Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, August 17
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » મુંબઈમાં ભાષા વિવાદ સ્થાનિકોની વચ્ચે ફેલાયો, લોકલ ટ્રેનમાં માથાકૂટ, મુંબઈમાં રહેવું હોય તો મરાઠી બોલો…

    મુંબઈમાં ભાષા વિવાદ સ્થાનિકોની વચ્ચે ફેલાયો, લોકલ ટ્રેનમાં માથાકૂટ, મુંબઈમાં રહેવું હોય તો મરાઠી બોલો…

    City Today DailyBy City Today DailyJuly 20, 2025

    મુંબઈ, તા.૨૦
    મુંબઈમાં મરાઠી-હિન્દી મુદ્દો હવે લોકલ ટ્રેન સુધી પહોંચી ગયો છે. શુક્રવારે સાંજે સેન્ટ્રલ લાઇનની એક લોકલ ટ્રેનના મહિલા કોચમાં મરાઠી અને હિન્દીને લઈને મહિલાઓ વચ્ચે જાેરદાર વિવાદ થઈ રહ્યો છે. સીટને લઈને શરૂ થયેલો સામાન્ય બોલાચાલી ભાષા વિવાદમાં બદલાઈ ગઈ. હાલ, આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાઈરલ થઈ રહ્યો છે.
    લોકલ ટ્રેનના આ વીડિયોમાં સાંભળી શકાય છે કે, એક મહિલા મરાઠી અન્ય મહિલાને કહે છે કે, અમારા મુંબઈમાં રહેવું છે, તો મરાઠી બોલો, નહીંતર બહાર નીકળો. ટ્રેનમાં મુસાફરી કરી રહેલી બીજી મહિલાઓ પણ બાદમાં આ બોલાચાલીમાં સામેલ થઈ જાય છે અને બાદમાં વિવાદમાં ભાષા પણ આવી જાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ વિવાદ મધ્ય રેલવેની લોકલ ટ્રેનની મહિલા કમ્પાર્ટમેન્ટમાં થયો હતો. ભાષાને લઈને વધતા સંઘર્ષને જાેઈને હવે રેલવે સુરક્ષા દળ અને જીઆરપી પણ આ મામલાને ગંભીરતાથી લઈ રહ્યા છે.
    મહારાષ્ટ્રમાં મરાઠી ફજી હિન્દી વિવાદ એક સંવેદનશીલ અને સામાજિક રીતે જટિલ મુદ્દો છે, જે ભાષાકીય ઓળખ, સાંસ્કૃતિક ઓળખ અને રાજકીય વિચારધારાઓ સાથે સંબંધિત છે. પરંતુ હવે આ ભાષા વિવાદ શેરીઓમાં પણ જાેવા મળી રહ્યો છે. તાજેતરમાં, મહારાષ્ટ્રમાં હિન્દીને ટેકો આપનારા ઘણા ઉત્તર ભારતીયોને માર મારવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હકીકતમાં, મહારાષ્ટ્રમાં, મરાઠી ભાષાને રાજ્યની માતૃભાષા અને સાંસ્કૃતિક ઓળખના પ્રતિક તરીકે જાેવામાં આવે છે. પરંતુ તાજેતરના સમયમાં, મહારાષ્ટ્રમાં, ખાસ કરીને માયાનગરી મુંબઈમાં, હિન્દી ભાષી લોકોની સંખ્યા વધી છે.
    હિન્દી ભાષી લોકોની વધતી સંખ્યાને કેટલાક મરાઠી ભાષી સમુદાયો દ્વારા મરાઠી સંસ્કૃતિ અને ભાષા પર આક્રમણ તરીકે જાેવામાં આવી રહી છે. લોકોની આ વિચારસરણીને હવે વિવાદ તરીકે જાેવામાં આવી રહી છે.
    રાજ ઠાકરેની પાર્ટી મનસે ખાસ કરીને હિન્દી ભાષી ઉત્તર ભારતીયો વિરુદ્ધ પ્રચાર કરતી જાેવા મળી રહી છે. રાજ ઠાકરે કહે છે કે, મુંબઈ અને મહારાષ્ટ્રમાં મરાઠીને પ્રાથમિકતા આપવી જાેઈએ. શાળાઓમાં મરાઠી ફરજિયાત કરવાની પણ માંગ છે. આ વિવાદ ત્યારે જ ઉકેલી શકાય છે જ્યારે મહારાષ્ટ્રમાં મરાઠીને પ્રાથમિકતા આપવામાં આવે, પરંતુ હિન્દી અને અન્ય ભાષાઓનું પણ સન્માન કરવામાં આવે. શિક્ષણ, રોજગાર અને વહીવટમાં સંતુલિત ભાષા નીતિ બનાવવી જાેઈએ.
    મહારાષ્ટ્ર સરકાર દ્વારા મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત કરવાના ર્નિણયથી ફરી એકવાર આ વિવાદને વેગ મળ્યો છે. ત્યારબાદ, મુંબઈના મીરા રોડ વિસ્તારમાં પણ એક દુકાનદારને માર મારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેના પર રાજ ઠાકરેએ સ્પષ્ટતા કરી હતી કે, દુકાનદારને તેના વલણને કારણે માર મારવામાં આવ્યો હતો, કારણ કે તે મરાઠી બોલતો ન હતો. જાેકે, ભાષાને લઈને આ વિવાદ હવે સામાન્ય લોકોમાં પણ જાેવા મળી રહ્યો છે.

    Post Views: 379
    મુંબઈમાં ભાષા વિવાદ સ્થાનિકોની વચ્ચે ફેલાયો મુંબઈમાં રહેવું હોય તો મરાઠી બોલો... લોકલ ટ્રેનમાં માથાકૂટ
    Previous Articleસુરત શહેરમાં ૧૨ કલાકમાં બે હત્યા, પાંડેસરામાં બૂટલેગરે ચપ્પુથી આંતરડા કાઢી નાંખ્યા
    Next Article સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થશે, વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.