સુરત,તા.૦૪
સુરત શહેરના ગીચ વિસ્તાર ગણાતા ભાગળ ચાર રસ્તા ઉપર આજે એક દુકાનમાં ચા બનાવવાના મશીનમાં બ્લાસ્ટ થતા અફરા તફરી મચી હતી. જોકે દુકાનમાં રહેલ એક યુવક સામાન્ય દાઝ્યો હોવાનું જાણવા મળ્યું છે . ફાયર વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે કે આજે સવારે ફાયરને કોલ મળ્યો હતો કે ભાગળ ચાર રસ્તા ઉપર આવેલી મોહન મીઠાઈની દુકાન નજીક પાસે એક દુકાનમાં ચા વેચાણ કરવામાં આવતી હતી. આ ચા મશીનમાં બનાવવામાં આવતી હતી. અચાનક આ ચા બનાવવાનું મશીન ધડાકાભેર ફાટ્યું હતું.
આ ઘટનાને પગલે દુકાનમાં ભાગદોડ થઈ ગઈ હતી. મશીન ફાટવાના અવાજથી આજુબાજુના લોકો પણ ચોકી ઉઠ્યા હતા. ફાયરને જાણ થતા ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા છે. ફાયર વિભાગે જણાવ્યું હતું કે એક યુવકને સામાન્ય રીતે દાઝ્યો હતો.
ફાયર બ્રિગેડના પાસેથી મળતી માહિતી મુજબ ભાગળ ચાર રસ્તા કોટ્સફિલ રોડ પર ધનવંતરી જનરલ સ્ટોર નામની ચાની દુકાન અને પાનનો ગલ્લો આવેલો છે. આ દરમિયાન આજે એક બાજુ દુકાન પર કેટલાક ગ્રાહકો હાજર હતા. તે દરમિયાન અચાનક ચા બનાવવાનું ઈલેક્ટ્રીક મશીન બ્લાસ્ટ થઈ ગયુ હતું. આ મશીન ધડાકાભેર ફાટતા તેની પ્રચંડ આવાજ સાંભળી તેમજ ઘટનાને પગલે સ્થળ ઉપર હાજર લોકોમાં ભાગદોડ મચી જવાની સાથે ભયનો માહોલ પણ ફેલાઈ ગયો હતો. મશીન એટલી પ્રચંડતાથી ફાટ્યુ હતુ કે દુકાનમાં ફ્રીજ, સીલીંગ ફેન તથા પીઓપી સુધ્ધા તૂટી ગઈ હતી, એટલું જ નહીં તે જ સમયે ચા ની દુકાનની સામેથી પસાર થઈ રહેલા રાહદારી ૨૦ વર્ષીય રાઠોડ સતીશ સિંહ પ્રવિણસિંહને એક હાથના ભાગે કાચ વાગતા તે લોહીલુહાણ અને ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. આ ઘટનાને જાેઈ ત્યાં નજીકમાં હાજર ટ્રાફિક બ્રિગેડના જવાનોનો તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા.
