Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, September 11
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » વર્તમાન સંસદીય સત્રમાં દેશની ૧૪૦ કરોડ જનતાને સંવૈધાનિક અને સામાજિક ન્યાય તેમજ બિનસાંપ્રદાયિક ઢબે કાનૂનનું રાજ પુનઃસ્થાપિત કરવા અવાજ બુલંદ કરનાર રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત ઈન્ડીયા ગઠબંધનના નેતાઓને અભિનંદન પાઠવતા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ

    વર્તમાન સંસદીય સત્રમાં દેશની ૧૪૦ કરોડ જનતાને સંવૈધાનિક અને સામાજિક ન્યાય તેમજ બિનસાંપ્રદાયિક ઢબે કાનૂનનું રાજ પુનઃસ્થાપિત કરવા અવાજ બુલંદ કરનાર રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત ઈન્ડીયા ગઠબંધનના નેતાઓને અભિનંદન પાઠવતા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ

    City Today DailyBy City Today DailyDecember 14, 2024

    મોબ લીચીંગ અને ભડકાઉ ભાષણ વિશે સુપ્રિમ કોર્ટ દ્વારા તહેસીન પૂનાવાલા જજમેન્ટમાં આપેલ ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરાવવા સંસદમાં રજૂઆત કરવા અપિલ
    (સિટી ટુડે) અમદાવાદ,તા.૧૪
    નેતા વિપક્ષ બનતા જ રાહુલ ગાંધી એ વચન આપ્યુ હતું કે સંસદમાં દેશની ૧૪૦ કરોડ જનતાની અવાજ ઉઠાવશે. આપેલ વચનનું પાલન કરતાં રાહુલ ગાંધીએ આજે પુનઃ સંસદમાં દેશની ૧૪૦ કરોડ જનતાને સંવૈધાનિક ન્યાય અપાવવા અવાજ બુલંદ કરી ધર્મ જાતિના ભેદભાવ વગર ગરીબ, બેરોજગાર, ખેડૂતો અને ખાસ કરીને દલિત તેમજ અલ્પસંખ્યકો સાથે થઈ રહેલ અન્યાય બાબતે બેબાક રીતે પોતાની વાત રજૂ કરી છે.
    સંસદના વર્તમાન સત્રમાં રાહુલજી અને પ્રિયંકાજી સાથે ઈન્ડીયા ગંઠબંધનના તમામ નેતાઓએ બેબાક રીતે દલિત, આદિવાસી, ગરીબ, ખેડૂત, યુવા અને અલ્પસંખ્યકોના અવાજને બુલંદ કરવા બદલ ગઠબંધનના તમામ નેતાઓ પ્રશંસાપાત્ર છે.
    વર્તમાન સમયમાં સુપ્રિમ કોર્ટે વર્શીપ એક્ટ ૧૯૯૧ વિશે પોતાનો ચૂકાદો સંભળાવ્યો તેમજ બુલડોઝર વિશે ગાઈડ લાઈન જાહેર કરીને દેશને સાંપ્રદાયિક આગમાં ધકેલનારી તાકતોને જડબાતોડ જવાબ આપ્યો. હવે વર્તમાન સંસદ સત્રના બાકી રહેલા પાંચ દિવસોમાં દેશમાં કાનૂનનુ રાજ પુનઃ સ્થાપિત કરી શાંતિ સદભાવનાનું વાતાવરણ જાળવી રાખવા બંને ગૃહમાં સેક્યુલર પાર્ટીના તમામ સાંસદોએ સંયુક્ત રુપે સુપ્રીમ કોર્ટ દ્વારા તહેસીન પુનાવાલા જજમેન્ટ માં આપેલ ગાઈડ લાઈન ને સખ્રાઈપૂર્વક લાગુ કરાવવા માટે અવાજ ઉઠાવવો જાેઈએ તેવી અમારી વિનમ્ર વિનંતી છે.
    ૨૦૧૮ માં સુપ્રીમ કોર્ટે સીધી લાઈન ખેંચીને સચોટ રીતે કહ્યું હતું કે ભડકાઉ ભાષણ અને મોબલીચીગ વિશે પોલીસે સ્વતઃ સંજ્ઞાન લઈને કેસ દાખલ કરવો જાેઈએ. દરેક જિલ્લા અને તાલુકામાં મોબલીચીંગ અને ભડકાઉ ભાષણની ઘટનાની તપાસ માટે એક નોડલ અધિકારીની નિમણુંક કરવી જાેઈએ તેમજ આ પ્રકારના તમામ કેસોની તપાસ ડીવાયએસપી-સમકક્ષ અધિકારી દ્વારા જ થવી જાેઈએ.
    દુઃખ સાથે કહેવું પડે છે કે સુપ્રિમ કોર્ટની સ્પષ્ટ ગાઈડ લાઈન છતાં અત્યાર સુધી ન તો કોઈ નોડલ ઓફિસરની નિમણુંક કરાઈ છે કે ન તો પોલીસે પોતે સ્વતઃ સંજ્ઞાન લઈને કોઈ કાર્યવાહી કરી છે. હદ તો ત્યારે થાય છે જયારે ભડકાઉ ભાષણ આપનારા વિરુધ એફઆઈઆર નોંધવામાં આવી છે છતાં બહુમતી કિસ્સાઓમાં આજ દિન સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. મોબલીચીંગ નું જઘન્ય કૃત્ય કરનારા અપરાધીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ છે છતાં એફઆઈઆરમાં મોબલીચીગ સહિત અન્ય સપ્ત કાનૂની ધારાઓ લગાવવામાં આવી નથી.
    મોબલીચીંગ અને ભડકાઉ ભાષણ બાબતે ઈન્ડિયા ગઠબંધનના તમામ સાંસદોએ એક સૂરમાં સુપ્રિમ કોર્ટના ૨૦૧૮ તહેસીન પૂનાવાલા જજમેન્ટ માં આપવામાં આવેલ ગાઈડ લાઈનની થઈ રહેલ અવમાનના બંધ કરવા તેમજ સુપ્રિમ કોર્ટની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરાવવા તથા (ેંછઁછ) જેવી સખ્ત કાનૂની ધારાઓનો સમાવેશ કરવા માંગણી કરવી જાેઈએ.
    અત્રે ઉલ્લેખનીય છે કે સંસદીય સત્ર પહેલા ટ્‌વીટ અને ઈમેલ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ  મલ્લિકાર્જુન ખડગેજી, રાહુલ ગાંધીજી, પ્રિયંકા ગાંધીજી સહિત ઈન્ડિયા ગઠબંધનના શીર્ષ નેતાઓને સંવૈધાનિક અને સામાજિક ન્યાય તેમજ બિનસાંપ્રદાયિક ઢબે કાનૂનનું રાજ પુનઃ સ્થાપિત કરવા બાબતે સંસદમાં અવાજ ઉઠાવવા મેં નમ્ર વિનંતી કરી હતી.
    તદઉપરાંત દિલ્લી ખાતે રૂબરૂ મુલાકાત દરમ્યાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને રાજયસભા સાંસદ  શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૂર્વ વિદેશ મંત્રી – સુપ્રિમ કોર્ટના સિનીયર એડવોકેટ  સલમાન ખુરશીદ, પૂર્વ કેબીનેટ મંત્રી સાંસદ  તારીક અનવર, રાજય સભાના સીનીયર સાંસદ તથા કોંગ્રેસ અધ્યક્ષ  મલ્લિકાર્જુન ખડગેના ઓફિસ ઈન્ચાર્જ  સૈયદ નાસીર હુસેન, રાષ્ટ્રીય કોંગ્રેસ અલ્પસંખ્યક મોરચાના ચેરમેન અને સાસંદ  ઈમરાન પ્રતાપગઢી ને વર્તમાન સંસદ સત્રમાં ૨૦૧૪થી દેશમાં ચાલી રહેલ સાંપ્રદાયિક રાજનિતી વિરુદ્ધ અવાજ બુલંદ કરી દેશમાં કાનૂનનું રાજ પુનઃ સ્થાપિત કરાવવા તેમજ વર્શીપ એક્ટ ૧૯૯૧ તથા મોબલીચીગ અને ભડકાઉ ભાષણ બાબતે વર્તમાન સમયે સુપ્રિમ કોર્ટમાં ચાલી રહેલ સુનાવણી દરમ્યાન ઓનરરી સેવા દ્વારા  ડો. અભિષેક મનુસીઘવી તેમજ  સલમાન ખુરશીદને સુપ્રિમ કોર્ટમાં હાજર રહે તેવી વિનંતી કરી તેમનો કાનૂની પક્ષ રાખવા નમ્ર વિનંતી કરી હતી. તા. ૧૨-૧૨-૨૦૨૪ના રોજ કોંગ્રેસ પક્ષના તમામ નેતાઓ સહિત સીનીયર એડવોકેટ ડો. અભિષેક મનુસીંઘવી અને  સલમાન ખુરશીદ એ વર્શીપ એક્ટની સુનાવણી સમયે સુપ્રિમ કોર્ટમાં ઓનરરી હાજર રહી સંસદ દ્વારા નિર્મિત વર્શીપ એક્ટ ૧૯૯૧નો ચુસ્તપણે અમલ કરાવવા સુપ્રિમ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો તે બદલ અમો આભાર વ્યક્ત કરીએ છીએ.

    Post Views: 924
    @RAHULGHANDI
    Previous Articleપ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ ગુજરાતી ફિલ્મ “હાહાકાર” બનાવી અને બોક્સ ઓફિસ પર હાહાકાર મચી ગયો
    Next Article ૧૯૯૦થી સત્તા છતાં વિકાસના નામે મીંડુ : સેન્ટ્રલ ઝોનમાં ગીચ વસતી અને વર્ષોથી કોર્પોરેશનના વેરા ભરતા હોવા છતાં ભાજપના જ ધારાસભ્યએ ખોલી દીધી સરકારની વિકાસની પોલ

    Related Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    August 25, 2026

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    August 24, 2026

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    August 19, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.