નવાદા, તા.૧૩ બિહારના નવાદામાં ૫ ડિસેમ્બરે મોબ લિંચિંગમાં ઘાયલ થયેલા યુવકનું શુક્રવારે મોડી રાત્રે સારવાર દરમિયાન મૃત્યુ થયું. મૃતકની ઓળખ નાલંદા જિલ્લાના નિવાસી મોહમ્મદ અતહર હુસૈન (૪૦) તરીકે થઈ છે. મૃત્યુ પામતા પહેલા મોહમ્મદ અતહર હુસૈને ૭ ડિસેમ્બરે કેમેરા પર પોતાનું નિવેદન નોંધાવ્યું હતું, જેમાં તેણે આખી ઘટના વિગતવાર જણાવી હતી. મોહમ્મદ અતહર હુસૈને જણાવ્યું કે ૪-૫ લોકોએ તેને ઘેરીને મારપીટ કરી. તેમને એક રૂમમાં લઈ ગયા, પછી પેન્ટ ઉતારીને તપાસ કરી કે તે મુસ્લિમ છે કે નહીં. તે પછી ગરમ સળિયાથી માર્યો, સ્ટીલના સળિયાથી મારીને માથું ફોડી નાખ્યું. લાકડી-દંડા, ઈંટથી માર્યો. કોઈએ આંગળીઓ તોડી, તો કોઈ છાતી પર ચઢીને…
Author: City Today Daily
નવી દિલ્હી, તા.૧૩ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સઘન સંશોધન હવે તેના ચોંકાવનારા ડેટાને કારણે ચર્ચાનો વિષય બની ગયું છે. ૨૦૦૨ની મતદાર યાદીની તપાસમાં ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે, જે ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા કરે છે. ચૂંટણી પંચના આંતરિક વિશ્લેષણમાં લાખો મતદારોની કૌટુંબિક વિગતોમાં, ખાસ કરીને પિતા, માતા અને દાદા સંબંધિત, ગંભીર વિસંગતતાઓ જાેવા મળી છે. આ ડેટા માત્ર ટેકનિકલ ખામીઓ તરફ જ નહીં, પરંતુ વ્યાપક ખોટી અથવા શંકાસ્પદ એન્ટ્રીઓની શક્યતા પણ ઉભી કરે છે. ‘સર’ હેઠળ હાથ ધરાયેલી તપાસમાં જાણવા મળ્યું કે, રાજ્યની ૨૦૦૨ની મતદાર યાદીમાં નોંધાયેલા આશરે ૮૫ લાખ મતદારોના…
નવી દિલ્હી, તા.૧૩ સુપ્રીમ કોર્ટે ભૂકંપની સમસ્યા સંબંધિત એક અરજી ફગાવી દેતા વેધક સવાલ કર્યાે હતો કે “તો શું આપણે લોકોનું ચંદ્રપર સ્થળાંતર કરી દેવું જાેઇએ?” અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતની ૭૫ ટકા વસ્તી ઉચ્ચ ભૂકંપ ઝોનમાં આવે છે તેથી ભૂકંપથી નુકસાન ઓછું કરવા માટે સર્વાેચ્ચ અદાલતે દેશની સરકારને ચોક્કસ દિર્શાનિદેશ આપવો જાેઇએ. અરજદાર, જે પોતે જ હાજર થયા હતા, તેમણે ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને સંદીપ મહેતા ની બેન્ચને જણાવ્યું કે પહેલાં ફક્ત દિલ્હીને જ ઉચ્ચ ભૂકંપ ઝોનમાં આવતું હોવાનું મનાતુ હતું, પરંતુ તાજેતરના સંશોધનો ઉપરથી એવો નિષ્કર્ષ આવ્યો છે કે ભારતની ૭૫ ટકા વસ્તી તેમાં આવે છે.…
નવી દિલ્હી, તા.૧૨ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે શુક્રવારે (૧૨ ડિસેમ્બર, ૨૦૨૫) ત્રણ મોટા ર્નિણયો લીધા. જે અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ૨૦૨૭ની વસતી ગણતરી અંગે ર્નિણય લેવામાં આવ્યો હતો. જેના માટે રૂ.૧૧,૭૧૮ કરોડનું બજેટ મંજૂર કરાયું. બીજાે ર્નિણય કોલસા અથવા ઉર્જા ક્ષેત્રમાં એક મોટો સુધારો કરવામાં આવ્યો છે. ત્રીજાે ખેડૂતોને લગતો ર્નિણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ૨૦૨૭ની વસતી ગણતરી પ્રથમ ડિજિટલ વસતી ગણતરી હશે. વસતી ગણતરીની ડિજિટલ ડિઝાઇન ડેટા સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. તે બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કો ૧ એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૬…
નવી દિલ્હી, તા.૧૨ દિલ્હીમાં સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. જે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ રાજ્યોના દ્ગડ્ઢછના સાંસદો સાથે બેઠક યોજી હતી. ગુરુવારે રાત્રે વડાપ્રધાનના નિવાસ સ્થાને એનડીએ સાંસદો સાથે જમણવારનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. પીએમ મોદીએ સાંસદોને જનસંપર્કના માધ્યમથી પ્રજા સુધી પહોંચવા ટકોર પણ કરી હતી. અહેવાલ અનુસાર વડાપ્રધાન મોદીએ સાંસદોને સલાહ આપી હતી કે તેમણે વિકાસ કાર્યો લોકો સુધી પહોંચાડવા માટે આધુનિક ટૅક્નોલૉજીની મદદ લેવી જાેઈએ. તેમણે કહ્યું કે સરકાર સતત લોકોના હિતમાં કામ કરી રહી છે પણ સરકારની ઉપલબ્ધિઓ લોકો સુધી પહોંચી નથી શકતી. તેથી જનસંપર્ક હજુ મજબૂત કરવાની જરૂર છે. સૂત્રો અનુસાર વડાપ્રધાન મોદીએ…
નવી દિલ્હી, તા.૧૨ તૃણમૂલ કોંગ્રેસ સાંસદ સૌગત રૉય પર આરોપ છે કે તેઓ શુક્રવારે (૧૨ ડિસેમ્બર) સંસદની બહાર સિગારેટ પી રહ્યા હતા. ત્યાર બાદ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ અને ગજેન્દ્ર સિંહ શેખાવતે તેમને ટોક્યા હતા. જે બાદ સૌગત રૉયે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું, કે સદનની અંદર સિગારેટ ન પી શકાય પરંતુ બહાર કોઈ રોક નથી. ભાજપના નેતા ગિરિરાજ સિંહ અને ગજેન્દ્ર સિંહ શેખાવતે સૌગત રૉયને સિગારેટ ન પીવા ટકોર કરી હતી. ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે, તમે પબ્લિક હેલ્થને જાેખમમાં મૂકી રહ્યા છો દાદા. વળી, ગિરિરાજ સિંહે કહ્યું કે, ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે આ મુદ્દો ઉઠાવ્યો હતો. ૨૦૧૯માં ઈ-સિગારેટ…
હનુમાનગઢ, તા.૧૧ રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં એક ઇથેનોલ ફેક્ટરીના નિર્માણ વિરુદ્ધ ખેડૂતોનો વિરોધ આખરે હિંસક રૂપ લીધું છે. ટિબ્બી વિસ્તારના રાઠીખેડા ગામમાં બની રહેલા ડ્યૂન ઇથેનોલ પ્રાઈવેટ લિમિટેડ પ્લાન્ટને લઈને લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલન હિંસામાં પર્વતિત થઈ ચૂક્યું હતું.ખેડૂતોના ટોળાએ ફેક્ટરીની દિવાલ તોડી પાડ્યા બાદ પરિસ્થિતિ એટલી હદે વણસી કે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે જાેરદાર પથ્થરમારો અને આગચંપી થઈ. આ હિંસક ઝપાઝપીમાં કોંગ્રેસના ધારાસભ્ય અભિમન્યુ પૂનિયા સહિત ૫૦થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, અને ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ ૧૪ જેટલા વાહનોને આગ ચાંપી દીધી હતી. સૂત્રોની જાણકારી પ્રમાણે બુધવારે સાંજે જ્યારે સેંકડો ખેડૂતો ટ્રેક્ટર પર સવાર…
નવી દિલ્હી, તા.૧૧ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજે ગુરુવારે મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પંચે હાલ ચાલી રહેલી એસઆઇઆરની કામગીરીની સમયમર્યાદા ફરી એકવાર લંબાવી લીધી છે. આ ર્નિણયથી લોકોને પોતાનું નામ, સરનામું કે અન્ય વિગતો મતદાર યાદીમાં સુધારવા માટે વધારાનો સમય મળી જશે, જેથી આવનારી ચૂંટણીઓમાં કોઈપણ પ્રકારની અડચણ ન થાય. આ સમયમર્યાદા ગુજરાત, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છતીસગઢ અને અંદામાન-નિકોબારમાં લંબાવવામાં આવી છે. ચૂંટણી પંચ એ છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ની સમયમર્યાદા લંબાવી છે. મતદાર યાદીના શુદ્ધિકરણ માટે આ પગલું લેવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં ફોર્મ સબમિટ કરવાની અંતિમ તારીખ ૧૫ દિવસ લંબાવવામાં આવી…
નવી દિલ્હી, તા.૧૧ એકબાજુ જ્યાં સંસદમાં અમિત શાહ ફજી રાહુલ ગાંધીની જાેરદાર ડિબેટ અને નોકઝોંકની ચર્ચા છે અને તેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ છે ત્યારે કોંગ્રેસ પાર્ટીની અંદર જ નેતૃત્વ અંગે સવાલ ઉઠ્યા છે. એક વરિષ્ઠ મુસ્લિમ નેતાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોંગ્રેસનું નેતૃત્વ ખોટા હાથમાં છે. ઓડિશાના વરિષ્ઠ નેતા મોહમ્મદ મોકિમે પાર્ટીને ફરીથી મજબૂતી સાથે ઊભી કરવા માટે માળખાગત, સંગઠનાત્મક અને વૈચારિક ફેરફારની માંગણી કરી છે. સોનિયા ગાંધીને લખેલા પત્રમાં કટક બારામતીના પૂર્વ વિધાયકે કહ્યું કે આપણી લીડરશીપ યોગ્ય નથી. આ કારણે ટોપ લીડરશીપ કાર્યકરોથી દૂર થઈ ચૂકી છે અને યુવાઓ સાથે જાેડાઈ શકતી નથી જેનાથી કોંગ્રેસને ભારે નુક્સાન…
બચાવ પક્ષના વકીલ રાહિલ મિસ્ત્રી તથા નદીમ ચૌધરીની દલીલો માન્ય રાખતી કોર્ટ (સિટી ટુડે) સુરત,તા.૧૦ અલથાણ ખાતેથી ચોરી થયેલા વાહનની ડુપ્લીકેટ આરસી બુક બનાવવાના કૌભાંડમાં આરોપીના જામીન સુરત મેજિસ્ટ્રેટ કોર્ટે મંજૂર કર્યા હતા. બચાવ પક્ષના વકીલ રાહીલ મિસ્ત્રી અને નદીમ ચૌધરીની દલીલો કોર્ટે માન્ય રાખી હતી. આ કેસની વિગત એવી છે કે પાંડેસરામાં રહેતા પવન પાંડે અલખાણ ડીજીવીસીએલ ઓફિસ પાસે ફૂટપાથ પર પંચર બનાવવાનું કામ કરે છે.૨ ઓક્ટોબરે બપોરે પવન પોતાની બાઈક લઇ ડીજીવીસીએલ ઓફિસ ખાતે વોશરૂમ કરવા ગયો હતો ત્યારે તેની બાઈક ઓફિસની બહાર પાર્ક કરી હતી. એક બાઈક ચોરે પવનની બાઇક ચોરી કરી ફરાર થઈ ગયો હતો. પોલીસ…
