Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, August 31
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    City Today DailyBy City Today DailyJuly 16, 2026

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા બાબત.

    સિટી ટુડે:16

    ગત તા. 21/03/2026 ના રોજ મેં ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અરજી આપી હતી. જેમાં એક પત્રકાર સહિત કેટલાક વ્યક્તિઓએ મને બદનામ કરવાના ઈરાદાથી ખોટા અને ભ્રામક વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પ્રસારિત કર્યા, મારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડયું તથા ખંડણીની માંગણી કરી હોવાની ગંભીર ફરિયાદ નોંધાવી હતી. જાપાન પલવાર તથા ખંડણીની આંગણી

    ઉક્ત અરજીના આધારે તા. 08/04/2026 ના રોજ ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન કુલ 14 આરોપીઓના નામ બહાર આવ્યા હતા તથા ત્યારબાદ વધુ 4 વ્યક્તિઓની સંડોવણી પણ તપાસમાં સામે આવી છે.

    કેટલાક આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. હાઈકોર્ટ દ્વારા પોલીસ તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા સૂચના આપવામાં આવી છે તથા પોલીસને કાયદા મુજબ જરૂર જણાય તો યોગ્ય કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરવાની છૂટ આપવામાં આવી છે. અન્ય કેટલાક આરોપીઓને વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. તેમ છતાં, બાકીના આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને તેમની ધરપકડ હજુ સુધી કરવામાં આવી નથી. વ્ય

    આ સમગ્ર ગુનામાં ડિજિટલ તથા સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી તમામ આરોપીઓના મોબાઇલ ફોન, લેપટોપ તથા અન્ય ડિજિટલ ઉપકરણો તાત્કાલિક જપ્ત કરી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ખાતે તપાસ માટે મોકલવા અત્યંત જરૂરી છે. જો આરોપીઓની સમયસર ધરપકડ નહીં થાય તો તેઓ મોબાઇલમાંથી મહત્વના ડિજિટલ પુરાવા ડિલીટ કરી શકે, ઉપકરણો બદલી શકે અથવા અન્ય રીતે પુરાવા નષ્ટ કરી શકે છે, જેના કારણે તપાસને ગંભીર અસર પહોંચી શકે છે અને ન્યાયની પ્રક્રિયા અવરોધિત થઈ શકે છે.

    વધુમાં, તપાસમાં સંડોવાયેલા કેટલાક આરોપીઓ સામે ભૂતકાળમાં છેતરપિંડી, મારામારી, ડીઝલ ચોરી, નકલી ઈ.ડી. અધિકારી બની ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવવા સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળે છે. આવા આરોપીઓ માથાભારે અને પ્રભાવશાળી સ્વભાવ ધરાવતા હોવાથી તેઓ સાક્ષીઓને પ્રભાવિત કરવા અથવા પુરાવા સાથે ચેડાં કરવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

    આથી આપશ્રીને નમ્ર વિનંતી છે કે—

     

    1. તમામ સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવે.

     

    2. આગોતરા જામીન અથવા વચગાળાના જામીન મેળવનાર આરોપીઓના કાયદેસર રિમાન્ડ મેળવી તેમની સઘન પૂછપરછ કરવામાં આવે.

     

    3. તમામ આરોપીઓના મોબાઇલ તથા અન્ય ડિજિટલ ઉપકરણો જપ્ત કરી FSLમાં મોકલી ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવામાં આવે.

     

    4. તપાસની નિષ્પક્ષતા અને ઝડપ જળવાઈ રહે તે માટે સમગ્ર તપાસ અન્ય સક્ષમ અધિકારી અથવા એલ.સી.બી. (LCB) જેવી વિશેષ તપાસ એજન્સીને સોંપવામાં આવે.

     

    5. મને તથા મારા પરિવારને સંભવિત જાનમાલના જોખમને ધ્યાનમાં રાખી જરૂરી પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવે.

     

    6. જામીન પર મુક્ત થયેલા આરોપીઓ દ્વારા જો જામીનની કોઈપણ શરતોનો ભંગ કરવામાં આવ્યો હોય તો તેમના જામીન રદ કરાવવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે.

     

    ન્યાયના હિતમાં તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ઉપરોક્ત રજૂઆત પર તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી આપશ્રી સમક્ષ નમ્ર વિનંતી છે.

    (હાજી જુમા રાયમા)

    સેક્રેટરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી

    Post Views: 994
    @nileshkumbhani સમગ્ર ઘટનાક્રમ બાદ ગોવા ભાગ્યો નિલેશ કુંભાણી? #CITYTODAY #suratcourt # suratadvocate
    Previous Articleગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ
    Next Article મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    Related Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    August 25, 2026

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    August 24, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.