Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, May 25
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, મદીનાથી હૈદરાબાદ જઈ રહી હતી ફ્લાઇટ

    ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, મદીનાથી હૈદરાબાદ જઈ રહી હતી ફ્લાઇટ

    City Today DailyBy City Today DailyDecember 4, 2025

    અમદાવાદ, તા.૪
    મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટનું આજે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ ઇમરજન્સી લેન્ડિંગનું કારણ ફ્લાઇટમાં સવાર એક પેસેન્જર દ્વારા બોમ્બ હોવાની ધમકી હતી.

    મક્કા-મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ ટેકઓફ થયા બાદ ફ્લાઇટમાં સવાર એક મુસાફરે અચાનક એવી ધમકી આપી હતી કે “મારી પાસે બોમ્બ છે અને હું ફ્લાઇટ ઉડાવી દઈશ.” પેસેન્જરના આ દાવાને પગલે ફ્લાઇટમાં હાજર ક્રૂ મેમ્બર્સ અને અન્ય મુસાફરોમાં ગભરાહટ ફેલાયો હતો. તુરંત જ ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. ફ્લાઇટના ઇમરજન્સી લેન્ડિંગ બાદ તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી હતી. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ, ડોગ સ્ક્વોડ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ પહોંચીને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.

    સહિતની ટીમોએ ફ્લાઇટનું સઘન ચેકિંગ શરૂ કર્યું હતું. ફ્લાઇટની અંદર અને પેસેન્જરના સામાનની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ફ્લાઇટમાંથી હજી સુધી કોઈ વાંધાજનક વસ્તુ કે બોમ્બ મળી આવ્યો નથી.
    જે પેસેન્જરે બોમ્બની ધમકી આપી હતી, તેને તાત્કાલિક ફ્લાઇટમાંથી નીચે ઉતારીને પોલીસ દ્વારા તેની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. પોલીસ આ ધમકી પાછળનો હેતુ જાણવા પ્રયાસ કરી રહી છે કે શું આ માત્ર એક અફવા હતી કે પછી કોઈ અન્ય ઇરાદો હતો. આ ઘટનાને પગલે અમદાવાદ એરપોર્ટ પર થોડા સમય માટે હાઈ એલર્ટની સ્થિતિ સર્જાઈ હતી, જાેકે પરિસ્થિતિ હાલ નિયંત્રણમાં છે. ફ્લાઇટમાં સવાર અન્ય મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

    Post Views: 122
    ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ મદીનાથી હૈદરાબાદ જઈ રહી હતી ફ્લાઇટ
    Previous Articleરખડતા શ્વાનનો આતંક યથાવત, શ્વાને હુમલો કરતા ૪ વર્ષની બાળકી લોહીલુહાણ
    Next Article ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો કર્યો પર્દાફાશ, પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડતા સેનાના પૂર્વ સુબેદાર સહિત બેની ધરપકડ

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.