અમદાવાદ, તા.૨૧
સુરતમાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઇને વિવાદ ઉભો થયો છે. નિલેશ કુંભાણીના ટેકેદારોએ ફોર્મમાં પોતાની સહી ના હોવાનો દાવો કર્યો છે. આ વચ્ચે કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા અનુપ રાજપૂતે ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. અનુપ રાજપૂતે કહ્યું કે, કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા કેટલાક નેતાઓએ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવા પાછળ કાવતરૂં રચ્યું છે.
કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા અનુપ રાજપૂતે આક્ષેપ લગાવ્યો કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવા પાછળ મોટું કાવતરૂં રચવામાં આવ્યું છે.
કોંગ્રેસના પૂર્વ નેતા અર્જૂન મોઢવાડિયા અને હાર્દિક પટેલે આ કાવતરૂં રચ્યું છે. હાર્દિક પટેલ નિલેશ કુંભાણીની ખુબ જ નજીક ગણાતા હતા. પહેલાથી જ પ્રિ પ્લાન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસના ઝોનલ પ્રવક્તાએ લગાવ્યો છે.
કોંગ્રેસ લીગલ સેલના સભ્ય ઇકબાલ શેખે કહ્યુ કે, જાે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવશે તો ગુજરાત હાઇકોર્ટમાં જવાની તૈયારી છે.