Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, July 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ નિર્માણની તૈયારી

    પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ નિર્માણની તૈયારી

    City Today DailyBy City Today DailyNovember 22, 2025

    તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય હુમાયૂ કબીર દ્વારા આપવામાં આવેલા નિવેદન પર હોબાળો મચી ગયો છે

    કોલકાતા, તા.૨૨
    પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણની તૈયારીઓ ચાલી રહી છે, જેને લઈને તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય હુમાયૂ કબીરના નિવેદન પર હોબાળો મચી ગયો છે. ટીએમસીના આ ધારાસભ્યએ મુર્શિદાબાદમાં ૬ ડિસેમ્બરના રોજ બાબરી મસ્જિદની આધારશિલા રાખવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે આ તારીખ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સ્થિત બાબરી મસ્જિદના વિધ્વંસની વર્ષગાંઠ છે. ભરતપુરથી ચૂંટાયેલા આ ધારાસભ્યએ ગયા વર્ષે જ આ મસ્જિદ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. હુમાયૂ કબીરે શનિવારે મીડિયા એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું, અમે ૬ ડિસેમ્બરના રોજ મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગા ખાતે બાબરી મસ્જિદની નીંવ રાખીશું. તેને પૂર્ણ થવામાં ત્રણ વર્ષનો સમય લાગશે. વિવિધ મુસ્લિમ નેતાઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે.
    બાબરી મસ્જિદના મુદ્દે ભારતીય જનતા પાર્ટીએ તૃણમૂલ કોંગ્રેસપર તીવ્ર હુમલો કર્યો છે. ભાજપએ સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ પર ધર્મ આધારિત રાજનીતિ કરવા અને તુષ્ટિકરણની નીતિ અપનાવવાના આરોપો લગાવ્યા છે.
    ભાજપના નેતા અગ્નિમિત્રા પૉલે કહ્યું કે, ભલે કોઈ પણ વ્યક્તિ મંદિર કે મસ્જિદનું નિર્માણ કરી શકે, પરંતુ તૃણમૂલ કોંગ્રેસ ધર્મના નામે રાજકારણ કરી રહી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ૬ ડિસેમ્બરની તારીખની પસંદગી પાછળ તૃણમૂલ કોંગ્રેસનો ઇરાદો સ્પષ્ટપણે દેખાય છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે, તૃણમૂલ કોંગ્રેસએ અત્યાર સુધી લઘુમતીઓ માટે શું કામ કર્યું છે? ભાજપના અન્ય નેતા પ્રિયંકા ટિબરેવાલનું કહેવું છે કે, તૃણમૂલ કોંગ્રેસનો ધર્મનિરપેક્ષવાદ ફક્ત અમુક ધર્મ-વિશેષ પૂરતો સીમિત છે. તેમણે સવાલ ઉઠાવ્યો, જ્યારે તેઓ બાબરી મસ્જિદને ફરીથી સ્થાપિત કરવાની વાત કરે છે, ત્યારે હું જાણવા માંગુ છું કે તેઓ તે મસ્જિદમાં કોને આમંત્રણ આપશે?

    Post Views: 167
    પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ નિર્માણની તૈયારી
    Previous Articleઓવૈસી નીતિશ સરકારને સમર્થન આપવા તૈયાર
    Next Article SIR પ્રક્રિયા મુજબ મતદાર યાદીની શુદ્ધિકરણ પ્રક્રિયા શંકાના ઘેરામાં છે. પુર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા ઇલેકશન કમીશન ઓફ ઇન્ડિયાને ‘X’ માધ્યમથી માંગ કરાઇ,

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.