Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, June 8
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » કાશ્મીરમાં ભારે હિમવર્ષા,પારો ગગડી -૨૭

    કાશ્મીરમાં ભારે હિમવર્ષા,પારો ગગડી -૨૭

    City Today DailyBy City Today DailyDecember 29, 2024

    જમ્મુ-કાશ્મીર, તા.૨૯
    કાશ્મીરમાં સિઝનની સૌથી કાતિલ હિમવર્ષના પગલે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે જ્યારે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ હિમવર્ષાના કારણે હવાઈ, રેલ અને રોડનો ટ્રાફિક જામ થઈ ગયો છે. આ સાથે વીજળી અને પાણી પુરવઠો પણ ખોરવાઈ જતાં લોકોએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
    કાશ્મીરથી હિમાચલ સુધીમાં હિમવર્ષાના કારણે હજારો વાહનો અટવાઈ જતાં પ્રવાસીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. બીજી બાજુ દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૧.૨ મીમી વરસાદ ખાબક્યો છે, જેણે ૧૦૧ વર્ષનો ઈતિહાસ તોડયો છે. હિમવર્ષાની સાથે વરસાદે ઉત્તર ભારતને હાડ થીજાવતી ઠંડીના કબજામાં લઈ લીધું છે.
    જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે તથા હિમવર્ષાના પગલે શ્રીનગર-જમ્મુ-કાશ્મીર નેશનલ હાઈવે બ્લોક થઈ ગયો છે. પરિણામે અનંતનાગમાં ૨૦૦૦થી વધુ વાહનો ફસાઈ ગયા છે. શ્રીનગર-લેહ હાઈવે અને મુઘલ રોડ પણ બંધ થઈ ગયા છે. આમ, જમ્મુ-કાશ્મીરમાં બે નેશનલ હાઈવે અને અટલ ટનલ બંધ થઈ ગયા છે. બનિહાલ-બારામુલ્લા સ્ટેશન પર ટ્રેન સેવાઓ રદ કરી દેવાઈ હતી. કાશ્મીરમાં આ સિઝનમાં એટલો બરફ પડયો છે કે પર્વતોથી લઈને મેદાની પ્રદેશો બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. કુલગામ જિલ્લાના કેટલાક ગામોમાં ૩ ફૂટ જેટલા બરફના થર જામી ગયા હતા.
    જમ્મુ-કાશ્મીરમાં કાતિલ ઠંડીના સમય ચિલ્લાઈ કલાને જાેર પકડયું છે. જમ્મુ-કાશ્મીરને લદાખ સાથે જાેડતા જાેઝિલા પાસ પર તાપમાન ગગડીને માઈનસ ૨૭ ડિગ્રી થઈ ગયું હતું. ખરાબ હવામાનના કારણે શ્રીનગર એરપોર્ટ પરથી પાંચ ફ્લાઈટનું ઉડ્ડયન રદ કરાયું હતું.
    દક્ષિણ કાશ્મીરમાં ભારેથી અતિભારે જ્યારે મધ્ય કાશ્મીરના મેદાની વિસ્તારોમાં હળવાથી મધ્યમ હિમવર્ષા થઈ હતી. કાશ્મીરમાં હવામાન એટલું ખરાબ થઈ ગયું છે કે રસ્તાઓ બંધ થઈ જવાના કારણે હજારો પ્રવાસીઓ અધવચ્ચે ફસાયા હતા. અનેક પ્રવાસીઓએ હાડ થીજાવતી ઠંડીમાં તેમના વાહનોમાં જ રાત પસાર કરવી પડી હતી જ્યારે અનેક પ્રવાસીઓએ ક્રિકેટ રમીને મુશ્કેલ સમય પસાર કરવાનો પ્રયત્ન કર્યો હતો.
    આવા સમયે સ્થાનિક લોકો પ્રવાસીઓની મદદ માટે આગળ આવ્યા હતા. પ્રવાસીઓને આશરો આપવા માટે મસ્જિદોએ તેમના દરવાજા ખોલી નાંખ્યા હતા. તેમને ગરમ ધાબળા, ભોજન પૂરા પાડયા હતા.
    એ જ રીતે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પ્રવાસન સ્થળો પર પર્વતો પર છવાયેલા બરફનો નજારો જાેવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડયા છે. પરંતુ હિમવર્ષાએ પ્રવાસીઓની મુશ્કેલી વધારી દીધી છે. હિમાચલ પ્રદેશમાં પોલીસે સોલંગ ઘાટીથી ૧૦૦૦૦ પ્રવાસીઓને બચાવ્યા હતા, જ્યાં શુક્રવારથી હિમવર્ષા થઈ રહી છે. અહીં લગભગ ૨,૦૦૦થી વધુ વાહનો રસ્તામાં ફસાઈ ગયા છે. ભારે હિમવર્ષાના કારણે સોલંગ ઘાટીનો વિસ્તાર પ્રવાસીઓ માટે બંધ કરી દેવાયો છે. આ સિવાય અટલ સુરંગ પણ એક સપ્તાહથી બંધ છે.
    ઉત્તરાખંડમાં હિમવર્ષાના કારણે મોટાભાગના પર્વતીય વિસ્તારો હાડ થીજાવતી ઠંડીની જકડમાં આવી ગયા છે. ઓલી, હર્શિલ, હેમકુંડ સાહિબ, ચોપ્તા, પિથોરાગઢ સહિતના પર્વતીય વિસ્તારો પર બરફ છવાઈ ગયો છે.
    સરકારે પણ પ્રવાસીઓ માટે એડવાઈઝરી જાહેર કરવી પડી છે, તેમાં જણાવાયું છે કે નવા વર્ષ ૨૦૨૫ની ઊજવણી માટે રાજ્યમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે.
    તેમની સુવિધાઓ માટે રેસ્ટોરાં, હોટેલ અને ઢાબા ખુલ્લા રાખવામાં આવે, જેથી લોકોએ મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે. ઉત્તરાખંડમાં હિમવર્ષાની સાથે અનેક વિસ્તારમાં વરસાદ પડવાના કારણે લોકોની સમસ્યા વધી છે. વરસાદના પગલે અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.
    ઉત્તર ભારતને હિમવર્ષાએ જકડી લીધું છે ત્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વરસાદે તોબા પોકારાવી દીધી છે. દિલ્હીમાં શનિવારે ૪૧.૨ મીમી વરસાદ ખાબક્યો હતો, જે છેલ્લા ૧૦૧ વર્ષમાં ડિસેમ્બરમાં એક દિવસમાં પડેલો સૌથી વધુ વરસાદ છે. વરસાદના કારણે દિવસનું તાપમાન નીચે ગગડયું હતું. હવામાન વિભાગે કહ્યું કે, આ પહેલાં ૩ ડિસેમ્બર, ૧૯૨૩ના રોજ ૭૫.૭ મીમી વરસાદ પડયો હતો, જે અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ ધરાવે છે.
    રાજસ્થાનમાં પણ વરસાદ પડયો હતો. ઝાલાવાડ જિલ્લામાં ૮૬ મીમી વરસાદ ખાબક્યો હતો. આ સિવાય દૌસા અને અલવર સહિત કેટલાક વિસ્તારોમાં કરાં સાથે વરસાદ પડયો હતો. મધ્ય વિસ્તારમાં પણ અનેક વિસ્તારોમાં કરાં સાથે વરસાદ પડયો છે.

    Post Views: 401
    કાશ્મીરમાં ભારે હિમવર્ષા પારો ગગડી -૨૭
    Previous Articleદક્ષિણ કોરિયામાં દર્દનાક વિમાન દુર્ઘટના, રન-વે પરથી લપસ્યું વિમાન, ૧૭૯ લોકોના મોત નિપજ્યા, ૨ બચી ગયા
    Next Article મર્દ ATM નથી, તેમને પણ દર્દ થાય છે, પત્ની પીડિત પુરુષોનું પ્રદર્શન, પુરુષ આયોગ બનાવવાની માંગણી

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.