(સિટી ટુડે) વડોદરા,તા.૦૩
તારીખ ૦૩/૦૫/૨૦૨૪ શુક્રવારના રોજ વડોદરા ખાતે પોલીસ દ્વારા ઢોર મારમારતા મુસ્લિમ યુવાન ગંભીર રીતે ઘાયલ છે ઘાયલ યુવાનના ખબર અંતર પૂછવા હોસ્પિટલ ખાતે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ વડોદરાના સિનિયર આગેવાન એડવોકેટ અશફાક મલેક સાહેબ અને સામજિક આગેવાન સગીર અહેમદ અન્સારી સાહેબ અને મહિલા માઈનોરીટી આગેવાન શબનમ બેન હોસ્પિટલ ખાતે હાજર રહ્યા હતા સાથે વડોદરા શહેર પોલીસ કમિશનર કોમાર સાહેબ સાથે ટેલીફોનીક રજૂઆત કરી આરોપીઓ સામે ૩૦૭ કલમ દાખલ કરી આરોપીઓ ની ધરપકડ કરતા તે બાબતે સન્માનીય સી.પી સાહેબ નો આભાર વ્યક્ત કરી ઢોર મારનાર પોલીસ સહિતના આરોપીઓ સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરી, અને યુવાન નું સારવાર નું તમામ ખર્ચ અને વળતર મુખ્યમંત્રી રાહત ફંડ માંથી આપવા માવે તેવી માંગણી ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ મુખ્યમંત્રીને રજૂઆત કરશે