Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, July 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » વોટર અધિકાર યાત્રામાં રાહુલ ગાંધી બોલ્યા : એટમ બોમ્બ બાદ હવે અમે હાઈડ્રોજન બોમ્બ ફોડીશું

    વોટર અધિકાર યાત્રામાં રાહુલ ગાંધી બોલ્યા : એટમ બોમ્બ બાદ હવે અમે હાઈડ્રોજન બોમ્બ ફોડીશું

    City Today DailyBy City Today DailySeptember 1, 2025

    પટણા, તા.૧

    બિહારમાં રાહુલ ગાંધીએ વોટર અધિકાર યાત્રા હેઠળ ભાજપ અને એનડીએ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આ દરમિયાન મહારાષ્ટ્રમાં વોટ ચોરીના આરોપો મૂક્યા. તેમણે કહ્યું કે અમે દરેક વોટ ચોરીના પુરાવા આપ્યા છે, તેમ છતાં ચૂંટણી પંચ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવી. ભાજપ અને ચૂંટણી પંચે ભેગા મળીને વોટ ચોરી કરી છે. વોટ ચોરીનો મતલબ અધિકારની ચોરી, વોટ ચોરીનો મતલબ અનામતની ચોરી, વોટ ચોરીનો મતલબ યુવાઓના ભવિષ્યની ચોરી લખેલા બેનર બતાવીને મોદી સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે જે લોકોએ મહાત્મા ગાંધીની હત્યા કરી, એ જ શક્તિ હવે બંધારણની હત્યા કરવાના પ્રયાસ કરી રહી છે. પણ અમે એમને આવું નહીં કરવા દઇએ. આ દરમિયાન રાહુલ ગાંધીએ વોટ ચોર ગદ્દી છોડની નારેબાજી પણ કરાવી હતી. તેમણે ભાજપને પડકારતા કહ્યું કે સાંભળી લેજાે, માધવપુરામાં અમે એટમ બોમ્બ બતાવ્યો હતો હવે અમે હાઈડ્રોજન બોમ્બ ફોડવાની તૈયારીમાં છીએ. તમારી વોટ ચોરીનું સત્ય હવે આખા દેશને ખબર પડી જશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ કહ્યું કે પીએમ મોદીને ચોરીની ટેવ છે. ક્યારેક તે પૈસા ચોરે છે. તો ક્યારેય વોટ ચોરી કરે છે. તે બિહારમાં પણ વોટ ચોરી કરીને ચૂંટણી જીતવા માગે છે પણ આપણે સાવચેત રહેવું પડશે. બાબા સાહેબ આંબેડકર, ગાંધીજી, નહેરુએ દેશના લોકોને વોટ અધિકાર આપ્યો છે. બિહારમાં મુખ્યમંત્રી પદના દાવેદાર એવા તેજસ્વી યાદવે પણ કહ્યું કે બિહારની ધરતી લોકતંત્રની જનની છે. ભાજપના લોકો ચૂંટણી પંચ સાથે મળીને લોકતંત્ર અને બંધારણને નાબુદ કરી નાખવા માગે છે. નરેન્દ્ર મોદી ગુજરાતમાં ફેક્ટરી લગાવશે અને વિક્ટ્રીની આશા બિહારમાં રાખશે એવું નહીં ચાલે. આવુ કરીને તેઓ બિહારને ઠગવા માગે છે જે સંભવ નથી. બિહારની પ્રજા આવા લોકોને પાઠ ભણાવશે.

    Post Views: 381
    વોટર અધિકાર યાત્રામાં રાહુલ ગાંધી બોલ્યા : એટમ બોમ્બ બાદ હવે અમે હાઈડ્રોજન બોમ્બ ફોડીશું
    Previous Articleઆગામી દિવસોમાં કોંગ્રેસ કાર્યકરો ઘરે ઘરે જઈ ભૂતિયા મતદારો શોધી કઢાશે
    Next Article ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાન, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની ઉપસ્થિતીમાં અમદાવાદ મુસ્લિમ ધોબી સમાજ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિર તેમજ સમાજના તેજસ્વી તારલાઓના સન્માન કાર્યક્રમનું આયોજન

    Related Posts

    July 25, 2026

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    July 21, 2026

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    July 16, 2026
    Latest Posts

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.