Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, September 11
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » 13 અલગ અલગ બેંક એકાઉન્ટ થકી 2.75 કરોડની છેતરપિંડી, લાલગેટ પોલીસે એક યુવકની ધરપકડ કરી

    13 અલગ અલગ બેંક એકાઉન્ટ થકી 2.75 કરોડની છેતરપિંડી, લાલગેટ પોલીસે એક યુવકની ધરપકડ કરી

    City Today DailyBy City Today DailyApril 17, 2025

    સુરત : સાયબર ઠગાઈના કેસોમાં સતત વધાર થતો જાય છે, ત્યારે લાલગેટ પોલીસ સ્ટેશનની ટીમે એક એવી સાયબર છેતરપિંડીનો ભાંડો ફોડ્યો છે. જેમાં ગોવા નિવાસી અને બે મિત્રોએ મળીને 20થી વધુ ઠગાઈઓ માટે નકલી બેંક એકાઉન્ટોનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ કુલ 13 અલગ અલગ બેંકના એકાઉન્ટ ખોલાવ્યા અને 2 કરોડ 75 લાખ રૂપિયાનું ટ્રાન્જેક્શન માત્ર 45 દિવસમાં કર્યું હોવાનું સામે આવ્યું છે. દરેક ખાતા માટે 25 હજાર આપવાનો વાયદો કર્યો હતો આ મામલે લાલગેટ પોલીસે પ્રિયાંક ઇન્દ્રવદન પટેલ નામના યુવાનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પૂછપરછ દરમિયાન જાણ્યુ હતું કે, આરોપી પ્રિયાંક અને ગોવા ખાતે રહેતા પ્રકાશ ઠક્કર એકબીજાના જૂના મિત્ર છે. હાલમાં પ્રકાશ ગોવામાં કોઈ ઓફિસમાં નોકરી કરે છે. તેણે પ્રિયાંકને પૈસાની જરૂરિયાતનો બહાનો આપી તેના નામે બેંક એકાઉન્ટ ખોલાવવાનું કહ્યું હતું. દરેક ખાતા માટે રૂ. 20થી 25 હજાર આપવાનો વાયદો કર્યો હતો. પ્રિયાંક પાસેથી એકાઉન્ટના દસ્તાવેજો, પાસબુક, ચેકબુક અને ડેબિટ કાર્ડ મંગાવી અને તે તમામ પ્રમાણભૂત દસ્તાવેજો કુરિયર દ્વારા ગોવા મોકલાવતો હતો. આરોપી પ્રકાશ ઠક્કર આ એકાઉન્ટોનો ઉપયોગ સાયબર ફ્રોડમાં થતી રકમ ટ્રાન્સફર કરવા માટે કરતો હતો. ફ્રોડનો ભોગ બનેલા ફરિયાદીના નાણાં પણ પ્રિયાંકના ખાતામાં જમા થયા હતા સાયબર ક્રાઈમ પોર્ટલ પર થયેલી ફરિયાદમાં શાહપોરમાં રહેતા મુનીર અહેમદને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. કોલરે પોતાની ઓળખ તેના મિત્ર તરીકે આપી હતી અને કહ્યું હતું કે તે હાલ હોસ્પિટલમાં છે અને તેની પાસે પેમેન્ટ માટે ગૂગલ પે બંધ છે. તેથી તે મુનીરના ખાતામાં રૂપિયા જમા કરાવશે અને પછી વોટ્સએપ દ્વારા મોકલેલા QR કોડના માધ્યમથી તેને રૂપિયા ટ્રાન્સફર કરવાના જણાવ્યા હતા. ફરિયાદીએ કોઇ ચકાસણી કર્યા વગર QR કોડ સ્કેન કર્યો અને રૂ. 42,000 ટ્રાન્સફર કરી દીધા. પછી તેને સમજાયું કે તે ઠગાઈનો ભોગ બન્યો છે. આ ફ્રોડમાં પણ જે બેંક ખાતામાં રૂપિયા જમા થયા હતા તે પ્રિયાંક પટેલના નામે હતા. સાયબર ક્રાઈમ અને લાલગેટ પોલીસે ઝડપથી તપાસ શરૂ કરી અને આખરે પ્રિયાંક સુધી પહોંચી જતા તેને ઝડપી લીધો.

    Post Views: 424
    13 અલગ અલગ બેંક એકાઉન્ટ થકી 2.75 કરોડની છેતરપિંડી લાલગેટ પોલીસે એક યુવકની ધરપકડ કરી
    Previous Articleનામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા વક્ક કાયદા વિરુદ્ધ વચગાળાનો આદેશ આપવા બદલ આભાર
    Next Article નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ-સોનિયા ગાંધીના પૂતળાનું દહન

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.