સુરત, તા.૨૦ દિલ્હીમાં તાજેતરમાં થયેલા કાર બ્લાસ્ટની ઘટનાએ સમગ્ર દેશની સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દીધી છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત ગુજરાતમાં પણ પડ્યા છે. દિલ્હી બ્લાસ્ટ બાદ કેન્દ્રીય ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસના ડીજીપીના આદેશ બાદ સુરત પોલીસ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસે એક મેગા ડ્રાઈવ શરૂ કરી છે. આ ડ્રાઈવ અંતર્ગત છેલ્લા ૩૦ વર્ષમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ૨૪૦૦ આરોપીઓના ડોઝિયર તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં તેમની તમામ વિગતો સાથે આરોપીના કોઈ સગા-સંબંધી કે મિત્રો પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અન્ય પડોશી દેશોમાં રહે છે કે કેમ? પ્રેમ સંબંધ જેવા પ્રશ્નો…
Author: City Today Daily
ગઝા, તા.૨૦ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ગયા મહિને થયેલો યુદ્ધવિરામ હવે ખતરામાં મુકાઈ ગયો છે. ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાં ભીષણ હવાઈ હુમલો કર્યો, જેમાં ૨૭ પેલેસ્ટિનિયનોના મોત થયા. આ ઉપરાંત, ઇઝરાયેલે લેબનોનમાં પણ કરેલા અલગ-અલગ હવાઈ હુમલાઓમાં ૧૪ લોકો માર્યા ગયા છે, જેના કારણે સમગ્ર ક્ષેત્રમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઇઝરાયેલી સેનાએ બુધવારે હમાસ-નિયંત્રિત ગાઝા પટ્ટી પર હવાઈ હુમલા કર્યા હતા. હમાસના નાગરિક સુરક્ષા એજન્સીના જણાવ્યા અનુસાર, આ હુમલામાં ગાઝા શહેરના ઉત્તરીય ભાગમાં ૧૨ લોકો અને દક્ષિણી ખાન યુનિસ ક્ષેત્રમાં ૧૦ લોકો સહિત કુલ ૨૭ લોકો માર્યા ગયા હતા. ઇઝરાયેલી સેનાએ દાવો કર્યો છે કે આ હુમલો આતંકવાદીઓ દ્વારા કરવામાં…
વોશિંગ્ટન, તા.૨૦ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને રોકવાનો શ્રેય પોતાને આપ્યો છે. સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે યુએસ-સાઉદી ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં બોલતા ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે બંને પરમાણુ શક્તિ ધરાવતા દેશો પર ૩૫૦ ટકા ટેરિફ લાદવાની ધમકી આપીને યુદ્ધ ટાળ્યું હતું. ટેરિફની ધમકી આપતા ટ્રમ્પે દોવો કર્યો હતો કે, ભારત અને પાકિસ્તાન પરમાણુ હથિયાર સાથે લડવાના હતા. મેં કહ્યું, તમે લોકો લડી શકો છો, પણ હું બંને દેશો પર ૩૫૦ ટકા ટેરિફ લાદીશ. અમેરિકા સાથે કોઈ વેપાર થશે નહીં. આ ધમકીના બે દિવસમાં જ બંને દેશોના નેતાઓએ ફોન પર સંપર્ક કરીને તેમને…
પાલઘર, તા.૨૦ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં એક ખાનગી શાળામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને શાળામાં પહોંચવામાં ૧૦ મિનિટનો વિલંબ થતાં કથિત રીતે ઉઠક-બેઠકની સજા આપવામાં આવી હતી. આ ઘટનાના લગભગ એક અઠવાડિયા પછી આ વિદ્યાર્થિનીનું મોત થઈ ગયું. વિદ્યાર્થિની ૧૨ વર્ષની હતી. આ મામલે હવે પોલીસે ઉઠક-બેઠકની સજા આપનાર શિક્ષિકા મમતા યાદવ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. સારવાર દરમિયાન વિદ્યાર્થિના મોત બાદ પહેલા એડીઆર નોંધવામાં આવ્યુ હતું, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તેના પરિવારની ફરિયાદના આધાર પર હવે શિક્ષિકા વિરુદ્ધ બીએનએસની કલમો હેઠળ ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે. વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટર દિલીપ ઘુગેએ જણાવ્યું કે, ૮ નવેમ્બરના રોજ શિક્ષિકાએ ઘણા બાળકોને મોડા…
(સિટી ટુડે) અમદાવાદ,તા.૨૦ ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૨૬ મુજબ તમામ ભારતીય નાગરિકને પોતાનો મત આપવાનો અધિકાર મળેલો છે. ભારતીય બંધારણથી મળેલ મતના અધિકારને રક્ષણ આપવાનું કામ ભારતીય ચૂંટણી આયોગે સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે કરવું જાેઈએ. ગતરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી વિધાનસભામાં વિપક્ષના નેતા તુષાર ચૌધરી, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, જીપીસીસીના વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, પૂર્વ સાંસદ અમીબેન યાજ્ઞિક, કોંગ્રેસ અગ્રણીઓ મનીષ દોશી તેમજ બિમલ શાહે દર્શાવેલ બાબત અંગે યોગ્ય અને ત્વરિત ઉકેલ લાવવા રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીને રજુઆત કરતાં માંગ કરી હતી. ૧. ડુપ્લીકેટ મતદાર શોધવા શું? : ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ પાસે એક જ વ્યક્તિ બે અલગ…
૨૭૨ ભૂતપૂર્વ ટોચના અધિકારીઓ, ન્યાયાધીશો, રાજદ્વારીઓ અને લશ્કરી અધિકારીઓએ આરોપો લગાવ્યા નવી દિલ્હી, તા.૧૯ ૨૭૨ ભૂતપૂર્વ ટોચના અધિકારીઓ, ન્યાયાધીશો, રાજદ્વારીઓ અને લશ્કરી અધિકારીઓએ વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી સામે ગંભીર આરોપો લગાવ્યા છે. એક ખુલ્લા પત્રમાં, તેઓએ કહ્યું કે કોંગ્રેસ અને રાહુલ ગાંધી “ચૂંટણી પંચ સહિત બંધારણીય સંસ્થાઓમાં જનતાનો વિશ્વાસ ઓછો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.” ‘Assault on National Constitutional Authorities’ શીર્ષકવાળા આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક વિપક્ષી નેતાઓ ‘ઝેરી વાણી-વર્તન‘ અને ‘પાયાવિહોણા આરોપો‘ દ્વારા દેશની સંસ્થાઓને ખામીયુક્ત દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સહી કરનારાઓએ આરોપ લગાવ્યો હતો કે સૈન્ય, ન્યાયતંત્ર અને સંસદ પછી, કોંગ્રેસ હવે…
હિન્દુ માત્ર એક ધાર્મિક ઓળખ નહીં, પરંતુ એક સંસ્કૃતિગત ઓળખ છે, ભારત અને હિન્દુ એક જ છે : ભાગવત ગુવાહાટી, તા.૧૯ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના શતાબ્દી સમારોહના ભાગરૂપે આસામના ગુવાહાટીમાં એક કાર્યક્રમને સંબોધતી વખતે આરએસએસવડા મોહન ભાગવતે મહત્ત્વનું નિવેદન કર્યું છે. તેમણે ભારત અને હિન્દુ રાષ્ટ્રનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ‘જે ભારત પર ગર્વ કરે છે, તે હિન્દુ છે. હિન્દુ માત્ર એક ધાર્મિક ઓળખ નહીં, પરંતુ એક સંસ્કૃતિગત ઓળખ છે. ભારત અને હિન્દુ એક જ છે.’ ભાગવતે સ્પષ્ટ કહ્યું છે કે, ‘ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની કોઈ જરૂર નથી, કારણ કે તેની સભ્યતા પહેલેથી જ આ વાત જાહેર કરે છે.…
સુરત,તા.૧૯ સુરત સહિત સમગ્ર ગુજરાતને હચમચાવી નાખનારા ૧૦૦ કરોડના ચકચારી સાયબર ફ્રોડ કેસમાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ પોતાની કાર્યવાહી તેજ કરી છે. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દાખલ કરવામાં આવેલા ગુના બાદ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તપાસ કરી રહેલી ઇડીએ આ કેસના મુખ્ય સૂત્રધાર ગણાતા ડૉ. મકબુલ અબ્દુલ રહેમાન અને તેના પરિવારની ‘આર્થિક નસ‘ દબાવી દીધી છે. ઇડીએ મોટી કાર્યવાહી કરતા ડૉ. મકબુલ, તેમની પત્ની અને પુત્રના નામે રહેલી કુલ રૂપિયા ૨,૧૩,૩૭,૦૦૦ ની ત્રણ સંપત્તિઓ ટાંચમાં લીધી છે. ઇડીની તપાસમાં બહાર આવ્યું હતું કે, સાયબર ફ્રોડના કાળા નાણાંનો ઉપયોગ કરીને આરોપીઓએ કરોડોની સ્થાવર મિલકતો વસાવી હતી. આ દિશામાં તપાસ બાદ…
દારૂની બદીને કારણે અનેક પરિવારો બરબાદ થતાં મહિલાઓના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા રેડઃ પોલીસને સોપી દેવાયા (સિટી ટુડે) સુરત ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરા ઉડાવતા બુટલેગરોને પાઠ ભણાવવા કોંગ્રેસના આગેવાનોએ જનતાને સાથે રાખી રેડ કરી હતી જેમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો હતો. સુરતમાં દારૂની રેલમછેલ વચ્ચે સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલ ઉધનાવાલાની આગેવાની હેઠળ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં 7 દિવસમાં સુરતને ડ્રાઈ બનાવવા અપીલ કરવામાં આવી હતી. જોકે પોલીસ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા અને દારૂના અડ્ડા બેરોકટોક ચાલી રહ્યાં હતા. કમિશનરને આપેલું અલ્ટીમેટમ પૂર્ણ થયા પછી મંગળવારે મોડી સાંજે કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ…
રાજ્ય ચૂંટણી પંચ બે સ્થળે નામ ધરાવતા મતદારોને શોધવા ઉપલબ્ધ સોફટવેર ટેકનોલોજીનો ઉપયોગ કરે : ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને પુર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા પત્ર લખી રજૂઆત કરાઇ (સિટી ટુડે) અમદાવાદ : આપણી ચૂંટણી પ્રણાલી એ લોકશાહીનો પાયો છે. દરેક ભારતીય નાગરિકો ચૂંટણી પંચ ઉપર વિશ્વાસ ધરાવે છે. નાગરિકોનો વિશ્વાસ જાળવી રાખવો એ ચૂંટણી કમિશનની સર્વોચ્ચ ફરજ છે. ચૂંટણી પંચ સોફ્ટવેર ટેકનોલોજી દ્વારા મતદારયાદીઓ શુદ્ધ કરવાની પ્રક્રિયા સહેલાઈથી પૂર્ણ કરી શકે છે. હાલ ચાલી રહેલ SIR પ્રક્રિયા અંતર્ગત મતદારયાદી સુધારણા પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ મતદાર યાદીના શુદ્ધિકરણ દ્વારા ભારતીય સંવિધાને આપેલા એક ભારતીય નાગરિકને એક મત આપવાનો અધિકાર સુરક્ષિત રહે અને…
