Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, September 4
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    City Today DailyBy City Today DailyAugust 19, 2026

     

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    સિટી ટુડે: 19 સુરત 

    સુરત શહેર સિરતુન્ની કમિટિનાં આગેવાનો સર્વ સૈયદ સિરાજ શહાબુદ્દીન (પ્રમુખ), અશદ કલ્યાણી (માજી. કોર્પોરેટર) (મહામંત્રી), ઉપ-પ્રમુખો : ઐયુબ બોટાવાલા, આસીફ રંગુની, જમાલ સૈયદ, રૌશનભાઈ શેખ, સહેજાદ સૈયદ, સહિત આગેવાનોએ સંયુક્ત એક અખબારી નિવેદનમાં જણાવ્યા હતું કે, ઇસ્લામ ધર્મના મહાન પયગંમ્બર હજરત મોહંમદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમનાં ૧૫૦૧ માં જન્મ દિવસની ઉજવણીનાં ભાગરૂપે સમગ્ર ભારત દેશનાં વિવિધ શહેરોમાં નાના-મોટા જુલુસો કાઢી જુલુસો માધ્યમે પયગંમ્બર સાહેબે સમગ્ર માનવજાતને આપેલો શાંતિ અને ભાઇચારાનો શુભ સંદેશો લોકો સુધી પહોંચાડાય છે. આ પરંપરાને વિવિધ શહેરો સાથે સુરત શહેરમાં પણ સુરત શહેર સિરતુન્નબી કમિટિએ જાળવી રાખી છે. આગામી તા.: ૨૬-૦૮-૨૦૨૬ ને બુધવારના રોજ ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર હજરત મોહંમદ મુસ્તુફા (સ.અ.વ) નાં જન્મ દિવસની ઉજવણીનાં ભાગરૂપે બપોરે ૪.૦૦ કલાકે ઝાંપાબજાર મુકામેથી સુરત શહેર સિરતુન્નબી કમિટિએ પરંપરાગત રીતે એક વિશાળ જુલુસ કાઢવાનું આયોજન કર્યુ છે. જે મુજબ જુલુસમાં શહેરનાં વિવિધ વિસ્તારો જેવા કે બડેખા ચકલા, રાંદેર, માનદરવાજા, સલાબતપુરા, ચીમની ટેકરા, સૈયદપુરા, હોડી બંગલા, ગોપીપુરા, સલાબતપુરા, મોમનાવાડ, નાનપુરા, બેગમપુરા, શાહપોર, ઉન, ભેસ્તાન તેમજ નવશહીદનો ટેકરો સહિત મુસ્લિમ વિસ્તારોમાંથી નાના-નાના જુલુસો ડી.કે.એમ. હોસ્પિટલની ગલીથી મુલ્લાજી દેવળી થઈ ઝાંપાબજાર ખાતે ભેગા થશે અને ત્યાંથી મુખ્ય જુલુસનું આકાર બનાવાશે ત્યારબાદ ત્યાંથી મુખ્ય જુલુસ સુરત શહેર સિરતુન્નબી કમિટિનાં નેજા હેઠળ ટાવર થઇ ભાગળ રાજમાર્ગથી લીમડાચોક, લાલગેટ થઈ ભાગાતળાવ થઇ ચોકબજાર કમાલ ગલીથી સાગર હોટેલની ગલીથી બડેખા ચકલાથી પસાર થઇ હજરત ખ્વાજાદાન (૨.હ) સાહેબની દરગાહ ખાતે પહોંચી પુરૂ થશે. સુરત શહેર સિરતુન્નબી કમિટિએ જુલુસ બાબતે કોઇપણ પ્રકારની માહિતી મેળવવા કે સહયોગની આપ-લે કરવા કમિટિનાં ઉપરોકત જણાવેલા આગેવાનોનું સંપર્ક કરવા જણાવ્યુ છે.

    Post Views: 199
    #eidmiladunnabi #muslim #surat #gujarat
    Previous Articleદરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર
    Next Article અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    August 24, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.