવીજેશનની કાર્યવાહી કરવાના અવેજ પેટે બંને આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ૩૫ હજારની લાંચ માંગી હતી.
આ દરમિયાન ફરિયાદ થતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને મેહુલકુમાર પટેલએ લાંચ સ્વીકારતા જ એસીબીની ટીમ પહોંચી હતી. અને સ્થળ પરથી જ બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.