Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, May 15
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ઈઝરાયલે ફરી એક વખત ગાઝામાં કર્યા હવાઈ હુમલા, ૨૦ પેલેસ્ટિનિઓએ ગુમાવ્યા જીવ

    ઈઝરાયલે ફરી એક વખત ગાઝામાં કર્યા હવાઈ હુમલા, ૨૦ પેલેસ્ટિનિઓએ ગુમાવ્યા જીવ

    City Today DailyBy City Today DailyNovember 23, 2025

    ગાઝા, તા.૨૩
    સીઝફાયર વચ્ચે ઈઝરાયલે ગાઝામાં ફરી હવાઈ હુમલા કર્યા છે. આ હુમલામાં ૨૦ લોકોના મોત થયા છે. સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ શનિવારે જણાવ્યું કે, આ હુમલામાં ૮૦થી વધુ લોકો ઘાયલ થયા છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, પહેલો હુમલો રિમલ વિસ્તારમાં એક કાર પર થયો હતો, જેના કારણે તેમાં આગ લાગી ગઈ હતી. આ હુમલામાં પાંચ લોકોના મોત થઈ ગયા છે. બે વર્ષના યુદ્ધ બાદ ૧૦ ઓક્ટોબરે ઈઝરાયલ અને હમાસ વચ્ચે અમેરિકાની મધ્યસ્થીથી થયેલા યુદ્ધવિરામ કરાર પછી શનિવારનો દિવસ સૌથી ઘાતક દિવસોમાંથી એક હતો.

    કાર હુમલાના થોડા સમય બાદ ઈઝરાયલે દેર અલ-બલાહ શહેર અને નુસેરત કેમ્પમાં બે ઘરો પર બે અલગ-અલગ હવાઈ હુમલા કર્યા, જેમાં ૧૦ લોકો માર્યા ગયા. શનિવારે જ પશ્ચિમ ગાઝામાં એક ઘર પર ઈઝરાયલી હવાઈ હુમલામાં પાંચ પેલેસ્ટિનિઓ માર્યા ગયા હતા. ઘટનાસ્થળ પર હાજર એક ફોટોગ્રાફરે પસાર થતા લોકોને બળી ગયેલી કારના કાટમાળ તરફ જતા જાેયા અને બાળકો અંદરથી ખાવાનું નીકાળવાનો પ્રયાસ કરતા દેખાયા.

    ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલયે હમાસ પર યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. ઈઝરાયલી સેનાએ કહ્યું કે, એક બંદૂકધારી ઈઝરાયલી કબજા હેઠળના ગાઝાના વિસ્તારમાં ઘૂસી ગયો જ્યાંથી માનવતાવાદી સહાય દક્ષિણ ગાઝા સુધી પહોંચે છે. ઈઝરાયલે તેને યુદ્ધવિરામનું ખુલ્લેઆમ ઉલ્લંઘન ગણાવ્યું હતું. ઈઝરાયલે કહ્યું કે, યુદ્ધવિરામ કરારના ઉલ્લંઘનના જવાબમાં ગાઝા પર આ હુમલાઓ કરવામાં આવ્યા છે. હમાસે ઈઝરાયલી સેનાના આરોપોને ફગાવી દીધા. બે વર્ષ લાંબા ગાઝા યુદ્ધ પછી ૧૦ ઓક્ટોબરે યુદ્ધવિરામ પર હસ્તાક્ષર થયા હોવા છતાં હિંસા સંપૂર્ણપણે બંધ નથી થઈ.

    Post Views: 114
    ૨૦ પેલેસ્ટિનિઓએ ગુમાવ્યા જીવ ઈઝરાયલે ફરી એક વખત ગાઝામાં કર્યા હવાઈ હુમલા
    Previous Articleચીફ જસ્ટિસ બી.આર. ગવઈનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો
    Next Article સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત્, ૪ વર્ષના બાળક પર જીવલેણ હુમલો, સુરત મનપાની શ્વાન નિયંત્રણની કામગીરી સામે સવાલ

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગ

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.