બચાવ પક્ષના વકીલ રાહિલ મિસ્ત્રી તથા નદીમ ચૌધરીની દલીલો માન્ય રાખતી કોર્ટ
(સિટી ટુડે) સુરત,તા.૧૦
અલથાણ ખાતેથી ચોરી થયેલા વાહનની ડુપ્લીકેટ આરસી બુક બનાવવાના કૌભાંડમાં આરોપીના જામીન સુરત મેજિસ્ટ્રેટ કોર્ટે મંજૂર કર્યા હતા. બચાવ પક્ષના વકીલ રાહીલ મિસ્ત્રી અને નદીમ ચૌધરીની દલીલો કોર્ટે માન્ય રાખી હતી. આ કેસની વિગત એવી છે કે પાંડેસરામાં રહેતા પવન પાંડે અલખાણ ડીજીવીસીએલ ઓફિસ પાસે ફૂટપાથ પર પંચર બનાવવાનું કામ કરે છે.૨ ઓક્ટોબરે બપોરે પવન પોતાની બાઈક લઇ ડીજીવીસીએલ ઓફિસ ખાતે વોશરૂમ કરવા ગયો હતો ત્યારે તેની બાઈક ઓફિસની બહાર પાર્ક કરી હતી. એક બાઈક ચોરે પવનની બાઇક ચોરી કરી ફરાર થઈ ગયો હતો. પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરીની ફરિયાદ દાખલ થઈ હતી. પોલીસે બાઈક ચોરને ઝડપી પાડ્યો હતો પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે આ બાઈકની આ ચોરએ ડુબલીકેટ આરસી બનાવવા ઝારખંડ ગિરધિ ખાતે રહેતા સાહિલ સંતોષકુમાર શાહૂને કામ સોપ્યું હતું. પોલીસે આ ચોરીની બાઇકની ડુપ્લીકેટ આરસી બુક બનાવવાના પ્રકરણમાં સાહિલની પણ ધરપકડ કરી હતી. આ કેસમાં જામીનમુક્ત થવા સાહિલે વકીલ રાહીલ ઝેડ.મિસ્ત્રી અને વકીલ નદીમ ચૌધરી મારફતે જામીન અરજી કરી હતી. જે કોર્ટે મંજૂર કરી હતી.










