Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, September 14
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ડેડિયાપાડા લાફાકાંડમાં ચૈતર વસાવાને જામીન કે જેલ ?: હાઇકોર્ટમાં હવે 13મી ઑગસ્ટે સુનાવણી

    ડેડિયાપાડા લાફાકાંડમાં ચૈતર વસાવાને જામીન કે જેલ ?: હાઇકોર્ટમાં હવે 13મી ઑગસ્ટે સુનાવણી

    City Today DailyBy City Today DailyAugust 5, 2025
    નર્મદા, 05
               નર્મદાના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો અંત આવતો દેખાઈ નથી રહ્યો, ‘લાફાકાંડ’ મામલે હજુ પણ જેલમાંથી મુક્તિ મળી નથી. છેલ્લા એક મહિનાથી વડોદરા  સેન્ટ્રલ જેલમાં બંધ વસાવાની જામીન અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં આજે, 5મી ઑગસ્ટના રોજ સુનાવણી થવાની હતી, પરંતુ કોર્ટના નિર્ધારિત સમય સુધી અરજી બોર્ડ પર ન આવતા સુનાવણી થઈ શકી નહોતી. હવે આ કેસમાં આગામી 13મી ઑગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે, જેના કારણે વસાવાનો જેલવાસ વધુ લંબાયો છે.
               આ ઘટના 5 જુલાઈ, 2025ના રોજ ‘આપણા તાલુકો વાઇબ્રન્ટ તાલુકો’ (ATVT) સંકલન સમિતિની બેઠક દરમિયાન બની હતી. ફરિયાદી સંજય વસાવાની ફરિયાદ મુજબ, ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સમર્થિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે બોલાચાલી કરી હતી. આ બોલાચાલી દરમિયાન ચૈતર વસાવાએ સંજય વસાવા પર મોબાઈલ ફોન અને કાચનો ગ્લાસ ફેંકીને તેમને “હત્યા કરી નાખીશ” તેવી ધમકી આપી હતી. આ ઘટના બાદ પોલીસ દ્વારા વસાવાની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 109(1) (હત્યાનો પ્રયાસ) સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
              આ કેસમાં રાજપીપળા કોર્ટે પોલીસના રિમાન્ડની માંગણી નામંજૂર કરી હતી, પરંતુ ચૈતર વસાવાની જામીન અરજી પણ નામંજૂર કરી દેવામાં આવી હતી. કોર્ટે જણાવ્યું હતું કે વસાવા સામે અગાઉ ગુનાહિત કેસ નોંધાયેલા છે. આ નિર્ણય બાદ વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ સેશન્સ કોર્ટે પણ તેમની જામીન અરજી નામંજૂર કરતા તેમણે જામીન માટે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
                 ગુજરાત હાઇકોર્ટમાં પણ જામીન અરજીની સુનામણી ન થઈ હતી અને કોર્ટે જામીન અરજી પર તાત્કાલિક ચુકાદો ના આપી આજની ( 5 ઓગસ્ટ) ની સુનાવણી મુદ્દત આપી હતી ત્યાર બાદ આજે ( 5 ઓગસ્ટે)  પણ ચૈત્ર વસાવાની રાહત મળી નથી કારણ કે, ગુજરાત હાઇકોર્ટમાં પણ જામીન અરજી કોર્ટના નિર્ધારિત સમય દરમિયાન બોર્ડ ઉપર ન આવતા સુનાવણી થઈ ન હતી અને હવે આ મામલે 13 ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરાશે. ત્યારે હવે  13 મી ઑગસ્ટના રોજ હાઈકોર્ટ ચૈતર વસાવાને જામીન આપે છે કે જેલ , તે જોવું રહ્યું
    Post Views: 366
    ડેડિયાપાડા લાફાકાંડમાં ચૈતર વસાવાને જામીન કે જેલ ?: હાઇકોર્ટમાં હવે 13મી ઑગસ્ટે સુનાવણી
    Previous Articleરિકન્સ્ટ્રકશન સ્થળે જ રાજસ્થાન સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો આરોપીઓનું રિકન્સ્ટ્રકશન કરવામાં પોલીસને આવી ગયા આંટા, માંડ-માંડ પ્રક્રિયા થઇ પૂર્ણ
    Next Article પેટ્રોલમાં ૨૭% ઇથેનોલ ભેળવવાની કેન્દ્રની તૈયારીથી વિવાદ

    Related Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    August 25, 2026

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    August 24, 2026

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    August 19, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.