Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, May 25
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ‘RCBના કારણે થઈ નાસભાગ’પોલીસ કોઈ જાદુગર કે ભગવાન નથી

    ‘RCBના કારણે થઈ નાસભાગ’પોલીસ કોઈ જાદુગર કે ભગવાન નથી

    City Today DailyBy City Today DailyJuly 1, 2025

    બેંગલુરુ ,તા.૧
    આઈપીએલ ૨૦૨૫ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની જીતની ઉજવણી દરમિયાન બેંગલુરુમાં થયેલી નાસભાગમાં ૧૧ લોકોના મૃત્યુ નિપજ્યાં હતાં. આ મામલે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી નાસભાગ માટે આરસીબીને જવાબદાર ઠેરવ્યું છે. આરસીબીએ પોલીસ પાસેથી કોઈ પૂર્વ પરવાનગી લીધી ન હતી. અચાનક તેમને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધી હતી. સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલના રિપોર્ટ અનુસાર, આરસીબીએ પોલીસની મંજૂરી વિના સોશિયલ મીડિયા પર વિક્ટ્રી પરેડ માટે આમંત્રણ પોસ્ટ કર્યું હતું, જેના કારણે મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી અને પોલીસ પાસે સુરક્ષા વ્યવસ્થા કરવા માટે પૂરતો સમય નહોતો.
    પોલીસ માત્ર ૧૨ કલાકમાં સંપૂર્ણ વ્યવસ્થા કરે તેવી અપેક્ષા રાખી શકાય નહીં. પોલીસકર્મીઓ પણ માણસ છે, તે દેવતા કે જાદુગર નથી કે, એક જ વારમાં બધી વ્યવસ્થા કરી શકે.‘ આ કેસમાં સસ્પેન્ડ કરાયેલા આઇપીએસ અધિકારી વિકાસ કુમારને મોટી રાહત મળી છે. સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલે તેમનું સસ્પેન્શન રદ કર્યું છે. આ ઉપરાંત ટ્રિબ્યુનલે કર્ણાટક સરકારને બે અન્ય વરિષ્ઠ અધિકારીઓ તત્કાલીન બેંગલુરુ પોલીસ કમિશનર બી દયાનંદ અને ડીસીપી શેખર એચ ટેક્કનવરના સસ્પેન્શન પર પુનર્વિચાર કરવાનું સૂચન પણ કર્યું. નોંધનીય છે કે, આઇપીએસ વિકાસ કુમાર બેંગલુરુના પશ્ચિમ ઝોનના એડિશનલ કમિશનર અને ચિન્નાસ્વામી સ્ટેડિયમના ઇન્ચાર્જ હતા.સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલના અનુસાર, ‘પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો ર્નિણય પૂરતા પુરાવા પર આધારિત નથી.
    ર્નિણય સમયે આ અધિકારીઓની બેદરકારીને કારણે અકસ્માત થયો હોવાનું સાબિત કરવા માટે કોઈ નક્કર કે નક્કર આધાર નહોતો.‘ જાે કે, સરકાર ઈચ્છે તો આ ર્નિણયને હાઇકોર્ટમાં પડકારી શકે છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ચોથી જૂનના રોજ થયેલી નાસભાગ બાદ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિપક્ષના નિશાના પર છે. ભાજપ અને જેડીએસે સરકાર પર સીધો હુમલો કર્યો હતો અને મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી હતી.

    Post Views: 284
    ‘RCBના કારણે થઈ નાસભાગ’પોલીસ કોઈ જાદુગર કે ભગવાન નથી
    Previous Articleસુરત પોલીસનું ‘એક્સ‘ એકાઉન્ટ હેક : સુરત પોલીસને બદલે ‘સુરત એરેના પોલીસ’ કરી દેવાયું
    Next Article ગાઝામાં સ્થિતિ બેકાબૂ : ૧૫ દિવસમાં હજારો લોકોના મોત, ૨૩ લાખ લોકો સામે ભૂખમરાનું સંકટ

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.