આરોપી બે પોલીસ કર્મીચારી તથા પીસીઆરના ડ્રાઇવરની ધરપકડ વડોદરા પોલીસ કમિશનર દ્વારા ડીસીપીને તપાસ સોપાઈ
(સિટી ટુડે) વડોદરા,તા.૦3
વડોદરા ખાતે સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિના સમયે ઈંડાની લારી ચાલુ રાખવા મુદ્દે ફેઝાન નામના મુસ્લિમ યુવક અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં ફેઝાનને ગંભીર ઇજાઓ થતા ટ્રી કલર હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલો યુવકની ખૂબ જ ગંભીર હાલત હોય પોલીસ કર્મચારી વિરુદ્ધ આજરોજ પોલીસ કમિશનર શ્રી નરસિંમ્હા કોમાર દ્વારા સયાજીગંજ પોલીસ સ્ટેશન ના બે પોલીસ કર્મચારી તથા એક પીસીઆરના ડ્રાઇવરની તાત્કાલિક અસરથી ધરપકડ કરી તેમના વિરુદ્ધ ૈॅષ્ઠ ની કલમ ૩૦૭ નો ઉમેરો કરી ડીસીપી સુ શ્રી જુલી કોઠિયાને તપાસ સોંપાઈ હતી આ ઘટનાની જાણ થતા ઈમ્તિયાઝ પઠાણ દ્વારા ગઈકાલે વડોદરા ખાતે દોડી જઈ સદર મામલે સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને આજરોજ કલમ ૩૦૭ મુજબ કાર્યવાહી તથા ઈમ્તિયાઝ પઠાણ દ્વારા ટિ્વટ કરી રાજ્યના મુખ્યમંત્રી ગૃહમંત્રી રાજ્યના પોલીસ વડાનો આભાર વ્યક્ત કર્યો હતો.