Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, July 12
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    City Today DailyBy City Today DailyApril 11, 2026
    1. City today : Gujarat 

    બંગાળ ના મુસ્લિમો ના વોટ તોડવા માટે 1000 કરોડની ડીલ થઈ હોવાનો વીડિયો ગઈકાલથી વાયરલ થયો છે.

     

    બંગાળ માં ટીએમસી નો એક ધારાસભ્ય હતો, નામ હુમાયુ કબીર. પછી એ હિન્દુ મુસ્લિમ કરવા માંડ્યો તો મમતા એ એને પાર્ટીમાંથી બરતરફ કરી દીધો. ચુંટણી આવી એટલે આ હુમાયુ કબીરે જાહેર કર્યું કે એ બંગાળમાં બાબરી મસ્જિદ બનાવશે. મસ્જિદ તો ઇસ્લામની કોઈ પણ મહાન હસ્તીના નામે કે પોતાના માતા પિતા ના નામે બનાવી શકાય. બાબર શાસક હતો, બાબર ઇસ્લામ ની કોઈ નામચીન હસ્તી નથી. મસ્જિદ બાબરે બનાવી હતી એટલે સમય જતા મસ્જિદ નું નામ બાબરી મસ્જિદ પડ્યું. મસ્જિદનું નામ બાબરી રાખો તો હિન્દુ ઉશ્કેરાય અને ચૂંટણીમાં હિન્દુ મુસ્લિમ એન્ગલ આવે અને ભાજપ ને ફાયદો થાય એ ગણતરી હુમાયુ કબીર ની હતી. 

     

    *આટલું ઓછું હોય તેમ ગુજરાતમાં મુસ્લિમો ને લીડર બનાવવા આવેલા અસદુદ્દીન ઓવેસી એ બંગાળમાં આ હુમાયુ કબીર જોડે ગઠબંધન કર્યું અને ટીએમસી ની જ્યાં વીસ મુસ્લિમ સીટ છે ત્યાં જ મુર્શિદાબાદ માં ઉમેદવાર ઊભા કરવાની જાહેરાત કરી.* બંગાળ અને દેશમાં ચારે બાજુ હુમાયુ કબીર અને ઓવેસી ની ટીકાઓ થવા માંડી અને બંને પર ભાજપ ના એજન્ટ હોવાના આરોપ લાગ્યા. 

     

    આખી મેટરમાં સૌથી મોટો ટ્વીસ્ટ ગુરુવારે બપોરે આવ્યો જ્યારે હુમાયુ કબીરનો એક સ્ટિંગ વીડિયો વાયરલ થયો, જેમાં હુમાયુ કબીર આસામ ના મુખ્યમંત્રી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, ભાજપ નેતા સુવેન્દુ અધિકારી અને વડાપ્રધાન કચેરીનું પણ નામ લે છે અને 1000 કરોડ તથા નાયબ મુખ્યમંત્રી પદના બદલામાં મુસ્લિમો ના વોટ તોડવાની વાત કરે છે.

     

    જુદી જુદી સમાચાર ચેનલો, પત્રકારો અને મે પણ આ વીડિયો નો AI ફેકટ ચેક કર્યો તો એક પણ AI એવું નથી કહેતી કે આ વીડિયો AI એ બનાવ્યો છે. પરંતુ એમ કહે છે કે વીડિયો માં હુમાયુ કબીર જેવો દેખાતો માણસ જે વાત કરે છે તે વાત સાચી છે કે ખોટી તે તો પોલીસ તપાસ માં જ બહાર આવે અને ફોરેન્સિક લેબ જ નક્કી કરી શકે કે અવાજ કોનો છે. હુમાયુ કબીરનો વોઇસ સેમ્પલ લઈ ઓડિયો જોડે મેચ કરવો પડે. આ એક લાંબી પ્રોસેસ હોવાના કારણે ફોરેન્સિક લેબનો રિપોર્ટ આવતા મહિનાઓ નીકળી જાય, ત્યાં સુધી તો ચૂંટણી પરિણામ પણ આવી જાય. મેં પોતે વિવિધ AI જેવી કે Chat GPT, Perplexity, GROK, Meta AI, અને GOOGLE AI પર આ વીડિયો અપલોડ કરીને ફેકટ ચેક કરવા કહ્યું તો એક પણ AI એવું નથી કહેતી કે આ વીડિયો AI જનરેટેડ છે. 

     

     દેશના અગ્રણી છાપાઓએ આ ઘટના વિશે રિપોર્ટિંગ કર્યું હોવા છતાં આ અંગે સ્ટેટ પોલીસ, ED કે સીબીઆઈ એ હમણાં સુધી કોઈ ફરિયાદ નોંધી નથી. ચુંટણી હોવાના કારણે હાલ બંગાળ પોલીસ મમતા બેનર્જી ના હાથ નીચે નથી પણ ચૂંટણી પંચના એટલે કે કેન્દ્ર સરકારના હસ્તક છે. સ્ટેટ પોલીસ, ED કે CBI ને જ્યાં સુધી આદેશ આપવામાં નહી આવે ત્યાં સુધી હુમાયુ કબીર સામે કોઈ ફરિયાદ નોંધાવાની પણ નથી. 

     

    ટીએમસી અને મમતા બેનર્જી આ સ્ટિંગ વીડિયો સાચો હોવાનું કહે છે અને એક પણ AI એવું નથી કહેતી કે આ વીડિયો AI જનરેટેડ છે, એટલે દાળમાં કૈક કાળુ છે તે પ્રથમ દ્ષ્ટિ એ દેખાઈ આવે છે. આ વીડિયોની વિસ્તૃત તપાસ થાય તો જ ખુલાસો થઈ શકે. અસદુદ્દીન ઓવેસી એ હજી સુધી આ બાબતે મોઢું ખોલ્યું નથી.  BTW, મારા એનાલિસિસ માં બંગાળમાં મમતા બેનર્જી બસો કરતા વધુ બેઠકો લઈ સરકાર બનાવવા જઈ રહ્યા છે અને ભાજપ ની સીટ ઓછી થઈ રહી છે. બીજી તરફ ઓવેસી હુમાયુ કબીર ગઠબંધન ને એક પણ સીટ નથી મળી રહી. બંગાળનો મુસ્લિમ સમાજ એકજુટ થઈ મમતા બેનર્જી નું સમર્થન કરી રહ્યો છે.

     

    બંગાળના મુસ્લિમો ઓવેસી હુમાયુ કબીર ગઠબંધનને વોટ નથી આપી રહ્યા, હુમાયુ કબીરે બંગાળના મુસ્લિમો નો સોદો 1000 કરોડમાં કર્યો હોવાના આરોપ વચ્ચે ગુજરાતમાં મુસ્લિમો એ પણ તકેદારી રાખવી પડશે કે એમના વોટ પણ કોઈ દલાલ બસો પાંચસો કરોડમાં

    વેચી નહીં નાખે.

    Post Views: 222
    Tmc Tmc #TMC #muslim #bangal @#gujarat #aimim
    Previous Articleનો મેપીંગ અને લોજીકલ ડિસ્ક્રીપન્સીના દસ્તાવેજ ૧૦ મી ફેબ્રુઆરી સુધી સ્વીકારો :ગ્યાસુદ્દીન શેખ ભૂતપૂર્વ ધારાસભ્ય,ઈમરાન ખેડાવાલા ધારાસભ્ય,
    Next Article કોર્પોરેટર બન્યા બાદ પણ તેઓ ગુજરી બજારમાં રમકડાં વેચવાનું ચાલુ રાખશે તેમજ ગરીબ લોકોના કામ કરશે. 

    Related Posts

    સસ્પેન્ડેડ અધિકારી પટેલ ચર્ચામા, નોકરીનું સ્થળ છોડીને રાજ્યભરની કચેરીમા ફરે

    April 14, 2026

    ૧૬૩-લિંબાયત વિધાનસભા મતદાર નોંધણી અધિકારીશ્રી ની હાલની કામગીરી જોઈ એટલું ચોક્કસ અનુભવ થાય છે કે,તેઓ ચૂંટણી પંચ કરતા ભાજપ પંચના ઇશારે વધુ મહત્વ આપી રહ્યા છે :અસલમ સાયકલવાલા

    February 1, 2026

    कांग्रेस पार्टी ने गुजरात में जारी SIR प्रक्रिया में जो भांडा फ़ोड़ किया था उसमें आख़िरकार एक बड़ी क़ामियाबी मिली है। ग्यासुद्दीन शेख : इमरान खेड़ावाला

    February 1, 2026
    Latest Posts

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    સુરત કોર્ટ પરિસરમાં બનેલી એક પ્રેરણાદાયી ઘટનાએ અક્ષરશઃ સાચી સાબિત કરી બતાવી છે.

    વરનોરા તથા રાયધણજર ગામની એક જુથ અથડામણ મા સમગ્ર ઘટના ને હીંદુ મુસ્લિમ નુ રુપ આપી ઘટનાના અનુસંધાનમાં વહીવટીતંત્ર દ્વારા વરનોરા ગામના નિર્દોષ લોકો સામે કરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહી જેમા ઘરો ને ડીમોલેશન કરવામા આવેલ તે ખરેખર નીંદનીય છે કચ્છમાં કોઈપણ સમાજ સામે આવી ગેરકાયદેસર તથા ગેરબંધારણીય કાર્યવાહી ન થાય તે માટે આપ સાહેબ વહીવટી તંત્ર ને સુચના આપો :હાજી જુમા રાયમા

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.