અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લેન્ડ ગ્રેબિંગના ગુનામાં આરોપી ઈમ્તીયાઝ હનીફ શેખ નાઓની જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.
City today:surat
અઠવાલાઈન્સ પો.સ્ટે. માં અઠવાલાઈન્સ પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૨૧૦૦૦૫૨૬૦૨૩૦/૨૦૨૬ થી બી.એન.એસ. ની કલમ-૩૧૬(૨), ૬૧(૨) તથા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદો અધિનિયમ–૩, ૪(૧), ૫(સી) મુજબ નો ગુનો નોંધાયેલ અને સદરહું કામમાં ફરીયાદીની ફરીયાદ હકીકત મુજબ સદર કામની ફરીયાદ ફરીયાદી મુખત્યાર અહેમદ રસીદ શેખ નાઓએ અત્રેનાં અઠવાલાઈન્સ પો.સ્ટે.માં આપેલ છે. સદરહુ કામમાં ફરીયાદીની ફરીયાદ હકીકત મુજબ ઉપર જણાવ્યા મુજબ અરજીનાં સામાવાળાએ ઉપરોકત મિલકતનાં પ્લોટ નં. ૩ અને ૪ નો વેચાણ દસ્તાવેજ ફરીયાદીનાં નામે અને ફરીયાદીનાં ભાઈના નામે કરી આપ્યા બાદ તેઓએ લાલચમાંઆવી ઉપરોકત બંને પ્લોટોનું ગેરકાયદેસર રીતે કબજો કરી દિધેલ છે અને સોદા ચિઠ્ઠીમાં થયેલ શરતો મુજબ પ્લોટ નં. ૧ અને ૨ નો બાકી રહેલ વેચાણ અવેજ અવેજ લઈ રજીસ્ટર વેચાણ દસ્તાવેજ અમોને કરી આપતા નથી અને સામાવાળાઓએ એકબીજાનાં મેળાપિપણામાં અને ગુંડા અને અસામાજીક તત્વો સહારો લઈ કાયદેસર વેચાણ દસ્તાવેજ થી વેચાણ આપેલ પ્લોટ નં.૩ અને ૪ કબજો ફરીયાદીને ન સોપી સામાવાળાઓએ એકબીજાના મેળાપિપણાથી ગેરકાયદેસર કબજો કરી લઈ ગેરકાયદેસર રીતે પચાવી પાડેલ છે અને આ સામાવાળાઓએ અગાઉ પણ નાનપુરા ગાંધી સ્મૃતિ હોલ પાસે કોઈ પારસી બાવાની જમીન પચાવી પાડેલ અંતે જમીન માલિક પાસેથી મોટી રકમ સ્વીકારી કબજો ખાલી કરેલ હોવાનું અમારી જાણમાં છે. જે હકિકત જોતાં આ અરજીનાં સામાવાળાઓએ તેઓના મળતિયા ગુંડા ઇસમોના સહકારથી ગેરકાયદેસર રીતે મિલકત પચાવી પાડી ગુનાઓ કરતા હોય અને અમારા અરજીમાં જણાવેલ પ્લોટ નં.૩ અને ૪ ના પ્લોટો ફરીયાદીને વેચાણ આપ્યા બાદ ફરીયાદીને કબજો સોપ્યા બાદ તે પ્લોટો ગેરકાયદેસર રીતે પચાવી પાડેલ છે જેથી આ અરજીના સામાવાળા નં.૧ થી ૪ તથા તેઓના મળતિયા ઈસમો વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિગ એકટ ૨૦૨૦ ના કાયદા મુજબ કાર્યવાહી કરવા માટે આરોપીઓનાં વિરૂધ્ધમાં ધોરણસર થવા મારી ફરીયાદ છે ફરીયાદીનાં સાહેદો ફરીયાદમાં જણાવ્યા મુજબના તેમજ આ કામના આરોપીઓએ ફરીયાદીની ઉપરોકત જમીન પચાવી પાડી ગુનો કરેલ હોવાની હકીકત દર્શાવી હાલની ફરીયાદ આપેલ છે.
સદરહું ફરીયાદનાં અનુસંધાને ત.ક. અમલદારશ્રીએ આરોપી ઈમ્તિયાઝ હનીફ શેખ નાઓની ધરપકડ કરેલ અને આરોપીને નામદાર કોર્ટ રૂબરૂ રજુ કરવામાં આવેલ જેઓએ જામીન ઉપર મુક્ત થવા નામદાર સેસન્સ કોર્ટમાં અરજી કરેલ. જે જામીન અરજીમાં આરોપી તર્ફે વકીલ શ્રી નદીમ એચ. ચૌધરી નાઓની મુખ્ય રજુઆત એ રીતની હતી કે, હાલના અરજદાર/આરોપી નાઓએ ફરીયાદી નાઓને કોઈપણ પ્લોટના દસ્તાવેજ આજદિન સુધી કરી આપેલ નથી તેમજ આજદિન સુધી અરજદાર/આરોપીનો જ કબજો ભોગવટો સદરહું પ્લોટ ઉપર ચાલી આવેલ છે અને તેના માલિક તરીકે પણ ચાલી આવેલ છે જેથી ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદો અધિનિયમ-૩, ૪(૧), પ(સી) અરજદાર/આરોપી ઉપર લાગું પડતું નથી આ કામના ફરીયાદીશ્રી નાઓએ ખોટી હકિકત દર્શાવી હાલના અરજદાર/આરોપીને ફરીયાદમાં આરોપી તરીકે જોડી દિધેલ છે. જે તમામ હકીકત ધ્યાને લઈ મહેરબાન સુરતનાં એડીશ્નલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જડજ સાહેબશ્રી(સ્પેશ્યલ કોર્ટ)ની કોર્ટ ઘ્વારા આરોપી ઈમ્તિયાઝ હનીફ શેખ નાઓને કેટલીક શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરતો હુકમ ફરમાવેલ છે.
આરોપી ઈમ્તિયાઝ હનીફ શેખ નાઓ તર્ફે વકીલ શ્રી નદીમ એચ. ચૌધરી નાઓએ નામદાર સેસન્સ કોર્ટમાં દલીલો કરેલ હતી.










