પુણે, તા.૨૨ મહારાષ્ટ્રના પુણે જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ જેજુરીમાં નગર પરિષદ ચૂંટણીની જીતની ઉજવણી માતમમાં ફેરવાઈ ગઈ હતી. પ્રખ્યાત ખંડોબા મંદિર પરિસરમાં કાઢવામાં આવેલા વિજય સરઘસ દરમિયાન ભંડારા (પીળો ગુલાલ) ઉડાડતી વખતે અચાનક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના બે નવનિયુક્ત મહિલા કાઉન્સિલરો સહિત કુલ ૧૬ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. નગર પરિષદ ચૂંટણીના પરિણામો બાદ જેજુરીમાં ભવ્ય જીતનો જશ્ન ઉજવવામાં આવી રહ્યો હતો. પરંપરા મુજબ, ખંડોબા મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ઉડાડવામાં આવતા પીળા ગુલાલ, જેને ભંડારા કહેવાય છે, તે વિજય સરઘસમાં ઉડાડવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન જ અચાનક આગની જ્વાળાઓ ઉઠી અને…
Author: City Today Daily
મુંબઈ, તા.૨૨ માનવતાને શરમાવે તેવી ભયાનક ઘટના મુંબઈમાંથી સામે આવી છે. પોલીસે એક સીરીયલ બળાત્કારીની ધરપકડ કરી છે, જેણે મૂકબધીર મહિલાઓને શિકાર બનાવ્યો હતો. ૧૬ વર્ષ જૂના બળાત્કારના કેસ પર કાર્યવાહી કરતા, આરોપીએ પૂછપરછ દરમિયાન એક કે બે નહીં, પરંતુ ૨૪ મૂકબધીર મહિલાઓનું જાતીય શોષણ કર્યાની કબૂલાત કરી હતી. જણાવી દઈએ કે, આરોપીનું નામ મહેશ પવાર છે, અને પોલીસે ૧૩ ડિસેમ્બરે તેની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બળાત્કાર પીડિતા મૂકબધીર છે, આથી બોલી કે સાંભળી શકતી નથી. જાેકે, જાતીય શોષણથી કંટાળીને, તેણીએ પોતાનું મૌન તોડ્યું અને આરોપી વિરુદ્ધ જુબાની આપી હતી. પીડિતા પર ૨૦૦૯ માં બળાત્કાર થયો હતો, અને…
સુરત, તા.૨૨ સુરત મહાનગરપાલિકાના જળ પુરવઠા વિભાગ દ્વારા ઇન્ટેકવેલની કામગીરી માટે નદીની વચ્ચે રેતી અને માટીનો મોટો પાળો બનાવી દેવાતા તાપી પાળા પેટા વિભાગ દ્વારા પાલિકાના કાર્યપાલક ઇજનેરને કડક નોટિસ ફટકારવામાં આવી છે. શહેરની જીવાદોરી સમાન તાપી નદીના અસ્તિત્વ અને તેના કુદરતી વહેણ સાથે ચેડાં કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાના જળ પુરવઠા વિભાગ દ્વારા ઇન્ટેકવેલની કામગીરી માટે નદીની વચ્ચે રેતી અને માટીનો મોટો પાળો બનાવી દેવાતા ‘તાપી પાળા પેટા વિભાગ‘ (સિંચાઈ વિભાગ) દ્વારા પાલિકાના કાર્યપાલક ઇજનેરને કડક નોટિસ ફટકારવામાં આવી છે. સુરત પાલિકા દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા માટે તાપી નદીમાં નવા ઇન્ટેકવેલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ…
સુરત,તા.૨૦ સુરતના ખટોદરા વિસ્તારમાં પોલીસની દાદાગીરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની વિગતો મુજબ, રાત્રિના સમયે પોલીસ કાફલો દુકાનો બંધ કરાવવા નીકળ્યો હતો, તે દરમિયાન એક દુકાનદાર સાથે પોલીસે ઉગ્ર બોલાચાલી અને ગેરવર્તન કર્યું હતું. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે પોલીસ કર્મચારીઓ દુકાનદાર સાથે સામાન્ય રકઝક કરવાને બદલે પાવર બતાવી રહ્યા છે, જેના કારણે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. દુકાનદારે આક્ષેપ કર્યો છે કે તે નિયમ મુજબ જ કામ કરી રહ્યો હતો, છતાં પોલીસે કારણ વગર તેની સાથે દુર્વ્યવહાર કર્યો.…
સુરત, તા.૨૦ શહેરમાં ચાલી રહેલી ‘સર’ ની કાર્યવાહી બાદ ઉન વિસ્તારમાં ભારે હલચલ જાેવા મળી રહી છે. ઉન વિસ્તારની બંગાળી બસ્તીમાં લોકો અચાનક ગાયબ થઈ જતાં સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ‘સર’ દરમિયાન બહાર આવેલી વિગતો મુજબ, ઉન વિસ્તારમાં કુલ ૯૫૦ રજિસ્ટર્ડ મતદારોમાંથી માત્ર ૪૦૦ મતદારો હાજર હતા, જ્યારે બાકીના લોકો દસ્તાવેજાેની અછતને કારણે ભાગી ગયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ‘સર’ ની ટીમો પહોંચતા જ બંગાળી બસ્તીમાં અનેક મકાનો પર તાળા લાગેલા જાેવા મળ્યા. સ્થાનિકો મુજબ, છેલ્લા કેટલાક દિવસોમાં અહીંથી લોકો અચાનક સ્થળાંતર કરી ગયા છે. તપાસ દરમિયાન ઘણા ઘરો ખાલી હોવા સાથે રહેવાસીઓના ઓળખપત્રો અને મતદાર…
નવી દિલ્હી, તા.૨૦ મેડિકલ અને ડેન્ટલ શિક્ષણમાં નિયમોના ઉલ્લંઘન સામે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. રાજસ્થાનની ૧૦ ખાનગી ડેન્ટલ કોલેજાે દ્વારા નીટના નિયમોને નેવે મૂકીને આપવામાં આવેલા એડમિશનના કેસમાં કોર્ટે દરેક કોલેજ પર ૧૦-૧૦ કરોડ રૂપિયાનો(કુલ ૧૦૦ કરોડ) ભારે દંડ ફટકાર્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે શિક્ષણના સ્તર સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે આ ઐતિહાસિક ચુકાદામાં આદેશ આપ્યો છે કે કોલેજાે પાસેથી વસૂલવામાં આવેલી ૧૦૦ કરોડ રૂપિયાની દંડની રકમ રાજસ્થાન રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ પાસે જમા કરાવવામાં આવશે, જેને ફિક્સ્ડ ડિપોઝિટમાં મૂકી તેના વ્યાજમાંથી વૃદ્ધાશ્રમો, નારી નિકેતન, વન સ્ટોપ સેન્ટર અને બાળ…
(સિટી ટુડે) અમદાવાદ,તા.૧૯ આજ રોજ તા. ૧૯-૧૨-૨૦૨૫ને શુક્રવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ બોર્ડમાં દરિયાપુર વોર્ડના ચારેય મ્યુનિસિપલ કાઉન્સિલરોએ આ મુજબની રજૂઆત કરી હતી. મધ્ય ઝોનના દરિયાપુર, કાલુપુર-ખાડિયા, શાહપુર વોર્ડના પ્રાથમિક સુવિધાના રોડ, ડ્રેનેજ, પાણી સહિતના પ્રજાલક્ષી વિકાસના કાર્યો માટે માતબર બજેટની ફાળવણી કરવામાં આવી છે. પરંતુ કોગ્રેસ પક્ષને સમર્થન કરતા વિસ્તારો સાથે ઓરમાયું વર્તન દાખવી ભેદભાવપૂર્ણ રીતે માત્ર ને માત્ર ભાજપાના ધારાસભ્યશ્રીએ સૂચવેલ કામો માટે જ બજેટની ફાળવણી કરવામાં આવી રહી છે. ૧) અમારી નમ્ર વિનંતી છે કે વિકાસથી વંચિત સમગ્ર દરિયાપુર વોર્ડમાં પક્ષાપક્ષીથી પર રહી બજેટ દ્વારા પ્રજાલક્ષી કાર્યો માટે સમાંતર વિકાસ કાર્યો કરવામાં આવે.…
આજ રોજ તા. ૧૯-૧૨-૨૦૨૫ના રોજ ગાંધીનગર ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી હારિત શુક્લા દ્વારા બોલાવેલ મીટીંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાની સૂચનાથી કોગ્રેસ પક્ષના પ્રતિનિધી તરીકે કોંગ્રેસ પક્ષના સીનીયર વરિષ્ઠ આગેવાન બાલુ પટેલ, જીપીસીસીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, કોગ્રેસ પક્ષના પ્રદેશ આગેવાન જુનેદ શેખ રજૂઆત કરવા ઉપસ્થિત રહ્યા હતા. જણાવેલ મુદ્દાઓ પરત્વે આજે રજૂઆત કરવામાં આવી હતી. 1. નવી મતદારયાદીમાં સમાવિષ્ટ મતદારોના નામ ઘર નંબર દીઠ કુટુંબના અન્ય સભ્યો સાથે એકજ બુથ નંબરમાં ક્રમાનુસાર સમાવિષ્ટ કરવામાં આવે. 2. ઓનલાઈન ફોર્મમાં નં. ૬ ભરતા સમયે નામ લખતાં સ્પેસ ઓછી પડે છે. અને પુરું નામ લખી શકાતું નથી પરિણામે…
ગાંધીનગર, તા.૧૯ ગુજરાતમાં ‘સર’ની પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ યાદી જાહેર થઈ છે. જેમાં ગુજરાતમાં કુલ કેટલા મતદારો છે, કેટલા મતદારોના નામ કપાયા છે, તેમજ કેટલા ડુપ્લીકેટ મતદારો હતા તે તમામ માહિતી સામે આવી ગઈ છે. યાદી મુજબ ગુજરાતાં કુલ ૪ કરોડ ૩૪ લાખ મતદારોની નોંધણી થઈ છે. ગુજરાતની મતદાર શુદ્ધિકરણ ડ્રાફ્ટ યાદી આખરે જાહેર થઈ ગઈ છે. ડ્રાફ્ટ મતદાર યાદી મુજબ ગુજરાતમાં ૪,૩૪,૭૦,૧૦૯ મતદારો નોંધાયા છે. મતદાર શુદ્ધિકરણ પ્રક્રિયા દરમિયાન ૭૩,૭૩,૩૨૭ મતદાર નીકળી ગયા છે. તો ૧૮,૦૭,૨૭૮ મૃત્યુ પામેલા મતદારો યાદીમાંથી દૂર થયા છે. આ ઉપરાંત ૪૦,૨૫,૫૫૩ મતદારો કાયમી સ્થળાંતર કરેલા નીકળ્યા છે. ૩,૮૧,૪૭૦ મતદારો ડુપ્લીકેટ હતા, જેને દૂર કરાયા છે.…
સુરત, તા.૧૯ ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લામાં આજે મુસદ્દા મતદારયાદી એટલે ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ પ્રસિદ્ધિની સાથે જ જે ૧૧,૧૭,૮૮૨ મતદારોનું મેપીંગ બાકી છે, તેમને વહીવટી તંત્ર દ્વારા ઔપચારિક નોટીસ પાઠવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ નોટીસ મેળવનાર દરેક મતદારે સુનાવણી દરમિયાન જરૂરી પુરાવા રજૂ કરવાના રહેશે, અન્યથા તેમનો સમાવેશ આખરી યાદીમાં થઈ શકશે નહીં. આ આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, મુસદ્દા મતદારયાદીમાં કુલ ૩૬,૨૩,૧૯૩ મતદારોની નોંધણી કરવામાં આવી છે. જેમાંથી ૨૫,૦૫,૩૧૧ મતદારોનું સફળતાપૂર્વક મેપીંગ કરવામાં આવ્યું છે, જ્યારે ૧૧,૧૭,૮૮૨ મતદારો એવા છે જેમના રહેઠાણ કે અન્ય…
