Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, September 14
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અરશદ જરીવાલાની નિમણૂક

    સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અરશદ જરીવાલાની નિમણૂક

    City Today DailyBy City Today DailyJuly 29, 2026

    સિટી ટુડે: 29 : સુરત 

    સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અરશદ જરીવાલાની નિમણૂક

    ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ધારાસભ્ય શ્રી અમિત ચાવડાએ સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે શ્રી અરશદ જરીવાલાની નિમણૂક જાહેર કરી છે.

    શ્રી અરશદ જરીવાલા હાલમાં સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના એકમાત્ર ચૂંટાયેલા કોંગ્રેસ કોર્પોરેટર તરીકે જનતાના પ્રશ્નોને સતત અને અસરકારક રીતે રજૂ કરી રહ્યા છે. શહેરના નાગરિક પ્રશ્નો, વિકાસના મુદ્દાઓ અને જનહિતના પ્રશ્નોને લઈને તેઓ સતત સક્રિય રહ્યા છે.

    તાજેતરમાં નાસીરનગર મુદ્દે અસરગ્રસ્ત પરિવારોના અધિકારો માટે તેમણે સતત લડત આપી હતી અને આ મુદ્દાને ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચાડી ન્યાય માટે મજબૂત રજૂઆત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જનહિતના પ્રશ્નો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સંઘર્ષશીલ કાર્યશૈલીને ધ્યાનમાં રાખીને પક્ષ દ્વારા તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

    નિમણૂક પત્રમાં શ્રી અમિત ચાવડાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે શ્રી અરશદ જરીવાલા સુરત શહેરના નાગરિકોના પ્રશ્નોને વધુ અસરકારક રીતે મહાનગરપાલિકામાં રજૂ કરશે, કોંગ્રેસ પક્ષની જનકલ્યાણકારી વિચારધારાને અનુરૂપ પ્રજાની સેવા કરશે તેમજ લોકોના હક્ક અને હિતની લડતને વધુ મજબૂતી આપશે.

    શ્રી અરશદ જરીવાલાની આ નિમણૂકથી સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષનો અવાજ વધુ સશક્ત બનશે અને શહેરના પાણી, ડ્રેનેજ, રસ્તા, સફાઈ, આરોગ્ય, શિક્ષણ તથા અન્ય નાગરિક પ્રશ્નોના ઉકેલ માટે કોંગ્રેસ વધુ આક્રમક અને જવાબદાર ભૂમિકા ભજવશે તેવી કાર્યકરો અને નાગરિકોમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

    કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને શુભેચ્છકોએ શ્રી અરશદ જરીવાલાને શુભેચ્છાઓ પાઠવી તેમના સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે.

    ­

    Post Views: 83
    #ahmdawad #congres #mla #rahul #congresgujarat #ARSADJARIWALA
    Previous Articleराहुल गांधीजी की नफरत छोडो भारत जोडो यात्रा एवं अभिजित दिपके के जंतर मंतर जेन झी आंदोलन ने 12 साल से देशभर में चल रही नफरत की राजनिती को ध्वस्त किया
    Next Article ચેક રીર્ટનના કામે આરોપી અસ્લમ અબ્દુલ અઝાક શેખનાઓને ચેક રીટર્નના ગુન્હામાં ૧ વર્ષની સજા અને રૂપિયા ₹ ૨,૫૦,૦૦૦/- ફરીયાદ દાખલ કરેલ ત્યારથી ૬% સાદા વ્યાજ સહિત દિન-૩૦ માં ચુકવવાનો હુકમ કરતી નામદાર કોર્ટ

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    August 19, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.