નવી દિલ્હી : સાઉદી અરેબિયામાં હજ માટે ગયેલા ૧૪ લોકોના મોત થયા છે. રવિવારે અધિકારીઓએ જણાવ્યું કે આ મૃત્યુ ભારે ગરમીને કારણે થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ તમામ લોકો જાેર્ડનના હતા.જાેર્ડનની સરકારી સમાચાર એજન્સી પેટ્રા અનુસાર, જાેર્ડનના વિદેશ મંત્રાલયે કહ્યું કે ૧૪ લોકોના મોત ઉપરાંત ૧૭ લોકો ગુમ છે. મંત્રાલયે અગાઉ કહ્યું હતું કે હીટસ્ટ્રોકના કારણે ૬ લોકોના મોત થયા છે.ગુમ થયેલા ૧૭ લોકોની શોધખોળ ચાલુ છે અને મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને જાેર્ડન લાવવાની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. સાઉદી અરેબિયામાં ખૂબ જ ગરમી છે અને તે દરમિયાન, મક્કામાં ગયા શુક્રવારે સાંજે હજની શરૂઆત થઈ.સાઉદીના હવામાન અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે મક્કા શહેરમાં તાપમાન ૪૭ ડિગ્રી અને મિના શહેરમાં ૪૬ ડિગ્રીએ પહોંચી ગયું.સાઉદી આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ અલ-અબ્દુલાલીએ પત્રકારોને જણાવ્યું હતું કે માત્ર રવિવારે ગરમીના તાણ અને સનસ્ટ્રોકના ૨,૭૬૦ કેસ નોંધાયા હતા. તેમણે કહ્યું કે અસરગ્રસ્ત લોકોની સંખ્યા વધુ વધી શકે છે
, તેથી યાત્રાળુઓએ સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાનું ટાળવું જાેઈએ અને પાણી પીવું જાેઈએ. તેમણે કહ્યું, ‘ગરમી અમારા માટે એક મોટો પડકાર છે.’આ વર્ષે હજ ૧૪ જૂનથી શરૂ થઈ હતી અને ૧૯ જૂન સુધી ચાલશે. દુનિયાભરમાંથી લાખો મુસ્લિમો હજ માટે સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કા પહોંચ્યા છે. ઇસ્લામમાં, શારીરિક અને માનસિક રીતે સક્ષમ મુસ્લિમો માટે હજ કરવી ફરજિયાત છે.ગયા વર્ષે લગભગ ૨૦ લાખ મુસ્લિમો હજ માટે સાઉદી અરેબિયા પહોંચ્યા હતા. આ સમયગાળા દરમિયાન, ૨૪૦ લોકો મૃત્યુ પામ્યા, જેમાંથી મોટાભાગના ઇન્ડોનેશિયાના હતા. જાે કે તેમના મૃત્યુ પાછળનું કારણ જાણવા મળ્યું નથી. એક સાઉદી અધિકારીએ ન્યૂઝ એજન્સી એએફપીને જણાવ્યું હતું કે ગયા વર્ષે ગરમી સંબંધિત બીમારીના ૧૦,૦૦૦ કેસ નોંધાયા હતા, જેમાંથી ૧૦% હીટસ્ટ્રોકના કેસ હતા.દર વર્ષે, સાઉદી અરેબિયા મક્કાના પવિત્ર સ્થળોની મુલાકાત લેવા માટે મોટી વ્યવસ્થા કરે છે, પરંતુ ભારે ભીડ અને તીવ્ર ગરમીના કારણે હાજીઓ અને પોલીસ અધિકારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.