નવી દિલ્હી, તા.૧૦ ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી જીત્યા પછી, આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં સભ્યપદ અભિયાન અને નગરપાલિકા ચૂંટણી માટે ફોર્મ શરૂ કર્યું છે. નગરપાલિકા ચૂંટણીમાં લડવા માંગતા કાર્યકરો આ ફોર્મ ભરી અને સબમિટ કરી શકે છે. કેજરીવાલે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન યુવાનોને તક આપવાની જાહેરાત કરી હતી. આ વર્ષના અંત સુધીમાં ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, આમ આદમી પાર્ટીએ તેની તૈયારીઓ તેજ કરી દીધી છે. પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે આ વખતે તે કોઈપણ ગઠબંધન વિના ચૂંટણી લડશે. પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ સોમવારે જાહેરાત કરી હતી કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન કરશે નહીં અને…
Author: City Today Daily
સુરત, તા.૧૦ સુરતમાં ‘હર ઘર તિરંગા‘ અને હર ઘર સ્વચ્છતા‘ની થીમ પર એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા વાય જંકશનથી શરૂ થઈને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે સમાપ્ત થઇ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં સુરતીઓએ જેમાં ખાસ કરીને શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ ભજ લીધો હતો. આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તિરંગા યાત્રા દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક અત્યંત પ્રેરક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “આપણા દેશના વીર સૈનિકોએ આતંકવાદીઓને ‘ઓપરેશન સિંદૂર‘ દ્વારા જડબાતોડ જવાબ આપ્યો છે.” તેમણે સૈનિકોની બહાદુરી અને સમર્પણને બિરદાવ્યું હતું…
સુરત, તા.૦૯ દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા, અમદાવાદ, સુરત સહિતની જેલમાં સજા ભોગવતા ભાઈઓને પોતાને બહેર રાખડી બાંધી શકે તે માટે જેલ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. લાંબા સમય બાદ જેલમાં ભાઈ અને બહેન મળતા ભાવુક દૃશ્યો સર્જાયા હતાં. રાખડી બાંધતા સમયે ભાઈઓ-બહેનો રડી પડ્યા હતાં અને એકબીજાને ભેંટી પડ્યાં હતાં. અહીં કેટલીક બહેનોએ ભાઈ જલ્દી જેલમાંથી છુટી બહાર આવે તે માટે ભગવાનને અને સરકારને પ્રાર્થના કરી હતી. તો ભાઈઓએ પણ બહેનને ભેટ સ્વરૂપે એક તુલસીનો છોડ આપ્યો હતો. છેલ્લા કેટલાય વર્ષોથી વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા કેદી ભાઈઓને પોતાની બહેનો રખડી બાંધવા માટે જેલમાં આવે…
વોશિંગ્ટન, તા.૯ ભારત અને અમેરિકાના સંબંધો પર એક નવો વિવાદ ઊભો થયો છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ટ્રમ્પના નીકટ રહી ચૂકેલા જ્હોન બોલ્ટને ચેતવણી આપી છે કે ભારત પર ભારે ભરખમ ટેરિફ લગાવીને ટ્ર્મ્પ દાયકાઓની અમેરિકી કૂટનીતિને જાેખમમાં નાખી શકે છે. તેમનું માનવું છે કે આ પગલું ભારતને રશિયા અને ચીનની વધુ નજીક ધકેલી શકે છે જે અમેરિકા માટે એક મોટી રણનીતિક ભૂલ સાબિત થઈ શકે છે. બોલ્ટને જણાવ્યું કે ટ્રમ્પ પ્રશાસને રશિયા પાસેથી ઓઈલ ખરીદવા પર ભારત પર ૫૦ ટકાથી વધુ ટેરિફ લગાવ્યો છે. જેમાં ૨૫ ટકા વધારાનો સેકન્ડરી ટેરિફ પણ સામેલ છે. આ ટેરિફ ફક્ત એ…
વોશિંગ્ટન, તા.૯ નાસાના GRACE અને GRACE-FO ઉપગ્રહો પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં થતા ફેરફારોને માપે છે. આ ઉપગ્રહો ૨૦૦૨ અને ૨૦૦૮ માં લોન્ચ કરવામાં આવ્યા હતા. આ ઉપગ્રહોની મદદથી, વૈજ્ઞાનિકો પૃથ્વી પર પાણીનું પ્રમાણ કેવી રીતે બદલાઈ રહ્યું છે તે શોધી શકે છે. આજકાલ, વિશ્વના ઘણા ભાગોમાં હવામાન ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યું છે, જેના કારણે દુષ્કાળ, પૂર અને જંગલમાં આગ લાગવાની ઘટનાઓ નોંધપાત્ર રીતે વધી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, વિશ્વભરના ઘણા વિસ્તારો ખૂબ જ સુકા બની ગયા છે. ખાસ કરીને દક્ષિણપશ્ચિમ ઉત્તર અમેરિકાથી મધ્ય અમેરિકા સુધી, દુષ્કાળ હવે સામાન્ય બની ગયો છે. જ્યાં વરસાદ પહેલા જેવો જ છે, ત્યાં હવે હવામાન…
બેંગલુરુ, તા.૮ કર્ણાટકના બેંગલુરુમાં કોંગ્રેસની ‘વોટ અધિકાર રેલી’ યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના સાંસદ અને લોકસભમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર નવો આક્ષેપ કર્યો છે. તેમણે દાવો કર્યો કે, ‘જ્યારે દેશની પ્રજા ડેટાને લઈને સવાલ પૂછી રહી છે, ત્યારે ચૂંટણી પંચે વેબસાઈટ જ બંધ કરી દીધી છે. ચૂંટણી પંચે બિહાર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પોતાની વેબસાઈટ બંધ કરી દીધી છે. ચૂંટણી પણ જાણે છે કે, પ્રજા તેમને પ્રશ્ન પૂછવા લાગશે તો તેમનું આખું માળખું તૂટી જશે.’ ચૂંટણી પંચે તાજેતરમાં રાહુલ ગાંધીને સોગંદનામું મોકલ્યું હતું, જેમાં સહી કરીને માફી માંગવાની વાત કહેવાઈ હતી, ત્યારે આ મામલે રાહુલ ગાંધીએ કહ્યું કે,…
નવી દિલ્હી, તા.૮ ચાલુ નાણાકીય વર્ષના બજેટથી ચર્ચામાં રહેલું ઈન્કમ ટેક્સ બિલ ૨૦૨૫ને આજે લોકસભામાં પાછું ખેંચવામાં આવ્યું છે. આવકવેરાના કાયદાઓના સરળીકરણના ઉદ્દેશ સાથે ઈન્કમ ટેક્સ બિલ, ૧૯૬૧ના સ્થાને રજૂ કરવામાં આવેલી ઈન્કમ ટેક્સ બિલ ૨૦૨૫ રદ થયુ છે. તેમાં વધુ સુધારાની જરૂર હોવાથી આ ર્નિણય લેવામાં આવ્યો છે. આ બિલ માટે બૈજયંત પાંડાના નેતૃત્વ હેઠળ ઘડાયેલી કમિટી હવે નવા સુધારા સાથેનું વર્ઝન ૧૧ ઓગસ્ટના રોજ રજૂ કરશે. કમિટીની ભલામણો અને મુખ્ય વાતો ૧૯૬૧ના જુના ઈન્કમ ટેક્સ એક્ટના સ્થાને નવુ બિલ લાવવાની જાેગવાઈ ૩૧ સભ્યોની કમિટીએ બિલ પર અનેક મહત્ત્વપૂર્ણ ભલામણો આપી કમિટીએ ધાર્મિક- અને અમુક સંસ્થાઓને મળતા ગુપ્ત દાન…
કેનેડા, તા.૮ કપિલ શર્માના કેનેડા રેસ્ટોરન્ટમાં ફરી એકવાર ગોળીબાર થયો છે. તે જ સમયે, લોરેન્સ ગ્રુપના ગેંગસ્ટર હેરી બોક્સરનો ઓડિયો સામે આવ્યો છે જેમાં તેણે ગોળીબારની જવાબદારી લીધી છે અને કહ્યું છે કે ગોળીબાર એટલા માટે કરવામાં આવ્યો હતો કારણ કે સલમાન ખાનને ઉદ્ઘાટન કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું અને જે કોઈ સલમાન સાથે કામ કરશે તેને મારી નાખવામાં આવશે. કપિલ શર્માના રેસ્ટોરન્ટમાં પહેલા પણ ગોળીબાર થયો છે અને હવે ફરીથી ગોળીબાર થયો છે. હેરી બોક્સરે દાવો કર્યો છે કે આ હુમલો એટલા માટે કરવામાં આવ્યો હતો કારણ કે કપિલ શર્માએ નેટફ્લિક્સ શોના ઉદ્ઘાટનમાં સલમાન ખાનને આમંત્રણ આપ્યું હતું. તમને…
સુરત, તા.૦૮ સુરત શહેરમાંથી પસાર થતી તાપી નદી પર આવેલા વિયર કમ કોઝવેની હાલત કથળી રહી છે. ગત વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને પાણીના પ્રવાહને કારણે કોઝવેના ડાઉન સ્ટ્રીમમાં એપ્રેન ધોવાઈ ગયો હતો. આ ઘટના બાદ ભારે હોબાળો થયો હતો અને કોઝવેના સ્ટ્રેન્થનિંગ માટે યોજના તૈયાર કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત રાષ્ટ્રીય સ્તરની એજન્સીઓ પાસે સર્વે કરાવવાનું નક્કી કરાયું હતું. પરંતુ વિવિધ એજન્સીઓ પાસે સર્વે કરાવીને ર્નિણય લેવામાં એક વર્ષ જેટલો વિલંબ થયો અને આ દરમ્યાન ફરી ચોમાસું બેસી ગયું છે, જેના કારણે કોઝવેના ડાઉન સ્ટ્રીમમાં નુકસાન વધુ વધ્યું છે. સુરતના રાંદેર અને સિંગણપોર વચ્ચે ૧૯૯૫માં રૂ. ૩૧…
સુરત, તા.૦૮ સુરતમાં ડમ્પરચાલકોનો આતંક યથાવત્ રહેવા પામ્યો હોય તે પ્રકારની વધુ એક ઘટના સામે આવી છે. વરિયાવ નજીક આઉટર રીંગ રોડ ખાતે બાઈક પર પસાર થતા માતા-પુત્રને બેફામ દોડતા ડમ્પરે અડફેટે લઈ કચડી નાખ્યા હતા. માતાના ચહેરા પરથી ડમ્પરનું ટાયર ફરી મળતા છુંદાઈ ગયું હતું, જેથી તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે દીકરાને પણ ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, કતારગામ વિસ્તારમાં આવેલી સ્મૃતિ સોસાયટીમાં નંદ પેલેસ એપાર્ટમેન્ટમાં ૬૬ વર્ષીય ગીતાબેન કિરીટભાઈ જૈયાવાલા પરિવાર સાથે રહેતા હતા. ૭ ઓગસ્ટના સાંજના સમયે ગીતાબેન તેમના દીકરા નિલેશ સાથે બાઈક પર કોઈ કામ અર્થે બાઈક પર ઘરેથી…
