નવી દિલ્હી, તા.૧૨ દિલ્હીમાં સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. જે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ રાજ્યોના દ્ગડ્ઢછના સાંસદો સાથે બેઠક યોજી હતી. ગુરુવારે રાત્રે વડાપ્રધાનના નિવાસ સ્થાને એનડીએ સાંસદો સાથે જમણવારનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. પીએમ મોદીએ સાંસદોને જનસંપર્કના માધ્યમથી પ્રજા સુધી પહોંચવા ટકોર પણ કરી હતી.
અહેવાલ અનુસાર વડાપ્રધાન મોદીએ સાંસદોને સલાહ આપી હતી કે તેમણે વિકાસ કાર્યો લોકો સુધી પહોંચાડવા માટે આધુનિક ટૅક્નોલૉજીની મદદ લેવી જાેઈએ. તેમણે કહ્યું કે સરકાર સતત લોકોના હિતમાં કામ કરી રહી છે પણ સરકારની ઉપલબ્ધિઓ લોકો સુધી પહોંચી નથી શકતી. તેથી જનસંપર્ક હજુ મજબૂત કરવાની જરૂર છે.
સૂત્રો અનુસાર વડાપ્રધાન મોદીએ સાંસદોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ વધુ સક્રિય રહેવાની સલાહ આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, કે ચૂંટણી નજીક આવતાં જ કોંગ્રેસ વાયદાઓનો ઢગલો કરી નાંખે છે અને કામ કરવાનો દેખાડો કરે છે, પણ દ્ગડ્ઢછ સરકાર તો નિરંતર કામમાં વિશ્વાસ રાખે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદોને કહ્યું, તમે બસ કામ કરો, આ મજૂર તમારી પાછળ ઊભો છે.