Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, July 30
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ચેક રીર્ટનનાં કેસમાં આકીબ અસલમ કુરેશીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવતી અદાલત

    ચેક રીર્ટનનાં કેસમાં આકીબ અસલમ કુરેશીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવતી અદાલત

    City Today DailyBy City Today DailyAugust 3, 2025

    (સિટી ટુડે) સુરત,તા.૦૩
    નામદાર કોર્ટ દ્વારા આરોપીએ ફરીયાદી પાસેથી નાણાં લીધેલ હોય તેવી હકીકત સાબિત કરવા ફરીયાદી સદંતર રીતે નિષ્ફળ નિવડેલ હોય તે બચાવ નામદાર કોર્ટે માન્ય રાખી તથા ફરીયાદ પક્ષે કેસનાં જુદા જુદા તબકકે જુદી જુદી રજુઆતો કરવામાં આવેલ તે ઘ્યાને લઈ ચેક રીર્ટનનાં કેસમાં આકીબ અસલમ કુરેશી નાઓને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવતી અદાલત
    ફરીયાદી હરેશકુમાર ડાહયાલાલ મોદી નાઓ ફાયનાન્સનો ધંધો કરે છે અને આરોપી આકીબ અસલમ કુરેશી નવેમ્બર-૨૦૨૧ માં ફરીયાદીને ઘરે આવી ત્રણ ચાર માસ પુરતા રૂા.૨,૦૦,૦૦૦/- ની માંગણી કરેલી અને ફરીયાદીએ આરોપીને શાહુકારની વ્યાજની સમજ આપેલી અને આરોપી ફરીયાદી પાસેથી હાથઉછીની રકમ લેવા માટે તૈયાર થયેલા અને આરોપીએ ફરીયાદી પાસેથી નવેમ્બર-૨૦૨૧ માં હાથઉછીના નાણાં રૂા.૨,૦૦,૦૦૦/- લીધેલા આરોપીએ તે નાણાંની ચુકવણી પેટે ફરીયાદીને પંજાબ નેશનલ બેંકનો ચેક નં. ૯૩૯૭૯૩ રૂા.૨,૦૦,૦૦૦/- નો ચેક સહી કરી આપેલ જે ચેક ફરીયાદીએ પોતાની બેંકમાં રજુ કરતા સદરહું ચેક તા. ૧૧/૦૭/૨૦૨૨ નાં રોજ ફંડ ઈન્સફીશીયન્ટનાં શેરાથી પરત ફરેલ અને આરોપીને જાણ કરતા નાણાં ચુકવી આપેલ નહીં તે અંગે આરોપીનાં સરનામે ડીમાન્ડ નોટીસ મોકલતા આરોપીને નોટીસ તા.૨૪/૦૮/૨૦૨૨ નાં રોજ આઉટ ઓફ સ્ટેશન નાં શેરાથી પરત આવેલ અને નાણાં ચુકવી આપેલ નથી જેથી ફરીયાદી દ્વારા આરોપી વિરૂદ્ધ હાલની આ ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબની ફરીયાદ દાખલ કરેલ છે.
    આરોપી તર્ફે બચાવમાં એવી દલીલો રજુ કરવામાં આવેલ કે, ફરીયાદ પક્ષ ઘ્વારા રકમ હાથઉછીની હોવા બાબતેનાં કોઈ દસ્તાવેજી પુરાવાઓ નામદાર કોર્ટ રૂબરૂ રજુ રાખવામાં આવેલ નથી. ફરીયાદીએ આરોપીને કોઈ નાણાં હાથઉછીના આપેલા હોય તેવા પણ કોઈ પુરાવા ફરીયાદી તર્ફે નામદાર કોર્ટ રૂબરૂ રજુ કરવામાં આવેલ નથી. આ ઉપરાંત ફરીયાદી દ્વારા આરોપી પાસેથી નાણાં લેવાનાં બાકી હોય તે બાબતે ઈન્કમટેક્ષમાં પણ દર્શાવવામાં આવેલ નથી. સદર ચેક ત્રાહિત વ્યકિત પાસેથી મેળવી ફરીયાદીએ આરોપી વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલ હોવાનું સ્પષ્ટ પુરવાર થાય છે. આ ઉપરાંત મુળ ફરીયાદીની જુબાની તથા સાહેદની જુબાનીમાં રકમ આપવા બાબતે મહત્વનો વિરોધાભાષ નામદાર કોર્ટનાં રેકર્ડ ઉપર આવેલ છે. નામદાર કોર્ટ ઘ્વારા બંને પક્ષનાઓની દલીલો સાંભળ્યા બાદ ફરીયાદીની જુબાની તથા રજુ થયેલ દસ્તાવેજી પુરાવાઓ ઘ્યાને લીધા બાદ નામદાર કોર્ટે આરોપી આકીબ અસલમ કુરેશી નાઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ. આરોપી તર્ફે દલીલો એડવોકેટ મઝહર ખાન, ફારૂક પાનવાલા તથા ભૂમિકા સી. પટેલ નાઓએ કરેલ.

    Post Views: 220
    @suratadvocate
    Previous Articleઆતંકવાદીઓ સામે લડતા હેમંત કરકરે સહિત શહિદ અને ઘાયલ થયેલ નમાજીઓ પણ ન્યાય ના હકદાર છે : ગ્યાસુદ્દીન શેખ
    Next Article ૧૯ વર્ષીય શિક્ષિકા આપઘાત કેસમાં આરોપીની અરજી નામંજુર કરતી જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ

    Related Posts

    સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અરશદ જરીવાલાની નિમણૂક

    July 29, 2026

    સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

    July 27, 2026

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    July 16, 2026
    Latest Posts

    સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અરશદ જરીવાલાની નિમણૂક

    राहुल गांधीजी की नफरत छोडो भारत जोडो यात्रा एवं अभिजित दिपके के जंतर मंतर जेन झी आंदोलन ने 12 साल से देशभर में चल रही नफरत की राजनिती को ध्वस्त किया

    સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.