Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, July 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » શરત ભંગ અંગે આરોપીના આગોતરા જામીન સામેની અરજી સેશન્સ કોર્ટે નકારી

    શરત ભંગ અંગે આરોપીના આગોતરા જામીન સામેની અરજી સેશન્સ કોર્ટે નકારી

    City Today DailyBy City Today DailyDecember 4, 2025

    આરોપી રીઝવાન લિંબાડા DRI વિભાગમાં હાજર નહી થતા દાણચોરીના કેસમાં DRIની અરજી પર વિચારણા કરવા કોર્ટનો ઈન્કાર

    (સિટી ટુડે) સુરત,તા.૦૪

    રૂ.૨૩ કરોડથી વધુના સોનાની દાણચોરીના કેસમાં મુખ્ય માસ્ટર માઈન્ડ ગણાતા દુબઈના રીઝવાન લિંબાડાને શરતોને આધીન આગોતરા જામીન સુરત સેશન્સ કોર્ટે મંજૂર કર્યા હતા. શરતો મુજબ આરોપી રીઝવાન ડીઆરઆઈ વિભાગમાં હાજર નહી રહીને જામીન શરતનો ભંગ કરવાના કારણોસર ડીઆરઆઈ તરફેના ખાસ સરકારી વકીલે આરોપીના આગોતરા જામીન રદ કરવા અને તેને ન્યાયિક કસ્ટડીમાં લેવા અરજી કરી હતી. જોકે, કોર્ટે બંને પક્ષની દલીલો અને રેકર્ડ પરના પુરાવા ધ્યાને લઈ આ અરજી પર કોઈ વિચારણા કરવાની જરૂર નથી તેમ જણાવી અરજી ફગાવી દીધી.

    કેસની વિગત એવી છે કે, વર્ષ ૨૦૨૩ના જુલાઈમાં ડીઆરઆઈએ સુરત એરપોર્ટ ઉપરથી ૨૩ કરોડથી વધુના સોનાની દાણચોરીનો કેસ પકડ્‌યો. જેમાં ભરૂચના રીઝવાન લિંબાડા(હાલ રહે.દુબઈ)ની સંડોવણી બહાર આવી હતી. આ કેસમાં રીઝવાન લિંબાડા મુખ્ય લાભાર્થી, ફાઈનાન્સર અને સિન્ડિકેટનો મુખ્ય સૂત્રધાર હોવાનું ડીઆરઆઈની તપાસમાં ખુલ્યું હતું. આરોપી લિંબાડાએ સિનિયર વકીલ કલ્પેશ દેસાઈ અને ઝફર બેલાવાલા મારફતે સુરત સેશન્સ કોર્ટમાંથી આગોતરા જામીન અરજી કરી હતી. ડીઆરઆઈ સમક્ષ હાજરી પુરાવા સહિતની શરતો લાદીને સુરત કોર્ટે જામીન આપ્યા હતા. દરમિયાન આરોપી રીઝવાન લિંબાડાના આગોતરા જામીન નામંજૂર કરવા ડીઆરઆઈ તરફેના ખાસ સરકારી વકીલે અરજી કરાઇે. જેમાં સરકારી વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે શરત મુજબ આરોપી ૧૯,૬,૨૦૨૫ના રોજ સંબંધિત વિભાગ સમક્ષ હાજર રહ્યો ન હતો. જેથી આરોપીને આપવામાં આવેલ આગોતરા રદ કરવા અને ન્યાયિક કસ્ટડીમાં લેવા માટે આદેશ કરવા રજૂઆત કરી હતી.

    સિનિયર વકીલ કલ્પેશ દેસાઈ અને ઝફર બેલાવાલાએ સરકારી વકીલની અરજીનો વિરોધ કરતા દલીલો કરી કે, આરોપીને ૧૯,૬,૨૦૨૫ના રોજ સંબંધિત વિભાગ સમક્ષ હાજર રહેવાનુ હતુ. જોકે આરોપીએ અદાલત સમક્ષ સંબંધિત વિભાગ સમક્ષ હાજર રહેવા માટે મુદ્દત વધારવા માટે અરજી દાખલ કરી હતી અને અદાલતે તે અરજી મંજૂર કરી હતી. તે પછી આરોપીએ ૨૫.૮.૨૦૨૫ના રોજ સંબંધિત ડીઆરઆઈ વિભાગ સમક્ષ હાજરી નોંધાવી હતી. કોઈપણ શરતનો ભંગ કર્યો નથી તે દલીલો સાથે આરોપીને આપવામાં આવેલા જામીન રદ કરવા માટે કોઈ કારણ નથી તેવું કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. સુરત કોર્ટે ડીઆરઆઈ વતી થયેલી અરજી ફગાવી ફગાવી દીધી હતી.

    Post Views: 299
    શરત ભંગ અંગે આરોપીના આગોતરા જામીન સામેની અરજી સેશન્સ કોર્ટે નકારી
    Previous Articleसंसद के अंदर आवाज़ उठाई और माइनॉरिटी अफेयर्स मिनिस्टर से मिल कर मांग की उसके लिए इन सभी नेताओं का जितना शुक्रिया अदा किया जाए कम है : पूर्व विधायक ग्यासुद्दीन शेख
    Next Article વરિષ્ઠ એડવોકેટોના મંતવ્યો પર અમલ કરવા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા તથા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા અપીલ કરવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ એડવોકેટ તાહિર હકીમ અને વડોદરાના નામાંકિત એડવોકેટ શૌકત ઈન્દોરીના ઉમીદ પોર્ટલ પર વકફ નોંધણી અંગેના મંતવ્યો

    Related Posts

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    July 16, 2026

    સુરત કોર્ટ પરિસરમાં બનેલી એક પ્રેરણાદાયી ઘટનાએ અક્ષરશઃ સાચી સાબિત કરી બતાવી છે.

    July 7, 2026

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    June 20, 2026
    Latest Posts

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.