સુરત,તા.૦૮ સુરતના આઉટર રિંગરોડના વાલકબ્રિજ ઉપર ૭ ફેબ્રુઆરીની મોડીરાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવતી ટાટા હેક્સા કારના ચાલકે કાર ડિવાઈડર કુદાવીને સામેના રોડ પર પહોંચ્યા બાદ એક પછી એક પાંચ વાહનને હડફેટે લઈ છ વ્યક્તિને ઉડાવી હતી. આ ઘટનામાં છ ઈજાગ્રસ્તમાંથી એકનું ઘટનાસ્થળે, જ્યારે એકનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. બન્ને મૃતક સગા ભાઈ છે અને મૂળ ગીર સોમનાથના વતની છે. આ ઘટનામાં ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી છે. જેમાં એક જ પરિવારના બાળક સહિતના ત્રણનો સમાવેશ થાય છે, જેમાં માતા-બાળક આઇસીયુમાં દાખલ છે. મળતી માહિતી પ્રમાણે, અકસ્માત સર્જનાર ટાટા હેક્સા કારનો માલિક મનોજકુમાર કાળુભાઈ ડાખરા છે અને તેનો…
Author: City Today Daily
સુરત, તા.૦૭ સુરત શહેરમાં ખુલ્લી અને અસુરક્ષિત ગટરો મોતના કૂવામાં ફેરવાઈ છે. છેલ્લા ચાર મહિનામાં જ ત્રણ માસૂમ બાળકને આ ખુલ્લી ગટરોને કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. થોડા મહિના પહેલાં ૪ વર્ષની ભાગ્યશ્રી ગટરની ડ્રેનેજની કામગીરીનો ભોગ બની હતી અને હવે ૨ વર્ષનો કેદાર પણ એ જ બેદરકારીનો ભોગ બન્યો. એવામાં સવાલ એ ઊઠે છે કે તંત્ર ક્યારે જાગશે? શું હંમેશાં કોઈ નિર્દોષનો જીવ જશે પછી જ કાર્યવાહી થશે? સુરતનાં નિર્દોષ બાળકો માટે આ ગટરો જીવલેણ સાબિત થઈ રહી છે, પણ જવાબદારો હજુ નિષ્ક્રિય છે. ૬ ફેબ્રુઆરીના રોજ છાપરાભાઠા, અમરોલી વિસ્તારમાં હેવન એન્ક્લેવ નજીક ખુલ્લી ગટરમાં બે વર્ષીય કેદાર…
સુરત, તા.૦૭ સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે વરસાદી ગટરના ખુલ્લા ઢાંકણામાંથી નીચે પડેલા બે વર્ષના એક માસૂમ બાળકે જીવ ગુમાવવો પડયો છે. ૫ ફેબ્રુઆરીએ સાંજના ૫ વાગ્યે વરસાદી ગટરમાં પડેલા બાળકનો ૨૪ કલાક બાદ દોઢ કિલોમીટર દુર પમ્પિંગ સ્ટેશનમાં મૃતદેહ મળ્યો હતો. મૃતદેહ સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાતા પરિવારે કસુરવાર અધિકારીઓ સામે ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો. પરિવાર અને સમાજની આજીજી બાદ આક્રોશ સાથે ધરણા પર બેસતા આખરે અમરોલી પોલીસે પાલિકાના ગટર વિભાગના જવાબદાર અધિકારી-કર્મચારી વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે. ઘટનાના ૪૦ કલાકથી વધુ સમય થયો હોવા છતાં કોર્પોરેશન અને પોલીસ તંત્ર ઘટનામાં જવાબદાર…
હાઈકોર્ટનું માનવું છે કે જાે કોઈ આ રીતે પત્રકારો પર દબાણ કરી રહ્યું છે તો તે ઉત્પીડન છે ચેન્નાઈ, તા.૭ મદ્રાસ હાઇકોર્ટે મોટો ર્નિણય આપતાં સ્પષ્ટ કહ્યું છે કે પત્રકારોને અંગત માહિતી જાહેર કરવા માટે દબાણ ન કરી શકાય. આ સંપૂર્ણપણે વાણી સ્વતંત્રતા વિરુદ્ધ છે. એક કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ જી. કે. ઇલાન્થિરાયને આ કડક ટિપ્પણી કરી હતી. તેમનું માનવું છે કે જાે કોઈ આ રીતે પત્રકારો પર દબાણ કરી રહ્યું છે તો તે ઉત્પીડન છે. ૨૩ ડિસેમ્બરના રોજ અન્ના યુનિવર્સિટીમાં બનેલી ઘટનાએ સમગ્ર ચેન્નાઈને હચમચાવી દીધું છે. આ ઘટનાના કારણે તમિલનાડુનું રાજકારણ ગરમાવા લાગ્યું છે. અહીં એક એન્જિનિયરીંગ સ્ટુડન્ટનું…
વોશિંગ્ટન, તા.૭ અમેરિકાએ ગેરકાયદે વસવાટ કરતાં ૪૮૭ ભારતીયોને ડિપોર્ટ કરવાનો અંતિમ આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકારે આ અંગે માહિતી આપી હતી. કેન્દ્ર સરકારે હાલમાં બુધવારે ડિપોર્ટ કરવામાં આવેલા ૧૦૪ ભારતીયો સાથે દુર્વ્યવહારનો મુદ્દો અમેરિકા સમક્ષ ઉઠાવવાની ખાતરી પણ આપી છે. વિદેશ સચિવવિક્રમ મિસ્રીએ નોંધ્યું હતું કે, ડિપોર્ટેશન દરમિયાન નિયંત્રણોનો ઉપયોગ સંબંધિત પ્રક્રિયા મુદ્દે ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ સહિત યુએસ સત્તાધીશોનું ધ્યાન દોર્યું છે. ઉલ્લેખનીય છે, ડિપોર્ટેશનની પ્રક્રિયા લાંબા સમયથી અમલમાં છે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ જણાવ્યું કે, અમેરિકાના સત્તાધીશોએ ૪૮૭ ભારતીય નાગરિકોને ડિપોર્ટ કરવાનો અંતિમ આદેશ આપ્યો છે. અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ૧૦૪ ભારતીયો સાથે દુર્વ્યવહારનો મુદ્દો અમેરિકા સમક્ષ ઉટાવવામાં…
પ્રયાગરાજ, તા.૭ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળા વિસ્તારમાં આગ લાગી હતી. જાે કે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. પીપા બ્રિજ નંબર ૧૮ પાસે આગની ઘટના બની હતી. આરએએફ, યુપી પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. સેક્ટર ૧૮, શંકરાચાર્ય માર્ગ પર આવેલા હરિહરાનંદ કેમ્પમાં આગ લાગી હતી. પત્રકારો સાથે વાત કરતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આગ લાગી હતી અને થોડીવારમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. કોઈ જાનહાનિ થઈ નથી. આર્થિક નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ફાયર બ્રિગેડની વિશેષ ટીમ આગ કયા કારણોસર લાગી તે તપાસ કરી રહી છે. ઘટનાસ્થળે…
અમેરિકન,તા.૬ અમેરિકન દૂતાવાસે કહ્યું કે, ‘જે પણ અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરી કરશે, તેમને પરત મોકલવામાં આવશે. અમેરિકામાં ઇમિગ્રેશન કાયદો લાગુ કરવો રાષ્ટ્રીય સુરક્ષા અને લોકોની સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે’. નોંધનીય છે કે, અમેરિકન દૂતાવાસના નિવેદનમાં ડોનાલ્ડ ટ્રમ્પની જેમ ગેરકાયદે અપ્રવાસીઓનું ‘એલિયન્સ’ તરીકે સંબોધન કરવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ‘આ ગેરકાયદે એલિયન્સ (અપ્રવાસી)ને દેશમાંથી કાઢવા માટે ઇમિગ્રેશન કાયદાનો પ્રામાણિક રૂપે પાલન કરવું અમેરિકાની નીતિ છે’. અમેરિકાના સૈન્ય વિમાનથી ભારત આવનાર કુલ ૧૦૪ ભારતીયમાંથી ૭૯ પુરૂષ, ૨૫ મહિલા અને ૧૩ બાળકોનો સમાવેશ થાય છે. બુધવારે (૫ ફેબ્રુઆરી) બપોરે ૨ વાગ્યે આ વિમાન અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થયું હતું. મળતી…
લખનઉ, તા. ૬ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા છે. મિલ્કીપુરમાં વોટિંગ બાદ અખિલેશે ગુરુવારે કહ્યું કે, ચૂંટણી પંચ મરી ચુક્યું છે, અમારે સફેદ કપડું મોકલાવવું પડશે. અખિલેશ યાદવે કહ્યું કે, આ ભાજપની ચૂંટણી લડવાની રીત છે. ચૂંટણી પંચ મરી ગયું છે. અમારે સફેદ કપડું મોકલાવવું પડશે. હકીકતમાં જાેઈએ તો, સપા મિલ્કીપુરમાં નકલી વોટિંગનો આરોપ લગાવી રહી છએ. ૫ નેતાઓમાંથી એક પ્રતિનિધિમંડલ લખનઉમાં ચૂંટણી પંચને પણ મળ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ શ્યામ લાલ પાલના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ મુખ્ય નિર્વાચન અધિકારીને ફરિયાદ કરી. પોલિંગ એજન્ટને બહાર કાઢવા અને ખોટી રીતે મતદાન કરવાનો આરોપ લગાવ્યો છે.સપાએ એવો પણ આરોપ…
વોશિંગ્ટન, તા.૬ અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ૧૦૪ ભારતીયોનો મામલો હાલમાં દેશ સહિત વિદેશમાં પણ ચર્ચામાં છે. બંને ગૃહોમાં વિપક્ષી નેતાઓએ આ મુદ્દા દ્વારા મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. ડિપોર્ટેશનના વિરોધમાં વિપક્ષના સાંસદોએ સંસદની બહાર પણ દેખાવ કર્યા હતા. તમને જણાવી દઈએ કે, બુધવારે યુએસ આર્મીનું વિમાન આ ભારતીયોને લઈને અમૃતસર પહોંચ્યું હતું. કોંગ્રેસનો દાવો છે કે અમેરિકાથી મોકલવામાં આવેલા લોકોના હાથ-પગમાં હાથકડી બાંધેલી હતી. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ, સમાજવાદી પાર્ટીના સાંસદ ધર્મેન્દ્ર યાદવ, કોંગ્રેસના સાંસદ ગુરજીત સિંહ અને અન્ય વિપક્ષી નેતાઓએ સંસદમાં હાથકડી પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.બીજી તરફ આ ઘટના પર કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ નારાજગી વ્યક્ત કરતા પીએમ…
નિયમ મુજબ જ્યારે લોકોને વિમાનથી પાછા મોકલવામાં આવે છે ત્યારે તેમને સુરક્ષા માટે બાંધીને રાખવામાં આવે છે ઃ જયશંકર નવી દિલ્હી, તા.૬ અમેરિકાથી ભારતીયોની વાપસી અંગે સંસદમાં મચેલી બબાલને શાંત કરવા માટે વિદેશમંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં નિવેદન આપ્યું અને સાથે સાથે એ પણ જણાવ્યું કે આ તમામ ભારતીયોને કેમ અમેરિકી વાયુસેનાના વિમાનમાં હાથ પગ બાંધીને બેસાડવામાં આવ્યા હતા? એસ જયશંકરે જણાવ્યું કે આ તમામ દેશોની જવાબદારી છે કે જાે તેમના નાગરિક વિદેશમાં ગેરકાયદેસર રીતે રહેતા મળી આવે તો તેમને પાછા લઈ લેવા જાેઈએ. એસ જયશંકરે વધુમાં કહ્યું કે અમેરિકામાં લોકોને પાછા મોકલવાની (ડિપોર્ટ કરવાનું) પ્રક્રિયા ત્યાંની ઈમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ …
