Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Saturday, September 19
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » જાે વક્ફ સંપત્તિનો ડેટા UMEED ઉપર અપલોડ નહીં કરો તો દંડ થશે

    જાે વક્ફ સંપત્તિનો ડેટા UMEED ઉપર અપલોડ નહીં કરો તો દંડ થશે

    City Today DailyBy City Today DailyDecember 1, 2025

    કોર્ટે અરજદારોને નિર્દેશ આપ્યો છે કે તેઓ આ મુદ્દે સંબંધિત ટ્રિબ્યુનલમાં જઈને પોતાનો પક્ષ રજૂ કરે

    નવી દિલ્હી, તા.૧

    સુપ્રીમ કોર્ટે વક્ફની સંપત્તિઓની વિગતો UMEED પોર્ટલ પર અપલોડ કરવાની સમયમર્યાદા લંબાવવાની અરજીઓ પર સ્પષ્ટપણે ઇન્કાર કરી દીધો છે. આ અરજીઓમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) અને AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીની અરજીઓનો પણ સમાવેશ થતો હતો. કોર્ટે અરજદારોને નિર્દેશ આપ્યો છે કે તેઓ આ મુદ્દે સંબંધિત ટ્રિબ્યુનલમાં જઈને પોતાનો પક્ષ રજૂ કરે. વક્ફ સંપત્તિઓની વિગતો પોર્ટલ પર અપલોડ કરવાની છેલ્લી તારીખ ૫ ડિસેમ્બર સુધીની જ રાખવામાં આવી છે. જાે આ સમયમર્યાદામાં વિગતો અપલોડ કરવામાં નહીં આવે, તો સંબંધિત વ્યક્તિ કે સંસ્થાને દંડ અને સજા થઈ શકે છે. નિયમો અનુસાર, વક્ફ સંપત્તિની વિગતો અપલોડ કરવામાં નિષ્ફળ રહેનારને છ મહિનાની જેલ અને ૨૦,૦૦૦ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. ઉપરાંત, જે લોકો તેમની સંપત્તિ પોર્ટલ પર રજિસ્ટર નહીં કરાવે, તેમની સંપત્તિનો વક્ફ દરજ્જાે સમાપ્ત કરી દેવામાં આવશે અને તે પછી માત્ર વક્ફ ટ્રિબ્યુનલના આદેશથી જ તેનું પુન:નોંધણી કરાવી શકાશે. આ પહેલાં ૧૫ સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે વક્ફ (સંશોધન) અધિનિયમ ૨૦૨૫ને સંપૂર્ણપણે સ્થગિત કરવાનો ઇન્કાર કર્યો હતો, જાેકે કેટલીક જાેગવાઈઓ પર રોક લગાવી હતી.

    Post Views: 173
    જાે વક્ફ સંપત્તિનો ડેટા UMEED ઉપર અપલોડ નહીં કરો તો દંડ થશે
    Previous ArticleSIR કરવામાં આટલી ઉતાવળ કેમ?
    Next Article વિદ્યાર્થીનો હોસ્ટેલમાંથી કૂદી આપઘાત

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.