Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, September 15
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » નો મેપીંગ અને લોજીકલ ડિસ્ક્રીપન્સીના દસ્તાવેજ ૧૦ મી ફેબ્રુઆરી સુધી સ્વીકારો :ગ્યાસુદ્દીન શેખ ભૂતપૂર્વ ધારાસભ્ય,ઈમરાન ખેડાવાલા ધારાસભ્ય,

    નો મેપીંગ અને લોજીકલ ડિસ્ક્રીપન્સીના દસ્તાવેજ ૧૦ મી ફેબ્રુઆરી સુધી સ્વીકારો :ગ્યાસુદ્દીન શેખ ભૂતપૂર્વ ધારાસભ્ય,ઈમરાન ખેડાવાલા ધારાસભ્ય,

    City Today DailyBy City Today DailyFebruary 4, 2026

    સિટી ટુડે :04

     નો મેપીંગ અને લોજીકલ ડિસ્ક્રીપન્સીના દસ્તાવેજ ૧૦ મી ફેબ્રુઆરી સુધી સ્વીકારો :ગ્યાસુદ્દીન શેખ ભૂતપૂર્વ ધારાસભ્ય,ઈમરાન ખેડાવાલા ધારાસભ્ય,
    એસ.આઈ.આર. પ્રક્રિયા હેઠળ બી.એલ.ઓ. એ ઘરે ઘરે જઈ સંપૂર્ણ ચકાસણી હાથ ધરી હતી. મતદારોના રહેઠાણ અને જીવનના પુરાવા એકઠા કરવામાં આવેલા તેમજ મતદારનો ફોટો ચૂંટણી પંચની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલ ત્યાર બાદ જ મતદારનું નામ ડ્રાફટ મતદાર યાદીમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે આમ, ડ્રાફટ મતદાર યાદીમાં નામ હોવા છતાં ચૂંટણી પંચે બી.એલ.ઓ. દ્વારા ગુજરાતના ૭૦ લાખથી વધુ મતદારોને પુનઃ નોટિસ મોકલેલ છે.
    નો મેપીંગ અને લોજીકલ ડિસ્ક્રીપન્સી હેઠળ ડ્રાફટ મતદાર યાદીમાં સમાવિષ્ટ મતદારોને ચૂંટણી પંચે બી.એલ.ઓ. દ્વારા નવી નોટિસ જારી કરી પુનઃ તમામ પુરાવાઓ આપવા માટે જણાવવામાં આવ્યું છે.
    એસ.આઈ.આર. પ્રક્રિયા હેઠળ બી.એલ.ઓ. દ્વારા માંગવામાં આવતા અત્યંત મુશ્કેલ પુરાવાઓની ઉપલબ્ધતાના અભાવના કારણે ગરીબ અને અભણ મતદારો પુનઃ પુરાવાઓ આપવા માટે અસમથતા દાખવી રહ્યા છે.
    બી.એલ.ઓ. દ્વારા સંપૂર્ણ ચકાસણી અને ફોટોગ્રાફ લીધા બાદ ડ્રાફટ મતદાર યાદીમાં સમાવેશ થયેલા લોકોને મેપીંગ અને લોજીકલ ડિસ્ક્રીપન્સીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના મતદારો ચૂંટણી કમિશન દ્વારા માંગવામાં આવેલ પૂરતા પુરાવા ના હોવાના કારણે ખૂબ જ યાતના અને પરેશાની નો સામનો કરી રહ્યા છે. તેવા સમયે ચૂંટણી કમિશને ત્વરિત નિર્ણય લઈ ડ્રાફટ યાદીમાં સમાવિષ્ટ મતદારો પાસે હયાત જે કંઈ યોગ્ય પ્રમાણિત પુરાવાને લક્ષ્યમાં લઈ તેની ચકાસણીના આધારે તેમનું નામ અંતિમ મતદાર યાદીમાં સામેલ કરવાથી મતદારોના સંવૈધાનિક અધિકાર દ્વારા લોકતાંત્રિક પ્રક્રિયામાં સહભાગી થવાનો અધિકાર સુરક્ષિત રહેશે.
    Post Views: 969
    @SIR @BLO #sir #blo
    Previous Articleसत्य की हमेशा जीत होती है
    Next Article મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    Related Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    August 25, 2026

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    August 24, 2026

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    August 19, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.