(સિટી ટુડે) સુરત, તા.૨૪
લાલગેટ પોલીસ મથકની હદમાં આવેલ આઇ.પી.મીશન સ્કુલ પાસે ઐયુબ ઝીકરભાઇ મેમણ નામના ફરીયાદીએ જણાવ્યા મુજબ, બનેવી આરીફ વાડીવાલાએ જુની અદાવતમાં ઐયુબ મેમણની પત્નીને જુના ઝઘડામાં જુની અદાવત રાખી એલ ફેલ ગાળો ન બોલવા રોકવા જતા ઉશ્કેરાઇને આરીફ વાડી તથા તેમનો પુત્ર સાકીબ વાડીવાલા અને સલમાન કાંસ્કી સ્થળ પર પહોંચી તથા ઐયબુ મેમણની બહેનને પણ ગાળો આપી મહિલાઓ સાથે મારામારી કરતા મહિલાઓને પણ નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જેમાં વિનસ હોસ્પિટલ ખાતે મહિલા સહિતના ફરીયાદીએ સારવાર કરાવી હતી. ત્યારબાદ લાલગેટ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરી નામદાર સુરત કોર્ટમાં રજુ કરાતા સુરત કોર્ટે સાત વર્ષની અંદરની સજાની જાેગવાઇ વાળા ગુનામાં પોલીસ મથકમાંથી આરીફ વાડીવાલા, સલમાન કાંસ્કી, સાકીબ વાડીવાલા સહિતનાઓને સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ ટેબલ જામીન આપવાનું જણાતા પોલીસ દ્વારા જામીન આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીઓના વકીલ તરીકે ઝફર બેલાવાલા તથા વાજીદ શેખનાઓએ કોર્ટમાં દલીલો કરી હતી.










