Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, May 15
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ગુજરાતમાં SIR પ્રક્રિયા સંદર્ભે મતદારયાદી સુધારણા કાર્યકમ અંતર્ગત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ૨૦૦૨ ની મતદાર યાદીમાં મતદારનું / સંબંધીનું નામ શોધવા માટે સ્કેનરનો ઉપયોગ કરી ફોર્મ સ્વીકારવા BLO ને સૂચના મતદારો જાતે પણ સ્કેનરનો ઉપયોગ કરી જે તે વિધાનસભામાં પોતાનું નામ શોધી શકશે

    ગુજરાતમાં SIR પ્રક્રિયા સંદર્ભે મતદારયાદી સુધારણા કાર્યકમ અંતર્ગત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ૨૦૦૨ ની મતદાર યાદીમાં મતદારનું / સંબંધીનું નામ શોધવા માટે સ્કેનરનો ઉપયોગ કરી ફોર્મ સ્વીકારવા BLO ને સૂચના મતદારો જાતે પણ સ્કેનરનો ઉપયોગ કરી જે તે વિધાનસભામાં પોતાનું નામ શોધી શકશે

    City Today DailyBy City Today DailyNovember 17, 2025

    (સિટી ટુડે) અમદાવાદ :

    મતદારની ઉંમર ૧૮ વર્ષ કરતાં વધુ તેમજ નામ ૨૦૨૫ ની મતદાર યાદીમાં ન હોય તો ફોર્મ ૬ ભરવાનું રહેશે અને નામ સુધારણા – સરનામું બદલવા માટે ફોર્મ ૮ ભરી મતદાન મથકે BLO ને જમા કરાવવું  ૧૫-૧૧-૨૦૨૫ ને શનિવારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ૨૦૦૨ ની મતદાર યાદીમાં મતદારનું /સંબંધીનું નામ શોધવા માટે સ્કેનરનો ઉપયોગ કરી ફોર્મ સ્વીકારવા BLO ને સૂચના આપવામાં આવી છે.

    ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા તેમજ જીપીસીસી વરિષ્ઠ આગેવાન અને પૂર્વ સીનીયર ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા BLO જે સૂચના આપી છે તેની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું છે કે તારીખ ૧૫, ૧૬ (શનિ-રવિ), ૨૨, ૨૩ (શનિ-રવિ) નવેમ્બર ૨૦૨૫ ના રોજ સવારે ૯ થી બપોરે ૧ દરમ્યાન મતદારોએ પોતાના મતદાન મથકો ઉપર પોતાના વિસ્તારના BLO નો સંપર્ક કરવાનો રહેશે.

    દરેક બુથ પર BLO દ્વારા મૂકવામાં આવેલ સ્કેનરનો ઉપયોગ કરી ૨૦૦૨ની મતદાર યાદીમાં માહિતી શોધવી. મતદારો જાતે પણ સ્કેનરનો ઉપયોગ કરી જે તે વિધાનસભામાં પોતાનું નામ શોધી શકશે. હાલમાં સાઈટ ઉપર વધુ લોડ હોવાને કારણે ૧ થી વધુ વખત પ્રયત્ન કરવા. સ્કેન કરતા ડાયલોગ બોક્સ ખુલશે. Assembly Constituency ની સામે કલીક કરીને વિધાનસભા સિલેકટ કરવી, Surname & Name ગુજરાતી ભાષામાં મતદારની અટક અને નામ ટાઈપ કરવું, Relative Name ગુજરાતી ભાષામાં સંબંધીનું નામ (પિતા કે પતિ) ટાઈપ કરવું. ત્યાર બાદ CAPTCHA Code “ENTER” કરવો અને છેલ્લે “SEARCH” ઉપર કલીક કરવું.

    અગત્યની સૂચના આપતાં જણાવ્યું છે કે જો મતદારની ઉંમર ૧૮ વર્ષ કરતાં વધુ છે અને નામ ૨૦૨૫ ની મતદાર યાદીમાં ન હોય તો હાલ ફોર્મ ૬ ભરવાનું રહેશે. નવા મતદાર માટે ફોર્મ ૬ ભરી શકાશે. નામ સુધારણા અને સરનામા બદલવા માટે ફોર્મ ૮ ભરી આપના મતદાન મથક ઉપર આપના BLO પાસે જમા કરાવવા વિનંતી.

    સમગ્ર ગુજરાતના કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકરો સહિત સર્વ સમાજના યુવા શિક્ષિત વર્ગ, NGO, બુદ્ધિજીવીઓ, સામાજિક, રાજકીય તથા ધાર્મિક સંસ્થાઓને પોતાની સામાજિક જવાબદારી નિભાવવા મતદારયાદી સુધારણા કાર્યક્રમ માટે BLO ના સંપર્કમાં રહી મતદારોને મદદરૂપ થવા હાર્દિક નમ્ર વિનંતી કરી હતી.

    ઈમરાન ખેડાવાલા
    સન્માનીય ધારાસભ્ય, જમાલપુર-ખાડિયા

    ગ્યાસુદ્દીન શેખ
    ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન, પૂર્વ ધારાસભ્ય

    Post Views: 554
    #sir
    Previous Articleમેફેડ્રોન ડ્રગ્સનુ વેચાણ કરતા શખ્સોને ૨૦૪.૭૦ ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી પાડતી લાલગેટ પોલીસ
    Next Article ગુજરાતમાં SIR પ્રક્રિયા સંદર્ભે મતદારયાદી સુધારણા કાર્યકમ અંતર્ગત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ૨૦૦૨ ની મતદાર યાદીમાં મતદારનું / સંબંધીનું નામ શોધવા માટે સ્કેનરનો ઉપયોગ કરી ફોર્મ સ્વીકારવા BLO ને સૂચના મતદારો જાતે પણ સ્કેનરનો ઉપયોગ કરી જે તે વિધાનસભામાં પોતાનું નામ શોધી શકશે

    Related Posts

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    May 5, 2026

    આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગ

    May 5, 2026

    नफरत छोडो… भारत जोडो… राहुल जी का अभियान सेक्युलर हिन्दु समाज के साथ कंधे से कंधा मिलाकर मतदान करने से ही सफल होगा

    April 18, 2026
    Latest Posts

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગ

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.