Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, September 13
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ઈમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં ૬ મહિનાનો વધારો કરાયો,ગેરકાયદેસર બાંધકામ થઈ જશે કાયદેસર

    ઈમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં ૬ મહિનાનો વધારો કરાયો,ગેરકાયદેસર બાંધકામ થઈ જશે કાયદેસર

    City Today DailyBy City Today DailyDecember 17, 2025

    ગાંધીનગર, તા.૧૭
    ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કાયદા ૨૦૨૨ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની સમયમર્યાદા આગામી ૬ મહિના માટે લંબાવી દેવામાં આવી છે. ૧૭ ડિસેમ્બર ૨૦૨૫ના પૂર્ણ થઈ રહેલી સમયમર્યાદા છ મહિના માટે વધારી દેવામાં આવી છે. હવે જે લોકો પોતાના બાંધકામને કાયદેસર કરાવવા ઈચ્છે છે તેણે ૧૬ જૂન ૨૦૨૬ પહેલા અરજી કરવી પડશે.
    રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં ગેરકાયદેસર બાંધકામોને ઈમ્પેક્ટ ફી ભરી કાયદેસર કરવાની સમયમર્યાદા છ મહિના માટે વધારી દેવામાં આવી છે. અમદાવાદ મહાનગર પાલિકામાં ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટે અત્યાર સુધી ૮૨ હજાર જેટલી અરજીઓ આવી છે. જેમાં ૨૪ હજાર અરજીઓ મંજૂર પણ કરવામાં આવી છે.
    ઇમ્પેક્ટ ફી એટલે ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની ફી છે જે સરકાર દ્વારા લેવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય લોકોના ગેરકાયદેસર અને મંજૂરી વગરના બાંધકામોને તોડી પાડ્યા વગર ફી ભરીને કાયદેસર બનાવવાનો છે. આ કાયદો ૧ ઓક્ટોબર ૨૦૨૨ પહેલા થયેલા ગેરકાયદેસર બાંધકામોંને લાગુ પડે છે.
    રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવાની મુદ્દતમાં છ મહિનાનો વધારો કરાતા તેનો લાભ ગુજરાતભરમાં લાખો લોકોને મળી શકે છે. જે લોકોના બાંધકામ ગેરકાયદેસર છે તેણે સ્થાનિક તંત્રમાં અરજી કરવાની રહેશે. ત્યારબાદ તેની તપાસ કરી અરજી મંજૂર કે નામંજૂર કરવામાં આવશે.

    Post Views: 299
    ઈમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં ૬ મહિનાનો વધારો કરાયો ગેરકાયદેસર બાંધકામ થઈ જશે કાયદેસર
    Previous Articleસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા ભાજપ-કોંગ્રેસના નેતાઓને પક્ષપલટો
    Next Article ગુજરાતમાં હવેથી વકફ સંપત્તિઓના વિવાદના કેસમાં પણ કોર્ટ ફી ભરવી પડશે, ગુજરાત હાઈકોર્ટે આપ્યો આદેશ

    Related Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    August 25, 2026

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    August 24, 2026

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    August 19, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.