કોગ્રેસ પક્ષના સીનીયર એડવોકેટ અભિષેક મનુસીંઘવી તથા ગેરસંવૈધાનિક વકફ કાનૂન વિરુદ્ધ યાચિકાકર્તા સાંસદશ્રીઓને અભિનંદન
રાહુલજી સમક્ષ ૧૫ એપ્રિલના રોજ એનેક્ષી, અમદાવાદ ખાતે શ્રી શક્તિસિંહ ગોહિલજીની મધ્યસ્થતાથી વર્શીપ એક્ટ અને ભડકાઉ ભાષણ-મોબલીચીગની સુનાવણી સમયે સુપ્રિમ કોર્ટમાં કોંગ્રેસના રાજ્યસભાના સાસંદ અને એડવોકેટ
અભિષેક મનુસીંઘવી તથા સલમાન ખુરશીદ ઉપસ્થિત રહ્યા હોવાનો મારા દ્વારા પ્રસંશનીય ઉલ્લેખ કરવામાં આવ્યો કોંગ્રેસ પક્ષના સંસદસભ્યશ્રીઓ મોહંમદ જાવેદ, ઈમરાન પ્રતાપગઢી, ઈમરાન મસુદ અને નાસિર હુસૈન સહિત અન્ય યાચિકાકર્તાઓ દ્વારા સુપ્રિમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી તેમાં ૧૬ અને ૧૭ એપ્રિલ ૨૦૨૫ના રોજ સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થતા કોંગ્રેસ પક્ષના સાસંદો વતી નામદાર સુપ્રિમ કોર્ટમાં કોગ્રેસના રાજ્યસભાના સાંસદ અને સીનીયર એડવોકેટ શ્રી અભિષેક મનુસીઘવી સહિત અન્ય પક્ષકારોએ ધારદાર દલીલો કરી હતી. મુખ્યત્વે શ્રી અભિષેક મનુસીથવીની દલીલો માન્ય રાખતા નામદાર સુપ્રિમ કોર્ટે અંતરિમ આદેશ આપતા કેન્દ્ર સરકારને ૭. દિવસમાં જવાબ રજૂ કરવાનો સમય આપ્યો હતો અને બીજો હુકમ થાય ત્યાં સુધી યથાસ્થિતિ જાળવી રાખવા આદેશ કર્યો છે.
વકફ એમેન્ડમેન્ટ બીલને જેપીસી સમક્ષ ચર્ચા વિચારણા માટે મૂકવામાં આવ્યું ત્યારે કોંગ્રેસ પક્ષ સહિતના ઈન્ડિયા ગઠબંધનના તમામ સાથીઓએ જોરદાર તાર્કિક વાંધાઓ રજૂ કર્યા હતા. પરંતુ સરમુખત્યારશાહી સરકારના ઈશારે જેપીસીના અધ્યક્ષે વિરોધ પક્ષના તમામ વાંધાઓ નામંજુર કરી સંસદમાં વકફ બિલને મંજુરી માટે મોકલી આપેલ. વકફ એમેન્ડમેન્ટ બિલ સંસદમાં રજૂ થતા કોગ્રેસ સહિતના ઈન્ડિયા ગઠબંધનના તમામ સાંસદોએ ખૂબ જ દ્દઢતાપૂર્વક તેમની તાર્કિક દલીલો દ્વારા વકફ બિલનો વિરોધ નોંધાવ્યો હતો પરંતુ સરમુખત્યાર સરકારે બહુમતીના જોર ગેરસંવૈધિનક બિલને મંજુરી આપી દીધી હતી.
બિલ મંજુર થતા કોંગ્રેસ પક્ષના પ્રવકતા પવન ખેડાજીએ પ્રેસ કોન્ફરન્સ મારફતે સ્પષ્ટતા કરતા જણાવ્યુ હતુ કે ગેરસંવૈધાનિક વકફ બિલને કોગ્રેસ પક્ષે સુપ્રિમ કોર્ટમાં પડકારવાની જાહેરાત કરી હતી. પરિણામે સૌપ્રથમ કોગ્રેસ પક્ષના સંસદસભ્યશ્રીઓ મોહંમદ જાવેદ, ઈમરાન પ્રતાપગઢી, નાસિર હુસેન અને ઈમરાન મસુદ એ ગૈરસંવૈધાનિક વકફ ાનનને રદ કરવા સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, મારા દ્વારા તા. ૨૯ નવેમ્બર થી ૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધી નવી દિલ્લી ખાતે રોકાણ કરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી શક્તિસિંહ ગોહિલજીની મધ્યસ્થતાથી પૂર્વ વિદેશ મંત્રી શ્રી સલમાન ખુરશીદ, સંસદસભ્યશ્રીઓ તારિક અનવર, શ્રી નાસિર હુસેન અને શ્રી ઈમરાન પ્રતાપગઢી, શ્રી ઈમરાન મસુદ દ્વારા કોગ્રેસ અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગે અને નેતા વિપક્ષ શ્રી રાહુલ ગાંધીજી ને નમ્ર વિનંતી કરી હતી કે કોંગ્રેસ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીજી દેશની સમગ્ર ૧૪૦ કરોડ જનતાના સંવિધાનની રક્ષા માટે અવાજ બુલંદ કરી રહ્યા છે ત્યારે વર્તમાન ભાજપ સરકાર દ્વારા સૌથી વધારે મુસ્લિમ સમાજના સંવૈધાનિક અધિકારોનું હનન કરવામા આવી રહ્યાની રજૂઆત કરી હતી.
મુસ્લિમ સમાજને સંવૈધાનિક અધિકારો અને ન્યાય અપાવવા જમીયતે ઉલમાએ હિન્દ (અર્શદ મદની) વર્શીષ એક્ટ, બુલડોઝર અને ભડકાઉ ભાષણ બાબતે સુપ્રિમ કોર્ટમાં કાનૂની લડાઈ લડી રહ્યા છે. જમીયતે ઉલમાએ હિન્દ (અર્શદ મદની) દ્વારા દાખલ કરાયેલ અરજી પરત્વે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થનાર છે.
તેવા સમયે કોગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધીજી દ્વારા દેશની સમગ્ર ૧૪૦ કરોડ જનતાના સંવૈધાનિક અધિકારોના રક્ષણ માટે લડત લડવામાં આવી રહી છે ત્યારે મુસ્લિમ સમાજને પણ સંવૈધાનિક રીતે ન્યાય મળી રહે માટે કોગ્રેસ પક્ષે પહેલ કરી જમીયતે ઉલમાએ હિન્દ (અર્શદ મદની) વતી વર્શીપ એક્ટ, બુલડોઝર – ભડકાઉ ભાષણ અંગે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી દરમ્યાન આગામી તારીખ ૪ ડિસેમ્બરના રોજ વર્શીપ એક્ટ તેમજ ૧૨ ડિસેમ્બરના રોજ ભડકાઉ ભાષણ-મોબલીચીગની સુનાવણી સમયે કાનૂની પક્ષ રાખવા કોગ્રેસ પક્ષ વતી સાંસદ અને એડવોકેટ અભિષેક મનુસીધવી તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી એડવોકેટ સલમાન ખુરશીદજીની માનદ સેવા અપાવવા શ્રી શક્તિસિંહ ગોહિલની મધ્યસ્થતા સહિત મુસ્લિમ સાંસદો દ્વારા કરાયેલ વિનંતીના પગલે કોગ્રેસ અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગેજી અને શ્રી રાહુલજી ની સૂચનાથી બંને એડવોકેટશ્રીઓએ તારીખ ૪ ડિસેમ્બરના રોજ વર્શીપ એક્ટ તેમજ ૧૨ ડિસેમ્બરના રોજ ભડકાઉ ભાષણ-મોબલીચીગની સુનાવણી સમયે સુપ્રિમ કોર્ટમા ઉપસ્થિત રહી ધારદાર તાર્કિક દલીલો કરી હતી જેમાં વર્શીપ એક્ટ બાબતે સુપ્રિમ કોર્ટે અંતિમ આદેશ આપવામાં આવે ત્યાં સુધી યથાસ્થિતિ જાળવવાનો અંતરિમ આદેશ આપ્યો હતો.
ગ્યાસુદ્દીન શેખ – પૂર્વ ધારાસભ્યશ્રી દરિયાપુર વિધાનસભા