ગાંધીનગર, તા.૫
ગુજરાતમાં ચાલી રહેલી મતદાર યાદી શુદ્ધિકરણ ઝુંબેણ દરમિયાન સામે આવ્યું કે રાજ્યભરમાં વર્તમાન મતદાર યાદીમાં ૧૭ લાખથી વધુ મૃતક મતદાતા હજુ પણ સામેલ છે. આ વાત ચીફ ઇલેક્ટોરલ ઓફિસર (CEO) ની ઓફિસ દ્વારા એક અખબારી યાદીમાં કહેવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું કે ગુજરાતમાં SIR ની આ એક્સરસાઇઝ ૪ નવેમ્બરે બુથ લેવલ ઓફિસર દ્વારા પોતાના નક્કી વિસ્તારમાં ગણતરી ફોર્મ વેચવાની સાથે શરૂ થઈ અને આ કાર્યવાહી ૧૧ ડિસેમ્બર સુધી ચાલશે.
તેમાં કહેવામાં આવ્યું- છેલ્લા એક મહિનામાં ૨૦૨૫ની મતદાર યાદીમાં નોંધાયેલા ૫ કરોડથી વધુ મતદાતાને ગણતરી ફોર્મ આપવામાં આવ્યા છે. મોટા ભાગના ૩૩ જિલ્લામાં ૧૦૦ ટકા ફોર્મ વહેંચવાનું કામ થઈ ગયું છે. હવે પરત આવેલા ફોર્મના ડિજિટાઇઝેશનનું કામ ચાલી રહ્યું છે. અત્યાર સુધી ૧૮૨માંથી ૧૨ વિધાનસભા સીટો પર ડિજિટાઇઝેશનનું કામ પૂર્ણ થઈ ગયું છે. જે વિધાનસભા ક્ષેત્રમાં ડિજિટાઇઝેશનનું કામ થઈ ગયું છે, તેમાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા અને થરાદ, દાહોદ જિલ્લાના લિમખેડા, દાહોદ (ST) , અરવલ્લી જિલ્લાની બાયડ, રાજકોટ જિલ્લાની ધોરાજી, જસદણ અને ગોંડલ, જૂનાગઢ જિલ્લાની કેશોદ, ખેડા જિલ્લાની મહેમદાબાદ, આણંદ જિલ્લાની ખંભાત અને નવસારી જિલ્લાની વિધાનસભા સામેલ છે. અખબારી યાદી પ્રમાણે ડાંગ જિલ્લો આ કામમાં સૌથી આગળ છે.
જ્યાં કાઉન્ટિંગ ફોર્મનું ૯૪.૩૫ ટકા ડિજિટાઇઝેશન થઈ ગયું છે. રિલીઝમાં કહેવામાં આવ્યું કે, આ દરમિયાન સામે આવ્યું કે રાજ્યમાં ૧૭ લાખ મૃતકો હજુ પણ મતદાર યાદીમાં સામેલ છે. જ્યારે ૬.૧૪ લાખથી વધુ મતદાતા પોતાના સરનામા પરથી ગાયબ થઈ ગયા છે. તે સામે આવ્યું કે ૩૦ લાખથી વધુ મતદાતા હંમેશા માટે જતા રહ્યાં છે.રિલીઝમાં કહેવામાં આવ્યું કે મ્ન્ર્ંને ૩.૨૫ લાખથી વધુ મતદાતા રિપીટેડ કેટેગરીમાં મળ્યા, જેનો અર્થ છે કે તેના નામ એકથી વધુ જગ્યાઓ પર છે.








