
(સિટી ટુડે) અમદાવાદ,તા.૨૦
ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૨૬ મુજબ તમામ ભારતીય નાગરિકને પોતાનો મત આપવાનો અધિકાર મળેલો છે. ભારતીય બંધારણથી મળેલ મતના અધિકારને રક્ષણ આપવાનું કામ ભારતીય ચૂંટણી આયોગે સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે કરવું જાેઈએ. ગતરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી વિધાનસભામાં વિપક્ષના નેતા તુષાર ચૌધરી, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, જીપીસીસીના વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, પૂર્વ સાંસદ અમીબેન યાજ્ઞિક, કોંગ્રેસ અગ્રણીઓ મનીષ દોશી તેમજ બિમલ શાહે દર્શાવેલ બાબત અંગે યોગ્ય અને ત્વરિત ઉકેલ લાવવા રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીને રજુઆત કરતાં માંગ કરી હતી.
૧. ડુપ્લીકેટ મતદાર શોધવા શું? : ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ પાસે એક જ વ્યક્તિ બે અલગ અલગ મતદાર વિભાગમાં મતદાર તરીકે નોંધાયેલ હોય તો તેને શોધવા માટેનું કોઈ તંત્ર છે કે કેમ? જાે આવું કોઈ સોફ્ટવેર હોય તો તેનો ઉપયોગ કરીને ડુપ્લીકેટ મતદારોને શોધીને તેમને નોટિસ આપીને ચૂંટણીપંચ મુકત અને ન્યાયિક ચૂંટણી કરાવવા ઈચ્છે છે તેમ સાબિત થાય. જે વ્યક્તિઓના નામ ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં ચાલતા હોય તેને કઈ રીતે શોધી (ટ્રેક) શકાય?-જાે ગુજરાતમાં જ અલગ અલગ વિધાનસભામાં બે નામ ચાલતા હોય તો એપ્લિકેશન દ્વારા ચેક કરી શકાતું હોય છે. ત્યારે અન્ય રાજયો માટે આ વ્યવસ્થા કેમ નહીં?
૨. ડિમોલિશન અને કોમર્શીયલ: ઘણા શહેરોમાં, ગામોમાં વિકાસના કામોના કારણે દબાણ હટાવવા માટે ડિમોલિશન કરવામાં આવેલું છે અને આવા વિસ્તારમાં નોંધાયેલા મતદારોને ફરીથી મતદાર યાદીમાં જાેડવા માટેનું ગુજરાત ચૂંટણી આયોગ પાસે શું આયોજન છે? આવા વિસ્તારમાં થી દૂર થયેલા રહેવાસીઓને મતદાર યાદીમાં જાેડાવા માટે સ્થળ ઉપર કેમ્પ કરવાનું આયોજન છે કે કેમ? અને હોય તો અખબારી માધ્યમો અને બીજા પ્રચાર પ્રસાર દ્વારા હજુ સુધી કેમ કોઈ જાણ કરી નથી? જયાં સો ટકા ડિમોલેશન થઈ ગયું છે અને તેમને અન્ય જગ્યાએ મકાન ફાળવી દેવામાં આવેલ છે અને કાયમી ધોરણે સરકારની ફાળવેલ જગ્યા ઉપર રહેવા ગયેલ હોય તો તેવા મતદારો મૂળ જગ્યા પર મત આપવાનો તેમનો કઈ રીતનો અધિકાર રહે. SIRની ચાલુ પ્રક્રિયા દરમ્યાન રાજયની એકથી વધુ લોકસભા કે વિધાનસભાની મતદારયાદીમાં નામ ધરાવતા મતદારો તથા ગુજરાત રાજ્યમાં રોજગાર મેળવવા આવેલા પરપ્રાંતિયો – બિહાર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ઓરિસ્સા સહિત અન્ય રાજ્યોના મૂળ વતનની મતદાર યાદીમાં તેમના નામો યથાવત હોવા છતાં ગુજરાત રાજ્યની ઔદ્યોગિક વસાહતો -અમદાવાદ, સુરત, અંકલેયાર, ભરુચ, કચ્છના કંડલા, વડોદરા, જામનગર સહિત અમદાવાદના પૂર્વ વિસ્તાર સહિત કોટ વિસ્તારોમાં ગુજરાતના સરનામે ભાડુઆત તરીકે વસવાટ કરતા હજારો પરપ્રાંતિય મતદારોના નામ મતદારયાદીમાં હોવા અંગેની ગંભીર બાબતો સામે આવી રહી છે. તેવા સંજાેગોમાં ગુજરાત રાજયની મતદારયાદીમાં નામ સમાવિષ્ટ કરાવવા પરપ્રાંતિય મતદારો તેમના મૂળ રાજ્યની ૨૦૦૨ની મતદાર યાદીમાંથી વાલી વારસોના નામનો પુરાવો આપવામાં આવે, ત્યારે તેમના મૂળ રાજયના ચૂંટણી પંચ તથા મતદારયાદીની સોફ્ટવેર ટેકનોલોજી દ્વારા યોગ્ય ચકાસણી કર્યા બાદ જ મતદાતાનું નામ તેની સ્વેચ્છાએ કોઈપણ એક રાજ્યની મતદાર યાદીમાં રાખવામાં આવે તેવી અમારી રજુઆત છે. અમદાવાદ જેવા મેટ્રો શહેરોમાં મોટા પ્રોજેક્ટ અન્વયે સરકાર દ્વારા EWS કે અન્ય જગ્યાએ જે વ્યક્તિઓને મકાન ફાળવેલ છે તેવા મતદારો ઓછામાં ઓછા છ વર્ષથી તેમની મૂળ જગ્યા ઉપર જ મતદાર યાદીમાં તેમના નામ દર્શાવે છે. જાે તેઓને બીજી જગ્યાએ મકાન ફાળવણી કરવામાં આવેલ હોય તો તેવા વ્યક્તિઓના નામ આ મૂળ જગ્યાએથી નામ કમી કરીને તેમને નવી જગ્યાએ ફાળવણી કરેલ મકાનોના વિસ્તારમાં મતદાર યાદીમાં નામ દર્શાવવા જાેઈએ. આ અંગે આયોગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ છે કે કેમ?
૩. જાે OCI હોય તો NRI: ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વિદેશમાં સ્થાયી થઈ ગયેલા નાગરિકોના નામ મતદાર યાદીમાં છે અને આવા કુટુંબોમાં અત્યારે અહીંયા કોઈ ઉપસ્થિત ન હોવા છતાં તેમના નામો આજે પણ મતદાર યાદીમાં સમાવિષ્ટ છે. તો તેની ખરાઈ કેવી રીતે કરી શખાય? -OCI કાર્ડ ધરાવતો વ્યક્તિ મતદાર તરીકે રહી શકે કે નહીં?
૪. સ્થળાંતર : ગુજરાતના વ્યવસાય અને રોજગારીની શોધમાં ઘણા મતદારો પોત પોતાના રહેઠાણ ઉપર અત્યારે નથી તો તેવા મતદારો ને નોંધવા માટે દરેક સરકારી ઓફિસ ઉપર આવા મતદારોને નોંધવા માટે ની પ્રક્રિયા થાય તેવી અમારી માંગણી છે. વ્યારા, કપરાડા, ડાંગ અને છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ જેવા આદિવાસી વિસ્તારોમાંથી વ્યાપક પ્રમાણમાં રોજગારી માટે બહાર ગયેલા લોકો ગરીબી અને નિરક્ષરતા ના કારણે પોતાના મતદાન ના અધિકાર થી વંચિત ન રહે તેવો પ્રયત્ન કરવો જાેઈએ.
૫. રાજ્ય બહારથી લગ્ન કરીને આવેલા બાબતે : બીજા રાજ્ય ની સ્ત્રી લગ્ન કરીને ગુજરાત માં આવેલ હોય અને તેવા રાજ્યો ના SIR ની માહિતી જે તે રાજ્યની ચૂંટણી આયોગની સાઇટ ઉપર અપુરતી હોય તો તેવા સંજાેગો માં ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ છે કે કેમ?
હાલમાં ચૂંટણી આયોગ દ્વારા ૨૦૦૨ ની મતદાર યાદી ઓનલાઈન મૂકવામાં આવેલી છે, તેની પ્રસિધ્ધિની તારીખ આપવા નમ્ર વિનંતી છે. હાલમાં રાજ્યમાં SIR ની પ્રક્રિયા ચાલી રહી છે તેમાં આયોગ દ્વારા આપવામાં આવેલ એન્યુમરેશન ફોર્મમાં દરેક મતદાર પાસેથી ખોટી માહિતી આપવા બદલ દંડ અને કેદની જાેગવાઈ કરવામાં આવેલી છે. તે બાબતે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પ્રસાર-પ્રચાર માધ્યમો દ્વારા વારંવાર જાહેરાત કરીને મતદારોનું ધ્યાન દોરવામાં આવે તેવી અમારી માંગણી છે.










