૧૦ વર્ષમાં ૭૦૦ નકલી Âસ્ટકર બનાવ્યાં, એક Âસ્ટકરના ૧૫,૦૦૦ લેતો કેટલાક વિદેશ પણ જતા રહ્યા, આરોપી ફેક વિઝા કેસમાં જામીન પર હતો
સુરત, તા.૦૨
સુરતમાં PCB અને SOG સંયુક્ત કાર્યવાહીમાં અડાજણ વિસ્તારમાંથી પ્રતીક શાહ નામની વ્યÂક્તની ધરપકડ કરીને નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ફેક્ટરીમાંથી યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, ચેકોસ્લોવાકિયા અને યુરોપના દેશોના નકલી વિઝા Âસ્ટકરો મળ્યાં છે. પોલીસને તેની પાસેથી ૫ વિઝા Âસ્ટકર મળ્યાં છે. તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રતીક શાહ આ નકલી વિઝા Âસ્ટકરો દિલ્હી, ચંદીગઢ, પંજાબ અને હરિયાણાના એજન્ટોને વેચતો હતો. આરોપી પ્રતીક શાહ સામે આ પહેલાં પણ ગુના નોંધાયા છે અને ૨૦૧૭થી અત્યારસુધીમાં તેના પર કુલ ૧૨ ગુના દાખલ થયેલા છે. પોલીસ તપાસમાં આરોપીએ ૧૦ વર્ષમાં ૭૦૦ નકલી Âસ્ટકર બનાવ્યાં હોવાનું સામે આવ્યું છે. તે એક Âસ્ટકર બનાવવાના ૧૫,૦૦૦ લેતો હતો. આ નકલી Âસ્ટકરના આધારે કેટલાક લોકો વિદેશ પણ જતા રહ્યા હોવાની માહિતી સામે આવી છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં ફેક વિઝા રેકેટનો પર્દાફાશ એક વર્ષ પહેલાં દિલ્હી પોલીસે કર્યો હતો. તે સમયે પણ સુરતના મુખ્ય આરોપી પ્રતીક શાહની ધરપકડ કરવામાં આવી હતી, જે છ મહિના પહેલા જ આવા જ ગુનામાં જામીન પર બહાર આવ્યો હતો. જામીન મળ્યા બાદ ફરી એકવાર તેણે પોતાના કૃત્યો ચાલુ કર્યા અને સુરત Âસ્થત પોતાના ઘરે જ અત્યાધુનિક મશીનરી સાથે નકલી વિઝાની ફેક્ટરી શરૂ કરી દીધી હતી. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે આરોપીએ દસ વર્ષના સમયગાળા દરમિયાન ૭૦૦ જેટલાં બોગસ (નકલી) Âસ્ટકર બનાવ્યાં છે. આ બોગસ Âસ્ટકરના આધારે કેટલાક લોકો વિદેશ પણ જઈ ચૂક્્યા છે. પોલીસ હાલમાં આ લોકો કોણ છે એની તપાસ કરી રહી છે. આ કેસમાં છ એજન્ટને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસની તપાસ મુજબ આરોપી એકદમ સાચું લાગે એવું સ્ટીકર બનાવવા માટે બારીકાઈથી કામ કરતો હતો અને રવિયા એક સ્ટકર બનાવવામાં તેને સાત દિવસનો સમય લાગતો હતો. આ બોગસ Âસ્ટકર તે કુરિયર મારફત એજન્ટોને મોકલતો હતો.
પોલીસે ઝઘડિયા ચોકડી પાસે આવેલા એક બિÂલ્ડંગના ફ્લેટમાં દરોડો પાડી પ્રતીકની ધરપકડ કરી છે, જ્યારે આ રેકેટમાં સામેલ અન્ય છ વ્યÂક્તને વોન્ટેડ જાહેર કરી છે. પોલીસે સ્થળ પરથી લેપટોપ, જુદા-જુદા દેશોનાં વિઝા Âસ્ટકર્સ અને અન્ય પરચૂરણ સામગ્રી મળીને કુલ રૂ.૧.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાંદેરના ઝઘડિયા ચોકડી પાસે શ્રીજી નગરી સોસાયટી નજીક આવેલી સમોર રેસિડેન્સીના ફ્લેટ નંબર ૨૦૨માં પ્રતીક ઉર્ફે અભિજિત નિલેશ શાહ નામની વ્યક્ત બોગસ વિઝા Âસ્ટકર્સ બનાવી તેના એજન્ટ મારફત લોકોને વિદેશ મોકલવાનું રેકેટ ચલાવી રહ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ શરૂ કરતાં તેના લેપટોપમાં જુદા જુદા દેશોનાં વિઝા Âસ્ટકર્સની ફાઈલો એડિટ થતી જાવા મળી હતી. પ્રતીકની પૂછપરછમાં કેટલાક આરોપીઓનાં નામ સામે આવ્યાં હતાં, જેમાં આણંદમાં રહેતો કેતન દીપક સરવૈયા, બેંગકોક (થાઈલેન્ડ)માં રહેતો હર્ષ, દિલ્હીમાં રહેતો પરમજિતસિંહ, દિલ્હીમાં રહેતો અફલાક અને સચિન શાહ નામની વ્યક્તઓ લોકોને વિદેશ મોકલવા માટેના વિઝા આપવાનું કામકાજ કરતા હતા. આ તમામ એજન્ટો વિદેશ જવા ઈચ્છતા લોકો પાસેથી મોટી રકમ લઈને બોગસ Âસ્ટકર્સ બનાવીને તેમની સાથે છેતરપિંડી કરતા હતા. પ્રતીક તેમને એક બોગસ વિઝા Âસ્ટકર બનાવી આપવા બદલ રૂ. ૧૫,૦૦૦ લેતો હતો.