(સિટી ટુડે) સુરત,તા.૨૧
ચોકબજાર ખાતે આવેલી સીલ્કી મેચીંગ સેન્ટરમાંથી રાંદેરના દલાલે બહારની પાર્ટી સાથે સોદો નક્કી થયો છે તેમ કહી ચણીયા ચોલીનું માલ મંગાવી ૨.૩૦ કરોડ રૂપિયાની છેતરપીંડી કરી હોવાની ફરીયાદ અઠવા પોલીસ મથકમાં દાખલ થઇ હતી. મળતી માહિતી મુજબ આરોપી રાણીતળાવ ખાતે રહેતા ઉમર પીલાએ આગોતરા જામીન મેળવવા સુરત કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટ દ્વારા આ મામલે સરકારી વકીલ અને ફરીયાદીના વકીલ હસન બેન્ડવાલાએ સોગંદનામું મુકતા કોર્ટે આગોતરા જામીન ના મંજુર કર્યાનું ઓર્ડર કયું હતું.