નવી દિલ્હી, તા.૨
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જીએસટીમાં મોટી રાહત આપી શકે છે. સરકાર ટેક્સમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે. મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી આવી વસ્તુઓ પર રાહત આપી શકશે. હાલમાં તેમના પર ૧૨% જીએસટી વસૂલવામાં આવે છે.
સરકાર ૧૨% જીએસટી યાદીમાં મોટાભાગની વસ્તુઓને ૫% સ્લેબમાં મૂકવા અથવા ૧૨% સ્લેબને જ સમાપ્ત કરવાનું વિચારી રહી છે. સામાન્ય લોકો દ્વારા રોજિંદા ઉપયોગમાં લેવાતી મોટાભાગની વસ્તુઓ આ શ્રેણીમાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં આ અંગે ર્નિણય લઈ શકાય છે. આ બેઠક આ મહિને યોજાઈ શકે છે. બેઠક માટે ૧૫ દિવસની નોટિસ આપવાની રહેશે. જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ દેશભરમાં એક કર પ્રણાલી તરીકે રજૂ કરવામાં આવ્યો હતો જેથી વિવિધ કરને એકસાથે જાેડી શકાય. પરંતુ હવે ૮ વર્ષ પછી, સરકાર બીજાે મોટો ફેરફાર કરવા જઈ રહી છે, જેનો સીધો ફાયદો સામાન્ય લોકોને થઈ શકે છે. સરકાર હવે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સિસ્ટમમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. ૧૨% ટેક્સ સ્લેબને દૂર કરવાની અને તેની હેઠળ આવતી ઘણી વસ્તુઓને ૫% ટેક્સ હેઠળ લાવવાની યોજના છે. આના કારણે, ચંપલ, મીઠાઈઓ, કેટલાક કપડાં અને ડેરી ઉત્પાદનો જેવી ઘણી વસ્તુઓ સસ્તી થઈ શકે છે. આ સાથે, કાર, તમાકુ, પાન મસાલા, ઠંડા પીણા વગેરે જેવી મોંઘી વસ્તુઓ પર વધારાના કર ને સીધા જીએસટી દરમાં સમાવવાની યોજના છે.
આ ફેરફાર સાથે, રોજિંદા વસ્તુઓ સસ્તી થઈ શકે છે, ટેક્સ ચૂકવવાનું અને વર્ગીકરણ સરળ બનશે. સરકાર અને રાજ્યોને કરનો વધુ હિસ્સો મળશે, ઉદ્યોગપતિઓ માટે જટિલતા ઓછી થશે. આ ઉપરાંત, લોકોને કિંમતોમાં પારદર્શિતા જાેવા મળશે. જાે બધા રાજ્યો સંમત થાય, તો આગામી મહિનાઓમાં દેશભરમાં ઘણી વસ્તુઓ સસ્તી થઈ શકે છે.
