સુરતની ભાજપ ઓફિસ પર કોંગ્રેસનો હલ્લાબોલ સાથે મોદી-ભાજપ હાય-હાય ના સુત્રોચ્ચારથી માહોલ ગરમાયો, પોલીસે બાજી સંભાળી
(સિટી ટુડે) સુરત. તા.૧૯
હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી-રાહુલ ગાંધી સહિતના પદાધિકારીઓની મુક્તિ બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલી કોંગ્રેસે આજે સુરતના ઉધના સ્થિત ભાજપ કાર્યાલયે ધામો નાંખ્યો હતો અને રામધૂન સાથે હલ્લાબોલ મચાવીને ભાજપ-મોદી વિરૂદ્ધ ભારે સુત્રોચ્ચાર કર્યા હતા જેને પગલે એક તબકેક માહોલ તંગ બન્યો હતો.
છેલ્લાં ૧૨ વર્ષથી કોંગ્રેસના દિગ્ગજાેને કાનુની દાવપેજમાં ફસાવવાની કોશિશ કરનાર નરેન્દ્ર મોદી અને ભાજપની મેલી મુરાદો પર પાણી ફેરતા કોર્ટે આખા કેસને જ રદબાતલ કર્યો હતો જેને પગલે દેશભરમાં કોંગ્રેસના નેતાઓ જશ્ન સાથે ભાજપ સામે દેખાવો યોજી રહ્યાં છે. આ અનુસંધાનમાં સુરત શહેર કોંગ્રેસના નવયુવાન પ્રમુખ વિપુલ ઉધનાવાલાની આગેવાની હેઠળ ઉધના મેઈન રોડ પર એકત્રિત થયેલા કોંગ્રેસના આગેવાનોએ ભાજપ કાર્યાલયે જ મોરચો માંડ્યો હતો અને કાર્યાલયનો ઘેરો ઘાલીને રામધૂમ સાથે ભારે સુત્રોચ્ચાર કર્યા હતા જેને પગલે ભાજપ કાર્યાલયમાં બેઠેલા નેતાઓ અને કર્મચારીઓ પણ કચેરીના બહાર દોડી આવ્યા હતા. એક તબક્કે બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલીનું વાતાવરણ બન્યું હતું પરંતુ પોલીસે સકારાત્મક વલણ દાખવતા મામલાને સંભાલી લીધો હતો અને વાતાવરણ હળવું બનાવ્યું હતું.
અંદાજિત દોઢ-બે કલાક સુધી ભાજપ કાર્યાલયને બાનમાં લીધા બાદ કોંગ્રેસે ભાજપના નેતાઓને નશ્યત આપતા જણાવ્યું હતું કે ‘સત્ય પરેશાન હો સકતા હૈ, પરાજિત નહીં‘. રાહુલ ગાંધી અને સોનીયા ગાંધી જેવા સંનિષ્ઠ અને પ્રામાણિક નેતાઓને કાનુની દાવપેચમાં ફસાવવા આટલા સરળ નથી.
આજના કાર્યક્રમમાં શહેર પ્રમુખ સહિત સંગઠન મહામંત્રી રોહિત સાવલિયા, નવનિયુક્ત હોદ્દેદારો, પૂર્વ કોર્પોરેટરો, પ્રદેશના આગેવાનો, યુવાઓ તેમજ સ્થાનિક આગેવાનો જાેડાયા હતા. આ પ્રદર્શનમાં મહિલાઓની સંખ્યા પણ સારી એવી જાેવા મળી હતી.
ઈતિહાસમાં પ્રથમવાર ભાજપ કાર્યાલયનો ઘેરો
સુરતના ઇતિહાસમાં સૌપ્રથમ વાર ભાજપના કાર્યાલયનો ઘેરો ઘાલતા કોંગ્રેસના અગ્રણીઓએ સંદેશ આપી દીધો છે કે આગામી દિવસોમાં આ વિરોધ વધુ ઉગ્ર બનશે અને છેલ્લાં ત્રણ દાયકાથી સુરતને બાનમાં લેનાર ભાજપ શાસકોની શાન ઠેકાણે લાવતા કોંગ્રેસને વાર નહિ લાગે.









