Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, September 11
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » 4 વર્ષના બાળક પર નશામાં ધુત નબીરાએ કાર ચડાવી દીધી

    4 વર્ષના બાળક પર નશામાં ધુત નબીરાએ કાર ચડાવી દીધી

    City Today DailyBy City Today DailyOctober 22, 2025

    (સિટી ટુડે) વડોદરા :

    વડોદરામાં નશામાં ધુત કારચાલકે અકસ્માત સર્જી એક માસૂમ બાળકનો જીવ ગુમાવ્યો . અવધૂત ફાટક પાસે મોડીરાત્રે એક નબીરાએ બેફામ રીતે કાર હંકારી ફૂટપાથ પર સૂતેલા શ્રમજીવી પરિવાર ઉપર ચડાવી દીધી હતી. આ અકસ્માતમાં 4 વર્ષના એક માસૂમ બાળક પર કારનાં પૈડાં ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 4 શ્રમજીવીને ઈજા અકસ્માત સર્જીને ભાગતાં કારચાલકનો લોકોએ પીછો કરીને ઝડપી બરાબરનો મેથીપાક ચખાડ્યો  પોલીસે સ્થળ પર પહોંચી કારમાંથી વિદેશી દારૂની બોટલો કબજે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    ‘આરોપી દારૂના નશામાં અકસ્માત સર્જી ભાગ્યો હતો :ડીસીપી જગદીશ ચાવડા :  ડીસીપી જગદીશ ચાવડાએ જણાવ્યું હતું કે અહીંથી રાવપુરા પોલીસ સ્ટેશનની હદમાં આ ગાડીનો ચાલક અકસ્માત કરીને અહીં અક્ષર ચોક સુધી ભાગીને આવી ગયો હતો અને પબ્લિકનાં ટોળાં એકત્રિત થઈ ગયાં હતાં. દરમિયાન પોલીસ આવીને આરોપીને લઈ ગઈ છે.  અમારા  અધિકારી બનાવ બન્યો એ સ્થળે તપાસ કરી રહ્યા છે. ગાડી ચેક કરતાં એક દારૂની બોટલ મળી છે, સાથે બીજા અન્ય તેમની જે કોઈ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ છે એ અસ્તવ્યસ્ત છે એ એક વખત ગાડીમાં વધારે ચેક કરીને જ જણાવીશું. આ ઘટના ખૂબ જ ગંભીર ગણી શકાય અને પોલીસ એમાં એકદમ સ્ટ્રિક એક્શન સાથે કાયદેસરની કાર્યવાહી કરશે.કારચાલકે જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકસ્માત કરીને આવ્યો છે એ વિસ્તાર રાવપુરા પોલીસ સ્ટેશન લાગે છે, જેથી આરોપીને ત્યાં લઈ જઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે. 

    Post Views: 508
    @vadodra
    Previous Articleવડોદરામાં ડોક્ટર પરિવારનો ગમખ્વાર અકસ્માત XUV કાર ઝાડ પર ઊંધી
    Next Article રાહુલ ગાંધીનું “ગુજરાત મિશન” 15 નવેમ્બરથી શરૂ થશે

    Related Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    August 25, 2026

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    August 24, 2026

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    August 19, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.