અમદાવાદ, તા.01 આ વિસ્ફોટ ૨૯ સપ્ટેમ્બર ૨૦૦૮ના રોજ માલેગાંવમાં થયો હતો જેમાં ૬ લોકોના મોત અને ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતl માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસમાં ચુકાદો નિરાશાજનક છે. કોર્ટે કહ્યું છે કે ફરિયાદ પક્ષ આરોપીઓનો દોષ શંકાની બહાર સાબિત કરી શક્યો નથી. કોર્ટે આરોપીઓને શંકાનો લાભ આપ્યો છે. આતંકવાદીઓ સામે લડતા હેમંત કરકરે સહિત શહિદ અને ઘાયલ થયેલ નમાજીઓ પણ ન્યાય ના હકદાર છે એ ખૂબ જ ચિંતાજનક છે કે ફરિયાદ પક્ષ આરોપો સ્થાપિત કરવામાં નિષ્ફળ ગયો. માલેગાંવ વિસ્ફોટમાં જીવ ગુમાવનારા અને લગભગ 100 લોકો ઘાયલ થયેલા નમાઝીઓને ન્યાય મળવો જોઈએ. આ હુમલા પાછળના માસ્ટરમાઇન્ડ્સને જવાબદાર ઠેરવવા જોઈએ. આ…
Author: City Today Daily
નાગપુર,તા.૨૭ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી અને નાગપુરથી ભાજપ સાંસદ નીતિન ગડકરીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે નાગપુર સ્થિત ‘સ્પોર્ટ્સ એઝ એ કેરિયર’ કાર્યક્રમમાં કહ્યું કે, રાજકારણ નશા જેવું હોય છે અને જ્યારે વ્યક્તિ નશામાં હોય છે, ત્યારે તેમની વિચાર કરવાની શક્તિ જતી રહે છે. સત્તા, સંપત્તિ અને સૌંદર્ય પરમેનેન્ટ હોતા નથી, પરંતુ ક્ષણિક હોય છે. ગડકરીએ કહ્યું કે, ‘જ્યારે સારા દિવસો હોય છે, ત્યારે તમારી પ્રશંસા કરનારાઓ ઘણા મળી જાય છે, પરંતુ જ્યારે સમય ખરાબ હોય છે, ત્યારે પૂછનાર એક પણ હોતો નથી. મારી ઘણી ઈચ્છા છે કે, નાગપુરમાં ૩૦૦ સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનાવું, જોકે મારા ચાર વર્ષના અનુભવમાં ધ્યાને આવ્યું…
નવી દિલ્હી, તા.૨૭ રાજસ્થાનના ઝાલાવાડમાં સ્કૂલની છત તૂટી પડતાં સાત વિદ્યાર્થીઓનાં મોત નીપજતા આખા દેશમાં હોબાળો મચી ગયો છે. આવા સમયે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સ્કૂલોમાં બાળકો માટે સુરક્ષા અને સુવિધાઓનું ફરજિયાત ઓડિટ હાથ ધરવા નિર્દેશ આપ્યા છે. બીજીબાજુ ઝાલાવાડની સ્કૂલમાં દુર્ઘટનામાં પોતાના બંને સંતાનોને ગુમાવનાર માતાના આક્રંદે આખા દેશને હચમચાવી દીધો છે. માતાએ કહ્યું તેના બંને બાળકો જતા રહ્યા, હવે આંગણું સુનું થઈ ગયું છે. રાજસ્થાનના ઝાલાવાડમાં સ્કૂલની છત તૂટી પડવાની દુર્ઘટનાના બીજા દિવસે કેન્દ્રીય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યા છે કે, તેમણે વિદ્યાર્થીઓની સુરક્ષાની ખાતરી કરવા માટે…
નવી દિલ્હી, તા.૨૭ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા બાદ શાસક પક્ષ ભાજપની મુશ્કેલીઓ વધી શકે છે. ભાજપ પોતાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી મુદ્દે અસમંજસમાં મુકાઈ છે. ભાજપ પહેલાંથી જ આ સર્વોચ્ચ પદ માટે પોતાના વૈચારિક સંગઠન રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)ની સાથે સહમતિ બનાવવાના પડકારનો સામનો કરી રહ્યું હતું, એવામાં ધનખડના રાજીનામા બાદ નવા ઉપરાષ્ટ્રપતિની નિમણૂક મુદ્દે વિચારણા કરવી પડશે. પરિણામે ભાજપ અધ્યક્ષની ચૂંટણી લંબાઈ શકે છે. નવા પાર્ટી અધ્યક્ષ મુદ્દે ચર્ચાઓ ફરી બંધ થઈ છે. જેના લીધે અન્ય રાજ્યોના અધ્યક્ષોની પસંદગીનો મામલો પણ ખોરંભે ચડ્યો છે. હાલ ઉપરાષ્ટ્રપતિની પસંદગી પર ફોકસ હોવાથી પક્ષની સંગઠન ચૂંટણી પાછળ ઠેલવાઈ શકે તેવી અટકળો વહેતી…
સુરત, તા.૨૫ નાની વયે જ બાળકોમાં ટાઈપ ૨ ડાયાબિટીસ, સ્થૂળતા, દાંતની સમસ્યાઓ, મેટાબોલિક વિકૃતિઓ સહિતની સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ ઉદ્ભવી રહી છે. આજકાલ બાળકોમાં પેકેટ ફૂડ પ્રત્યેનું વધતું આકર્ષણ અને તેનાથી ઉદ્ભવતી સ્વાસ્થ્ય સમસ્યાઓ એક ચિંતાજનક વિષય બન્યો છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા એક ખાસ પહેલ કરવામાં આવી છે. સુરત જિલ્લાની શાળાઓમાં ‘સુગર બોર્ડ’ નિદર્શન પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા તૈયાર કરાયેલા ‘સુગર બોર્ડ’ એ એક ચાર્ટ છે જે બાળકોમાં અતિપ્રિય બિનઆરોગ્યપ્રદ ખોરાકમાં રહેલું સુગરનું પ્રમાણ દર્શાવે છે. આ સુગર બોર્ડને શાળાઓમાં એવી જગ્યાએ મૂકવામાં આવ્યા છે કે જ્યાં…
સુરત, તા.૨૫ સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસો દ્વારા છાશવારે અકસ્માત કર્યાની ઘટના સામે આવતી રહે છે, ત્યારે અમરોલી બ્રિજ પરથી પસાર થઈ રહેલી મહિલા કોર્પોરેટરની ગાડીને બીઆરટીએસ બસે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી. જેમાં કારચાલકે અચાનક બ્રેક મારતા અકસ્માત સર્જાયો હોવાનું કેદ થયું છે. ગતરોજ અમરોલી બ્રિજ ખાતે પસાર થઈ રહેલી મહિલા કોર્પોરેટરની સ્વીફ્ટ કારને પાછળથી આવી રહેલી બીઆરટીએસ બસે જારદાર ટક્કર મારી હતી. જેના કારણે કાર આગળ પસાર થઈ રહેલા વાન સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેને પગલે કારને ભાર નુકસાન થયું હતું. આ ઘટના બસની અંદર…
(સિટી ટુડે) સુરત, તા.૨૪ લાલગેટ પોલીસ મથકની હદમાં આવેલ આઇ.પી.મીશન સ્કુલ પાસે ઐયુબ ઝીકરભાઇ મેમણ નામના ફરીયાદીએ જણાવ્યા મુજબ, બનેવી આરીફ વાડીવાલાએ જુની અદાવતમાં ઐયુબ મેમણની પત્નીને જુના ઝઘડામાં જુની અદાવત રાખી એલ ફેલ ગાળો ન બોલવા રોકવા જતા ઉશ્કેરાઇને આરીફ વાડી તથા તેમનો પુત્ર સાકીબ વાડીવાલા અને સલમાન કાંસ્કી સ્થળ પર પહોંચી તથા ઐયબુ મેમણની બહેનને પણ ગાળો આપી મહિલાઓ સાથે મારામારી કરતા મહિલાઓને પણ નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જેમાં વિનસ હોસ્પિટલ ખાતે મહિલા સહિતના ફરીયાદીએ સારવાર કરાવી હતી. ત્યારબાદ લાલગેટ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરી…
નવી દિલ્હી, તા.૨૪ સોમવારે હાઈકોર્ટે ૨૦૦૬ મુંબઈમાં થયેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ૧૨ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટના આદેશ બાદ, સોમવારે સાંજે ૧૨ આરોપીઓમાંથી બેને નાગપુર સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે હવે હાઈકોર્ટના આ ર્નિણય પર સ્ટે મૂક્યો છે. આ સાથે, ૧ મહિનાની અંદર જવાબ દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સોમવારે હાઈકોર્ટ દ્વારા ર્નિણયમાં ૧૨ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર સરકારે આ ર્નિણય સામે વાંધો ઉઠાવ્યો હતો. આ સાથે, તેણે સુપ્રીમ કોર્ટમાં જવાની વાત કરી હતી. મહારાષ્ટ્ર સરકાર વતી, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ તાત્કાલિક સુનાવણી માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. આજે આ…
નવી દિલ્હી, તા.૨૪ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનો આરોપ છે કે ચૂંટણી પંચના અધિકારી અને સત્તા પક્ષની મિલીભગતથી ચૂંટણીની ચોરી કરવામાં આવે છે. રાહુલ ગાંધી અગાઉ પણ આવા આરોપ લગાવી ચૂક્યા છે, હવે તેમનો દાવો છે કે તેમની પાસે પાક્કા પૂરાવા છે અને તેઓ કોઈને છોડશે નહીં. સંસદ ભવનમાં પત્રકારો સાથે વાતચીતમાં રાહુલ ગાંધીએ કહ્યું છે, કે ચૂંટણી પંચ બિલકુલ ભ્રમમાં ન રહે. લોકશાહી અને બંધારણને ખતમ કરવાના પ્રયાસ કરનારાઓને અમે છોડીશું નહીં. ચૂંટણી પંચ પોતાની જવાબદારી નિભાવી નથી રહ્યું. ચૂંટણી ચોરી કરવા ચૂંટણી પંચે જે પેંતરા અપનાવ્યાં તેના પાક્કા પૂરાવા છે…
સુરત, તા.૨૪ સુરતમાં સામાજિક પ્રસંગમાં હાજરી આપવા આવેલા ઈફ્કોના ચેરમેન અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ વર્તમાન રાજકીય અને સહકારી બાબતો પર પ્રતિક્રિયા આપી હતી. રાહુલ ગાંધીની આગામી ગુજરાતની મુલાકાતને લઈ કહ્યું કે, રાહુલ ગાંધી જેટલીવાર ગુજરાત આવશે એટલો ભાજપને ફાયદો થશે. ગુજરાતીઓ તેના ભાષણની મજા લેશે. સાબરડેરી અને પશુપાલકો વચ્ચે ચાલતા વિવાદ મુદ્દે કહ્યું હતું કે, પશુપાલકોની માગ વાજબી છે. પરંતુ, તેઓ દ્વારા જે દૂધ રસ્તા પર ઢોળી દેવામાં આવે છે તે યોગ્ય નથી.ડેરીઓ દ્વારા અન્ય રાજ્યમાંથી જે દૂધ મંગાવી પાવડર કરવામાં આવે છે અને તે પાવડર પડ્યો રહે છે તેના કારણે જે મુશ્કેલી સર્જાય છે તે બાબતે સરકારે યોગ્ય…
