Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, September 13
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો કર્યો પર્દાફાશ, પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડતા સેનાના પૂર્વ સુબેદાર સહિત બેની ધરપકડ

    ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો કર્યો પર્દાફાશ, પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડતા સેનાના પૂર્વ સુબેદાર સહિત બેની ધરપકડ

    City Today DailyBy City Today DailyDecember 4, 2025

    અજય કુમાર સિંહ અંકિતા શર્મા નામની મહિલા સાથે આર્મીની બદલી સહિતની માહિતી શેર કરતો હતો

    અમદાવાદ, તા.૪
    દેશ વિરુદ્ધ જાસૂસી કરતા ૨ લોકોને ગુજરાત એટીએસ એ દબોચી લીધા છે. આ બંનેની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓમાં દમણમાંથી મહિલા અને ગોવામાંથી પુરુષની ધરપકડ કરવામાં આવી છે. બન્ને પાકિસ્તાનના સંપર્કમાં હોવાની વિગતો સામે આવી છે. આ મામલે એટીએસએ તપાસ કરતા આરોપી એ. કે. સિંહ આર્મીમાં સુબેદાર હતો. પાકિસ્તાનના જાસૂસોને ગુપ્ત માહિતી પહોંચાડવા માટે એ.કે.સિંહ મદદ કરી રહ્યો હતો. જ્યારે મહિલાનું નામ રશ્માની રવિન્દ્ર પાલ છે. પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા સંચાલિત જાસૂસી નેટવર્કનો પર્દાફાશ ગુજરાત એ.ટી.એસ. એ કર્યો છે. પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સીઓ “અંકિતા શર્મા” ના ખોટા નામ હેઠળ ગોવાના અજયકુમાર સુરેન્દ્રસિંહ નામના નિવૃત્ત આર્મી સુબેદાર સાથે ૨૦૨૨માં સંપર્કમાં આવી હતી. જે બાદ તેની પાસેથી પીઆઇઓ દ્વારા અજયકુમાર પાસેથી આર્મીના યુનિટ, પોસ્ટિંગ, મુવમેન્ટ વગેરે માહિતી માગતી હતી. જે અંગે તેઓએ અધિકારીઓની બદલી અને જુદી જુદી યુનિટોની મુવમેન્ટ વગેરે માહિતી શેર કરી હતી. આ ઉપરાંત પીઆઇઓ એ અજયકુમારના મોબાઈલમાં ટ્રોઝન માલવેર ફાઇલ મોકલવામાં આવી હતી. જે અજયકુમારને મોબાઈલમાં સેવ કરી ઇન્સ્ટોલ કરવા જણાવ્યુ હતું જેથી વોટ્સએપ મારફતે તમામ સંવેદનશીલ માહિતી મોકલવાની જરૂર ન પડે અને પીઆઇઓ તેનો મોબાઈલ ડાયરેક્ટ એક્સેસ કરી શકે. આ કેસમાં વધુ તપાસ દરમ્યાન દમણમાં રહેતી રશ્માની રવિન્દ્ર પાલનું નામ સામેલ હોવાનું ધ્યાને આવ્યું હતું.

    રશ્માનીની પ્રાથમિક પુછપરછ દરમ્યાન જાણવા મળ્યું કે પાકિસ્તાની હેન્ડલરો માટે તે એક મહત્વપૂર્ણ માધ્યમ તરીકે કામ કરતી હતી. પીઆઇઓ અબ્દુલ સત્તાર અને ખાલીદ દ્વારા રાશમનીને નાણાકિય લાભના બદલામાં “પ્રિયા ઠાકુર” નામની ખોટી ઓળખ બનાવીને જે ભારતીય આર્મીના જવાનોની માહિતી સત્તાર અને ખાલીદ શેર કરે તેઓની સાથે મિત્રતા કરવા અને તેનાથી આર્મીની ખાનગી માહિતી મેળવવાની સુચના અપાઈ હતી. જે માટે સમયાંતરે તેને ઘણા બધા મોબાઈલ નંબરોનું લિસ્ટ આપવામાં આવ્યું હતું, જે પૈકી તેણીએ સેનાની ગુપ્ત માહિતી માટે અમુક લોકોને ફસાવવાની કામગીરી કરેલ હતી.

    રશ્માની ભારતીય આર્મી જવાનોને ફસાવવા હનીટ્રેપ અને સ્વીટ ટોકથી અધિકારીઓ પાસે માહિતી કઢાવતી. આ ઉપરાંત હેન્ડલરોએ રાશમનીને આર્મીની અમુક યુનિટ્સની યુદ્ધ અભ્યાસ અને મુવમેન્ટ અંગે ખાસ તપાસ કરવા જણાવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે રાશમની સત્તારના પાકિસ્તાની નંબર(+૯૨) સાથે સીધા સંપર્કમાં હતી. આ સાથે રાશમનીએ વિવિધ નાણાકિય વ્યવહારો દ્વારા રૂપિયા મેળવવા એરટેલ પેમેન્ટ બેન્કમાં નવું ખાતુ ખોલાવ્યુ હતું. આ તમામ માહિતી અંગેની વિગતો, આંતરરાષ્ટ્રીય નંબરોથી વોટસએપ કોલ અને દસ્તાવેજાે અને નાણાકિય વ્યવહારોની વિગતો ઈસમોના મોબાઈલમાંથી મળી આવી છે. આ સાથે પીઆઇઓ ની આઇપી એડ્રેસની ચકાસણી કરતા “અંકિતા શર્મા ઉર્ફે રાધિકા મુલતાન અને સરગોધા. પાકિસ્તાન ખાતેથી, “અબ્દુલ સત્તાર” લાહોર, પાકિસ્તાન ખાતેથી અને “ખાલીદ અને મલેશિયન નંબરનો ઉપયોગ કરી પાકિસ્તાન ખાતેથી ઓપરેટ કરતા હોવાનું સામે આવ્યું છે. હાલ એટીએસએ બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

    Post Views: 215
    ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો કર્યો પર્દાફાશ પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડતા સેનાના પૂર્વ સુબેદાર સહિત બેની ધરપકડ
    Previous Articleઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, મદીનાથી હૈદરાબાદ જઈ રહી હતી ફ્લાઇટ
    Next Article संसद के अंदर आवाज़ उठाई और माइनॉरिटी अफेयर्स मिनिस्टर से मिल कर मांग की उसके लिए इन सभी नेताओं का जितना शुक्रिया अदा किया जाए कम है : पूर्व विधायक ग्यासुद्दीन शेख

    Related Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    August 25, 2026

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    August 24, 2026

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    August 19, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.